Abtak Media Google News

તા.પં. પર કબ્જો કરવા ભાજપ બાદ  કોંગી ધારાસભ્ય  લલિત વસોયાએ ખેલ નાખ્યો; અપક્ષ સભ્ય વામરોટીયાએ પંજો પકડયો

તાલુકા પંચાયતની સામાન્ય  ચૂંટણીમાં  મતદારોએ ભાજપ અને કોંગ્રેસને આઠ આઠ બેઠકો આપી સાથે બે અપક્ષો  પણ ચૂંટાઈ  આવતા તાલુકા પંચાયત ઉપર ભાજપ-કોંગ્રેસ કબજો જમાવવા  ભારે ધમપછાડા બાદ બે દિવસ પહેલા ખશરચીયા બેઠકના અપક્ષ  સભ્યએ ભાજપનો  ભગવો ધારણ  કર્યા બાદ ગઈકાલે તલેગણાના અપક્ષ સભ્ય એ પંજો હાથમાં પકડતા પ્રમુખ પદની  ચૂંટણી ભારે રસાકસી બની જવા પામી છે.

Advertisement

ગઈકાલે  ધારાસભ્ય  લલીત વસોયાના પ્રયાસથી તલંગણા બેઠક ઉપર  ચૂંટાયેલા અપક્ષ મહિલા સદસ્યા કડવીબેન રામશીભાઈ વામરોટીયા પોતાના પતિ, રામશીભાઈ સહિત 100 જેટલા કાર્યકરો સાથે ગાંધીનગર  મૂકામે  વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની હાજરીમાં કોંગ્રેસમા જોડાઈ પંજાનો સાથ લેતા હાલમાં કોેંગ્રેસના આઠ તેમજ એક અપક્ષ મળી કુલ નવ સભ્યોનું  સંખ્યાબળ થયું છે. જયારે ભાજપને પણ આઠ સભ્યો પોતના અને  એક અપક્ષ સભ્યનું બળમળતા તેની પાસે પણ નવ સભ્યોનું  સંખ્યાબળ થતા આગામી તા.17મીએ  તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંને  પક્ષો પાસે સરખું સંખ્યા બળ થતા ચૂંટણી  ભારે રસાકસી બની જવા પામી છે.ગઈકાલે ગાંધીનગર ખાતે  વિપક્ષી નેતા પરેશ ધાનાણીની હાજરીમાં થયેલ અપક્ષ સભ્ય વામરોટીયાના  આવકાર  કાર્યક્રમમાં ધારાસભ્ય  લલીત વસોયા , ધારાસભ્ય ભગાભાઈ બારડ, વિક્રમભાઈ માડમ, પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર,   તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપતભાઈ  કનેરીયા,  જિલ્લા કોંગ્રેસના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય  જતીનભાઈ ભાલોડીયા, ભુપતભાઈ  ચાવડા,  ભાયાવદર નગરપાલીકાના  પ્રમુખ તપનભાઈ જીવાણી, મુસ્લીમ અગ્રણી રજાકભાઈ હિંગોરા, ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ  વોરા, વિજયભાઈ  વઘાશીયા, ધોરાજી  કાર્યાલય મંત્રી ગોપાલભાઈ સલોટ સહિત કોંગ્રેસના  આગેવાનો હાજર રહી અપક્ષ સભ્ય   અને તેના ટેકેદારોને  આવકાર્યા હતા.

તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસ કબ્જો કરશે કે ભાજપ?

ગઈકાલે તડજોડમાં માહિર અને રાજકારણનાં અઠંગ  ખેલાડી લલીત વસોયાએ અનેક પ્રયાસો કરી અપક્ષ સભ્યોને કોંગ્રેસમાાં પ્રવેશ  અપાવ્યા બાદ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનું  શાસન લાવવામા ફરી સફળ થશે કે કેમ? કારણ કે   અત્યારે તાલુકા પંચાયતના કુલ 18 સભ્યોમાંથી  કોંગ્રેસ અને   ભાજપ પાસે નવ નવનું સંખ્યાબળ છે એ જોતા પંચાયત ઉપર કબ્જો જમાવવા બંને પક્ષને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.