Abtak Media Google News

માલિકીના પ્લોટમાંથી ટ્રેકટર ચલાવવાની ના કહેતા ઝઘડો કરી બે બાઇકમાં તોડફોડ કરી લુખ્ખો ફરાર હુમલામાં સોની વૃધ્ધ ઘવાયા

પડધરીના લુખ્ખા શખ્સો અવાર નવાર આંતક મચાવી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડવાની ઘટના રોજીંદી બની ગઇ હોય તેમ ગતરાતે સોની વેપારીની હત્યાના ઇરાદે નામચીન શખ્સે બોલેરો નીચે કચડી હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ છે. માલિકીના પ્લોટમાંથી ટ્રેકટર ચલાવવાની ના કહેવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા રજપૂત શખ્સે હુમલો કરી બે બાઇકમાં તોડફોડ કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. ઘવાયેલા સોની વૃધ્ધને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી રહેતા જીતેન્દ્રભાઇ તુલશીદાસ ભાલારા નામના ૬૩ વર્ષના સોની વૃધ્ધ ગત રાતે બાયપાસ નજીક ભારત હોટલ પાસે હતા ત્યારે પડધરીના માથાભારેની છાપફધરાવતા મૈયા કરશન ડોડીયા નામના શખ્સે ઢીકાપાટુ મારી બોલેરો નીચે કચડવા પ્રયાસ કરતા પડી જવાના કારણે જીતેન્દ્રભાઇ ભાલારા ઘવાયા હતા. બોલેરોની ઠોકર લાગવાના કારણે જીતેન્દ્રભાઇ ભાલારાના ભત્રિજાના બે બાઇકમાં નુકસાન થયું હતું.

ઘવાયેલા જીતેન્દ્રભાઇ ભાલારાને સારવાર માટે મોડીરાતે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેઓએ ભારત હોટલ પાસે પોતાનો પ્લોટ છે અને તેની બાજુમાં મનોજભાઇને અન્નપૂર્ણા નામનું ખાખરા બનાવવાનું કારખાનું આવેલું છે. કારખાને અવર જવર કરતા ટ્રેકટર જીતેન્દ્રભાઇ ભાલારાના પ્લોટમાંથી પસાર થતા હોવાથી પ્લોટમાં કચરો પડતા તેઓને ટ્રેકટર પ્લોટમાંથી નહી કાયદેસર રસ્તા પરથી ચલાવવા સમજાવ્યું હતું.

અન્નપૂર્ણા કારખાનામાંથી કોઇએ પડધરીમાં માથાભારેની છાપ ધરાવતા મૈયા કરશન ડોડીયાને ફોન કરી જાણ કરતા તે બોલેરોમાં ભારત હોટલ ખાતે ઘસી આવ્યો હતો. પ્રથમ જીતેન્દ્રભાઇ ભાલારા સાથે ઝઘડો કરી ઝપાઝપી કર્યા બાદ ૨૦ ફુટ દુર પાર્ક કરેલા બોલેરો સ્ટાટ કરી પુર ઝડપે જીતેન્દ્રભાઇ ભાલારાને કચડવા પ્રયાસ કર્યો તે દરમિયાન જીતેન્દ્રભાઇ ભાલારા પડી જતા તેમને પગમાં ઇજા થઇ હતી.

ઝપાઝપી દરમિયાન ટોળે ટોળા એકઠાં થઇ જતા મૈયા કરશન ડોડીયા ભાગી ગયો હતો. અને સારવાર માટે જીતેન્દ્રભાઇ ભાલારાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.