Abtak Media Google News
ધારાસભ્ય વસોયાની સરાહનીય કામગીરી બીરાદવતા યુવા ઉઘોગપતિ અલ્પેશ વોરા

અબતક, કીરીટ રાણપરીયા

ઉપલેટા

ઉપલેટા- ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાના આર્થિક સહયોગથી યુથ કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા સ્વ. રાજેશભાઇ વસોાયના સ્મરાણ અર્થે યોજાયેલ હાડકાના રોગના નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

લેઉવા પટેલ સમાજ ભવનમાં યોજાયેલા ધારાસભ્ય લલીત વસોયાના ધારાસભ્ય પદનો મળતો પગારમાંથી ચૂંટણી દરમ્યાન અપાયેલા વચન મુજબ તેમના મતદારોના સુખાકારી માટે વાપરવાના હેતુથી હાડકાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. તેનું ઉદઘાટન શહેરના ઉઘોગપતિ ખને ખોડલધામ સમીતીના સભ્ય અલ્પેશ વોરાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો. અલ્પેશ વોરાએ જણાવેલ કે અગાઉ જેર રજવાડાના રાજ હતા ત્યારે પ્રજાના દુખે દુખી અને સુખે સુખી મહારાજાઓ રાજ ચલાવતા હતા ઉપલેટા, ધોરાજી વિસ્તારની જનની આઝાદી બાદ પ્રથમ વખત એવો ધારાસભ્ય મળ્યો છે તે પોતાને ધારાસભ્ય પદ દરમ્યાન મળતો પગાર પ્રજાની સેવામાં વાપરી રહ્યો છે. તે ખરેખર ધોરાજી-ઉપલેટાના મતદારો માટે ગૌરવની વાત કહેવાય છેલ્લા ચાર વર્ષમાં ધોરાજી-ઉપલેટા મા વિવિધ રોગોના ઘણા કેમ્પો કરી ધારાસભ્ય લલીત વસોયા પ્રજાના દુખમાં સહભાગી બન્યા છે આજે આ કેમ્પમાં 400 જેટલા દર્દીઓએ લાભ લીધો તે કોઇ નાની વાત ન કહેવાય અને ધારાસભ્ય ની આ સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં હાડકાના રોગના નિષ્ણાંત ડો. કેતન ખેતી, ડો. વૈશાલી ખેતી, ડો. જેનીલ સભાડીયા, ડો. ઘનશ્યામ ચૌહાણ, ડો. જેની બાબરીયા સહીત ડોકટરોને પોતાની

માનવ સેવા આપી હતી કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓને ત્રણ દિવસની દવા વિના મૂલ્ય આપવામાં આવી હતી આ કેમ્પમાં ધારાસભ્ય લલીત વસોયા, રમણીકભાઇ લાડાણી, ધરમેન્દ્રસિંહ વાઘેલા, લાખાભાઇ ડાંગર, નયનભાઇ જીવાણી, હનીફભાઇ કોડી, યાર્ડના ડિરેકટર પરેશભાઇ ઉઅદડીયા, ગોપાલભાઇ ઝાલાવડીયા, મનોજભાઇ સોલાધરા, કનુભાઇ ચોટાઇ, મિલેશભાઇ વ્યાસ, કિશોર વસોયા સહીત વિવિધ

સમાજના આગેવાનો તથા વેપારીઓ ઉઘોગપતિઓ હાજર રહી આ કામગીરીને બિરદાવી હતી.આ કેમ્પને સફળ બનાવવા યુજ કોંગે્રસના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.