Abtak Media Google News

કેન્દ્રના મનઘડત કાયદાથી નાના વેપારીઓના ધંધા બંધ થઇ જશે: પ્રમુખ પિયુષભાઇ માકડીયા

સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મીઠાઇ પર એક્ષ્પાયરી ડેટ લખવાનો મનઘડ કાયદો બનાવ્યો છે. તેનો વિરોધમાં ઉપલેટા ફરસાણ, મીઠાઇ, એસો.ને વિરોધ નોધાવી જીલ્લા ફેડરેશનને પોતાની સમર્થન આપ્યું છે.

આ  અંગે શહેર ફરસાણ અન્ડ મીઠાઇ એસો.ના પ્રમુખ પિયુષભાઇ માકડિયાએ જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ દિવસ પહેલા દેશભરમાં મીઠાઇનો વેપાર કરના વેપારીઓ ઉપર મનઘડ કાયદો લગાવેલ છે.

મીઠાઇ પર ફરજીયાતચ પણે એકસપાયરી ડેટ લખવી. આ કાયદાની સામે અને કાયદાની અમલવારી કરના પહેલા રાજકોટ જીલ્લા મીઠાઇ એશો. ને કેન્દ્રીયમંત્રીને રૂબરૂ મળી આ કાયદા સામે વિરોધ નોંધાવેલ હતો.

સરકારે એશો.ની લાગણી ન સમજી આવા મનઘડ કાયદો મીઠાઇના વેતારી ઉ૫ર ઠોકી બેશાડતા નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. ત્યારે શહેર તાલુકા ફરસાણ અને મીઠાઇ એસો.

આ કાયદાનો વિરોધ નોંધાવી જીલ્લા તેમજ રાજય મીઠાઇ એશો.ને પોતાનું સમર્થન જાહેર કરી આગામી દિવસમાં આ કાયદાની સામે લડતા મંડાણ કરશે. તેમ એશો.ના પમુખ પિયુષભાઇ માકડિયાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.