Abtak Media Google News

ખીરસરા પેલેસ ખાતે લાઇનસ કલબ રાજકોટ પ્રાઇડડનો ભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે ફિલ્મ માર્શલ બ્લડ બેંક સાથે સંકળાયેલા ચેતન વ્યાસ, સેક્રેટરી તરીકે ફાર્માના રીઝનલ મેનેજર ઉમેશ બાલાણી અને ખજાનચી તરીકે ડી.એસ.એન. ગ્રુપના નિરજ અઢીયાની નિયુકિત કરવામાં આવી.

Advertisement

ઇનસ્ટોલીંગ ઓફીસર તરીકે વ્યાપી થી પધારેલ ગવર્નર સંજીવભાઇ કેસરવાણીએ આ ટીમને શપથ ગ્રહણ કરાવ્યા. કલબના નવા આવનારા સભ્યો તુષાર ઇલાણી અને કપીલ કોટેચાને ગાંધીધામ થી પધારેલ દ્વિતીય વાઇસ ગવર્નર ધીરેન્દ્ર મહેતા એ સભ્ય પદના શપથ લીવાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ ગવર્નર ભુપેન્દ્રસિંહ જાડેજા, ગવર્નર ચંદ્રકાંત દફતરી, વાસઇ ગવનર્ર દિવ્યેશભાઇ સાકરીયા અને આસીસ્ટન પોલીસ કમિશનર હર્ષદ મહેતા એ રિઝાઇન ચેરમેન બીપીનભાઇ મહેતા તથા જયકિશનભાઇ દેવાણી વિગેરે ઉપસ્થિત રહી નવયુકત ટીમને શુભેચ્છા પાઠવેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.