Abtak Media Google News

વેકિસનેશનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા સહિતના મુદે ચર્ચાઓ

અબતક,રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દર બૂધવારે રાજય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળે છે જેમાં વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાજયમાં કોરોનાથી મોતને ભેટેલા દિવંગતોના વારસદારોને ઝડપથી સરકારી સહાય મળી રહે તે દિશામાં વહિવટી પ્રક્રિયા સરળ બનાવવા અતિવૃષ્ટિ બાદ કમૌસમી વરસાદના કારણે ખેડુતોએ વેઠવી પડેલી નુકશાનીનું વળતર આપવા તથા વેકિસનેશનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા સહિતના મૂદાઓ પર ચર્ચાઓ કરવામાંઆવી હતી. રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલીકામાં રાત્રી કરફયુની મુદત આગામી 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહી છે. ત્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે.તેવા સંજોગોમાં રાત્રી કરફયુની મુદત વધારવી કેહટાવી દેવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દર બૂધવારે રાજય સરકારના મંત્રી મંડળની બેઠક મળે છે.જેમાં અલગ અલગ મુદાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આજે સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી જેમાં સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હાલ રાજયભરમાં કોરોનાથી મોતને ભેટેલા હદભાગીઓના વારસદારોને 50 હજારની આર્થિક સહાય આપવા માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મૃતકના વારસદારોને ઝડપથી સહાય મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપરાંત ચોમાસાની સીઝન બાદ સતત કમૌસમી વરસાદ ચાલુ રહેવાના કારણે ખેડુતોને પારાવાર નુકશાની વેઠવી પડી છે. આવામાં માવઠામાં થયેલી નુકશાનીમાં ખેડુતોને સહાય આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજયમાં વેકિસનેશનની કામગીરીમાં 100 ટકા સિધ્ધી હાંસલ કરવા માટે રસીકરણ અભિયાનને વધુ વેગવાન બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર બાદ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં 30મીએ પૂર્ણ થતી રાત્રી કરફયુની મૂદત વધારવા કે છૂટછાટ આપવા અંગે પણ કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.