Abtak Media Google News

અફઘાન કબજે કરવામાં સફળ તાલિબાનો માટે હવે સરકારની માન્યતા અને વૈશ્વિક વિશ્વાસ ઉભો કરવા પરિણામ દાયી કામગીરી જરૂરી

તાલિબાનને પોતાની ભૂતકાળની છાપ ભૂંસવી હશે તો ભારત સહિતના દેશોની આંતકવાદ સાથે છેડો ફાડવાની શરત માનવા સિવાય છૂટકો નથી

અફઘાનિસ્તાનની અફીણની ખેતી અને કેફીદ્રવ્યોના કાળા કારોબાર માંથી ઉભા થતાં ટેરર ફંડની સમસ્યા ના કાયમી ઉકેલ માટે તાલિબાનોએ અસરકાર કામગીરી અને વિશ્વ નો વિશ્વાસ મેળવ્વો જરૂરી..

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળોની વાપશી પછી ઉભી થયેલી પરિસ્થિતિ નો લાભ લઈને તાલિબાનોએ ગણતરીના દિવસોમાં જ દેશના મોટા ભાગનો હિસ્સો કબજે કરીને ઈસ્લામિક અમીરાત સરકાર ના નામે સરકાર રચવાનો દાવો તો કરી લીધો છે પરંતુ તાલિબાનોના ગુનાહિત ભૂતકાળ ને લઈને સાથે તેણે રચેલી સરકારને માન્યતા આપવી કે કેમ તે વિશ્વ માટે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે તાલિબાનો માટે અફઘાનિસ્તાન સર કરવું જેટલું અઘરું ન હતું તેનાથી અઘરું હવે દેશનું લોકતાંત્રિક દુબે સંચાલન કરવાની સાથે સાથે વૈશ્વિક માન્યતા મેળવવી મોટો પડકાર બની ગયો છે,

Advertisement

અફઘાનિસ્તાનમાં તાલિબાનો ની સરકાર ની માન્યતા માટે પ્રયાસો થઈ રહ્યા છે તે દરમિયાન ભારતે એક સારા પડોશીના નાતે દેશના સંચાલકો જે મહત્વની શરત મૂકી છે તે માનવા સિવાય તાલિબાનો પાસે કોઈ વિકલ્પ જ નથી ભારતે શરૂઆતમાં જ તાલિબાન નેતાગીરી પાસે એક શરત મૂકી છે કે ભારત અફઘાનિસ્તાન નું સૌથી વધુ હિતો ઈચ્છે છે વર્ષોથી અફઘાનિસ્તાન અને કોઈ પણ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ભારત ક્યારેય પાછીપાની કરતું નથી અત્યારની પરિસ્થિતિમાં પણ ભારત અફઘાનિસ્તાન ને માનવીય સહાય પૂરી પાડશે જ પરંતુ અફઘાનિસ્તાનમાં સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે ચાલતું શાસન અને માનવ અધિકાર નું જતન થવું જોઈએ.

બીજી તરફ તાલિબાનો માટે અફઘાનિસ્તાનના સંચાલન ની જવાબદારી સાથે સાથે સરકારને વૈશ્વિક માન્યતા અપાવવાનું પણ એક કામ આવી પડયું છે ત્યારે તાલિબાન સરકારે હવે માન્યતા મેળવવા માટે આઇએસ સામે લાલ આંખ કરી છે ગઈકાલે આઇએસના 100 જેટલા આંતકીઓને નહાર જિલ્લા પોલીસ અધિકારી કચેરી એ આત્મસમર્પણ કરવાની ફરજ પડી છે સો જેટલા આઈએસઆઈના આંતકીઓએ આત્મસમર્પણ કર્યું છે.

તાલિબાનોએ અફીણની ખેતી પર કબજો કરીને ટેરર ફંડ ઊભું કરતા આઈએસ જેવા સંગઠનો પર ધોંસ બોલાવી છે આંતકવાદ ની કમર તોડવા માટે આર્થિક સ્ત્રોત ખતમ કરવાની રણનીતિ અખત્યાર કરીને તાલિબાનોએ બરાબરની નાક દબાવી છે અફીણની ખેતી અને ડ્રગના કારોબાર થી જ વૈશ્વિક આંતકવાદ ખાલી ભૂલી રહ્યું છે ત્યારે તાલિબાનોએ હવે બરાબર દિશામાં કામ કરવાની રફ્તાર પકડી લીધી છે અફીણની ખેતી અને ડ્રગના ઉત્પાદન પર દબાણ લાવવા ની તિથિ તાલિબાનોને હથિયાર હેઠા મુકવાની ફરજ પડી છે સો સેક્સી આંટીઓ એ આત્મસમર્પણ કરી દીધું છે અને હજુ કેટલાક સભ્યો સરકાર સાથે વાટાઘાટ માં હોવાનું જાણવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.