• પ્રેમીની સગાઈ નક્કી થતાં સંબંધને પુર્ણ વિરામ આપવાનું કહેતા બંને વચ્ચે રકઝક બાદ  યુવકે મારી નાંખવાનો  પ્રયત્ન કર્યાનો પ્રેમિકાનો આક્ષેપ

ગોંડલના રીબડાના સ્મશાન નજીક યુવકે રાજકોટનાં ભગવતીપરામાં રહેતી પ્રેમિકાને બોલાવી યુવાને  પોતાનું સગપણ નક્કી થયાની વાત કરી હતી આથી હવે બંને વચ્ચેના પ્રેમ સંબંધને પુર્ણ વિરામ આપવાનું કહેતા પ્રેમિકા સાથે રકઝક થઈ હતી આથી યુવકે ઉશ્કેરાઇને પ્રેમિકાને ગળાટુંપો દઈ મારી નાખવાની કોશિશ કરતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જ્ઞિં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પૂજાબેન ચંદ્રેશભાઈ ડોડીયા નામની 30 વર્ષની પરિણીતા ગોંડલના રીબડા ગામે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કેતન પ્રવીણભાઈ સીતાપરાએ ઝઘડો કરી ચૂંદડી વડે ગળે ટૂંપો આપવાનો પ્રયત્ન કરી પુજબેન્ને  ડોડીયાને બેશુદ્ધ  હાલતમાં તાત્કાલિક સારવાર માટે પ્રથમ સારવારમાં ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેનના બાર  વર્ષ પહેલા ચંદ્રેશ લક્ષ્મણ ડોડીયા સાથે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે

ત્રણ વર્ષ પહેલા પાડોશમાં રહેતી બહેનપણી આશાબેને કેતન સીતાપરાની ઓળખાણ કરાવી હતી બાદમાં  બંનેની આંખ મળી  હતી તેથી બન્નેએ એક થવાનું નક્કી કરી પાંચ માસ પૂર્વે ભાગી ગયા હતા. અગાઉ પાંચ મહિના કેતન સાથે  રહી મન મુટાવ થતાં રૂ.40,000 લઈને છુટા પડ્યા હતા બાદમાં બે મહિના  અગાઉ ફરી બંને ભાગી જઈ મૈત્રી કરાર કરી સાથે રહેવાનું નક્કી કર્યું હતું બાદમાં કેતનની સગાઈ થતા બંનેના સંબંધને પૂર્ણ વિરામ આપવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં  કેતન સીતાપરાએ ઉશ્કેરાઇને  પરિણીત પ્રેમિકા પૂજાબેન ડોડીયાને ગળે ટૂંપો આપી મારી નાખવાની કોશિશ કરતા હોવાનો  પૂજાબેન ડોડીયાએ આક્ષેપ કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.આક્ષેપના પગલે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.