Abtak Media Google News

નવા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ સાથેની ચેકબુક બ્રાંચ,  વેબસાઈટ, ઈન્ટરનેટ બેંકીંગ,  કેન્ડી એપ-મોબાઈલ બેંકીંગ મારફતે  મેળવી શકાશે

ગત તારીખ 1 એપ્રિલ 2020માં કેનેરા બેન્ક સાથે થયેલા જોડાણ બાદ સિન્ડિકેટ બેન્કની ચેકબૂક હવે 30મી જૂનથી અમાન્ય ઠરશે. જુના આઈએફએસસી અને એમઆઈસીઆર  જૂન મહિના સુધી વેલીડ રહેશે.સિન્ડિકેટ બેન્કના ગ્રાહકો પોતાની ચેકબુક આગામી 30 જૂન સુધી વાપરી શકશે. ત્યારબાદ નવા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ સાથે ચેકબુક ઉપલબ્ધ કરાવવામાં આવશે નવા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડની વિગતો ગ્રાહકો વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકશે. આ ઉપરાંત નવી ચેકબુક લેવા માટે ગ્રાહકો સિન્ડિકેટ બેન્ક, કેનેરા બેન્ક બેંકની શાખા, તેમજ વેબસાઇટ, ઇન્ટરનેટ બેન્કિંગ, કેન્ડી એપ, મોબાઇલ બેન્કિંગનો સંપર્ક પણ કરી શકે છે

Advertisement

ઇન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ કોડ: બેન્કની ચેક-બુક ઉપર 11 આંકડાનો આ કોડ જોવા મળે છે.આ કોડ ના માધ્યમથી બેંક ની બ્રાન્ચ ની ઓળખ થાય છે. નેફ્ટ અથવા આર.ટી.જી.એસ કરવા માટે આ કોડ ની જરૂર રહે છે.

મેઆઈસીઆર: આ કોડ પણ બેંકના ચેક ઉપર જોવા મળે છે આ કોડને મેગ્નેટિક ઇન્ક કેરેકટર રિકોગનીશન ટેકનોલોજી કહેવાય છે. ફટાફટ ચેકને પ્રોસેસિંગ કરવા અને સેટલમેન્ટ માટે આ કોડ વપરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.