Abtak Media Google News

હિન્દી સિરીયલના કલાકાર પ્રદિપ સોલંકી રહ્યા ઉપસ્થિત: ૯૦ સ્પર્ધકોએ ભાગ લીધો

કેતુ સોશ્યલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરી માસથી ફેબ્રુઆરી માસ દરમ્યાન સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અંતર્ગત ઓપન સૌરાષ્ટ્ર ડાન્સને એકટીંગ સ્પર્ધાના વિવિધ રાઉન્ડ તાજેતરમાં યોજાયા હતા.

Advertisement

 પ્રદિપ સોલંકી

5 19

ઉપરાંત કાર્યક્રમમાં સ્ટાર પ્લસ પર હિન્દી સીરીયલ ધારાવાહીક હર સાંબ પે ઉલ્લુ બેઠા હૈ, ના કલાકાર પ્રદિપ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હિન્દી ફિલ્મમાં કોર્યોગ્રાફણ ગુડડુ રાણા, મરાઠી કલાકાર પૂજા, પેઢાકર, હિન્દી સિરીયલ પ્રાણનાથના કલાકાર અને મોડલ સોનમ સિંઘ વગેરે જજીસ ઉપસ્થિત રહી નવા ઉભરતા ટેલેન્ટને પ્રોત્સાહિત કર્યા.

 ગુડડુ રાણા

4 32

ગુજરાત મુવી કોયોગ્રાફર ગુડી રાણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે ખાસ તો રાજકોટમાં જજ તરીકે આવ્યા બાદ તેઓ ગર્વ અનુભવે છે. ત્યારે સ્પર્ધકોની વાત કરતા જણાવ્યું કે ૮૦ થી ૯૦ છોકરાઓ એ ભાગ લીધેલ હતો. જેઓ સિલેકટ થાશે તેમને હોમ પ્રોડકશનમાં કંઈક કામ મળશે. એવી ગેરંટી છે. ઉપરાંત બહોળી સંખ્યામાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા બદલ હિતેશ ગણાધાનો પણ આભાર વ્યકત કર્યો.

મુંબઈથી પધારેલ પ્રદિપ સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક કલાકાર તરીકે તેઓ માને છે કે તેમનું ખૂબજ મોટુ સન્માન છે કે તેઓ જજ તરીકે પસંદ કરાયા છે. ખાસ કરીને સ્પર્ધકોને મોટુ પ્લેટફોર્મ મળ્યું છે. સાથોસાથ જણાવ્યું કે એક નવા પ્લાન સાથે તેઓ ગુજરાતમાં ટુંક સમયમાં આવવાના છે.

 પુજા પેઢારકરે

3 41પુજા પેઢારકરે કે જેઓ મરાઠી હિન્દી મુવીમાં કામ કરે છે. તેઓએ ‘ધાપ’ નામના ફિલ્મમાં કામ કરેલ છે. જ ટુંક સમયમાં રીલીઝ થશે ઉપરાંત બાબા સાહેબ ઈન્ટરનેશનલ એવોર્ડ પણ આ ફિલ્મને મળેલ છે.

ઉપરાંત ઘણા બધા ફિલ્મોમાં તેઓએ કામ કરેલ છે. ખાસ તો સ્પર્ધાની વાત કરતા જણાવ્યું કે સ્પર્ધકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો અને સ્પર્ધકો સારા એવા ઉત્સાહ સાથેવેલ હતા. તેવું જણાવ્યું.

હિતેષ ગણાધા

6 16હિતેષ ગણાધાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ પોરબંદરમાં , જુનાગઢમાં, જામનગર, ભાવનગર અને હવે રાજકોટમાં કર્યો ત્યાં ખૂબજ સારો રિસ્પોન્સ મળ્યો દરેક જિલ્લામાંથી ટેલેન્ટ સર્ચ કરી બે છોકરાઓને એડ ફિલ્મમાં કામ આપેલ છે. જે એડફિલ્મ કચ્છ અને અમદાવાદમાં બતાય છે. દરેક જિલ્લામાંથી ૧૫૦ બાળકોને સિલેકટ કર્યા હતા. જેમાંથી સેકેન્ડ ફાઈનલ રાઉન્ડ કરેલ ઉપરાંત છેલ્લે ફાઈનલ રાઉન્ડ યોજેલ હવે ફાઈનલમાં સીલેકટ થનારને સર્ટિફીકેટ અને આગળ રોજગારી મળી જાય તેમને સ્ટેજ મળે તે રીતે તેઓને સિરિયલ ચેનલ અને ફિલ્મમાં કામ અપાવશે. સાથોસાથ જણાવ્યું કે સ્પર્ધકોએ ખૂબજ મહેનત કરવી પડશે કારણ કે મહેનત વિના જીત શકય નથી.

બાટવાથી આવલે સ્પર્ધક જીતે જણાવ્યું હતુ કે, મે ઓડીશનમાં મેને તુકજો દેખા, સામસેદાર મિકસમાં જૂનાગઢમાં ઓડીશન આપ્યું હતુ અને ફાઈનલમાં મારૂ સ્ટેજ ઉપરનું પફોર્મન્સ કરીને સારૂ ફીલ થાય છે. અને હું આગળ પણ પરફોર્મન્સ કરીશ.

જીત

7 15ત્રિવેદી ભ્રુણાલીએ કહ્યું હતુ કે મને ખૂબજ સારૂ લાગ્યું હિતેશભાઈ ખુબ જ સરસ ટેલેન્ટ ગોતીને લાવ્યા છે. મને પફોર્મન્સ જોવાની મજા અવી મને પણ શિખવા મળ્યું અને મે ખૂબજ ઈન્જોય કર્યો. રાજકોટની પબ્લીક ખૂબ જ સારી છે. આજે જે ફાઈનલમાં સિલેકટ થશે તે લોકોને આગળ સ્ટેજમાં ફિલ્મમાં કે આલબમ સોંગમાં પણ કામ મળશે તેઓને અહીથી કેસ પ્રાઈસ અને શિલ્ડ પણ આપવામાં આવશે. અન્ય ડાન્સરોને પણ સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.