Abtak Media Google News

જમીન એન.એ.કરવાની ઓનલાઈન કામગીરી માટે રૂ.1 લાખની માગ કરી ‘તી

તલોદ તાલુકાના આંત્રોલી દોલજીવાસના   તલાટી 50 હજારની લાંચ સ્વીકારતા એ.સી.બી એ રંગેહાથ ઝડપાય જતા  લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો  છે.

આ કામના ફરિયાદીને આંત્રોલી ગામ માં તેઓના પિતાના નામની ખેતીની જમીન  એન.એ. કરવાનું હોય તે માટે આંત્રોલી, દોલજીવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પટેલ  ગેમરભાઈ કરશનભાઈ આ કામના આરોપીનો ફરિયાદીએ સંપર્ક કરેલ આ કામ ઓનલાઈન થતું હોય તે તમામ કામ કરી આપવા માટે પ્રથમ લાંચ રૂા. 5000- લીધેલા અને કામ થયે થી રૂા. 1,00,000- ની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદી પાસે આટલી મોટી રકમ ના હોય ફરિયાદીએ પહેલાં અડધી રકમ આપવાની વાત કરતા આરોપી સહમત થયેલા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય ફરિયાદીએ સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. હિંમતનગર ખાતે સંપકઁ કરેલ જે ફરિયાદીની ફરિયાદ આધારે તા. 03.01.023 ના રોજ એ.સી.બી એ છટકું ગોઠવીને તલાટી કમ મંત્રીને વાવડી ચોકડી,તલોદ ખાતે બોલાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂ.50000/- ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી તેની પાસેથી લાંચની રૂ.50000/- ની રકમ રીકવર કરી તલાટી વિરુદ્ધ એ.સી.બી એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.