Abtak Media Google News

લગ્નની તે પળ બહુ જ કીંમતી હોય છે.યુવતી બ્રાઇડલ બને છે ત્યારે  દરેક યુવતી માટે આ પળ સૌથી ખાસ હોય છે. આંખોમાં સપના અને હાથમાં મહેંદી સજાવીને દુલ્હન જયમાળા સાથે સજીને ચોરીમાં બેસે છે તો બધાની નજર તેના પરથી હટતી નથી. પરંતુ તેના માટે તમારે જ્વેલરીનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્વેલરીની ઘણી બધી વેરાઈટી બજારમાં ઉપલબ્ધ છે જે તમને વધારે આકર્ષક બનાવે છે.

સિલ્કની સાડી પર કમરબંધ પહેરવામાં આવે તો તે હટકે લુક આપે છે. કમરબંધ સાડીને રોયલ લુક આપે છે. બ્રાઇડલ એકદમ સ્લીમ ફિગર દેખાય તે માટે કમરબંધ ચાર ચાંદ લાગવી દે છે.

દુલ્હનનાં વાળને માત્ર ગજરાથી સજાવવામાં આવતા હતા. પરંતુ હવે તો માર્કેટમાં અંબોડા, ચોટલો તેમજ ખુલ્લા વાળ માટે સ્માર્ટ એસેસરીઝ ઉપલબ્ધ છે. અંબોડામાં સ્ટોનવાળી ફ્લાવર એસેસરીઝ ટ્રેન્ડમાં છે.

માંગ ટીકો માથાની સ્માર્ટ એસેસરીઝ છે, જેની વચ્ચે માંગ ટીકો જોડાયેલો હોય છે. કેટલીક બ્રાન્ડ્સ માત્ર માંગ ટીકો લગાવવાનું પસંદ કરે છે. જો તમારો ચહેરો નાનો છે તો માત્ર માંગ ટીકો લગાવવો જ શ્રેષ્ઠ રહેશે.

આજકાલ બજારમાં કેટલાક પ્રકારના બ્રાઈડલ સેટ ઉપલબ્ધ છે, જેની કુંદન, પોલકી, પતવા તેમજ પર્લ સેટની ઘણી બધી વેરાઈટી મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.