Abtak Media Google News

કાકાના કામ બોલે છે !!

નથી જોઈતી ગાડી…. કાકાએ  હોન્ડા સિવિક કાર વેંચી નાખી: લલિતભાઈ કગથરાએ આવકવેરા રિટર્નમા ચાર ગણો વધારો કર્યો

કાકાના કામ બોલે છે સૂત્ર લોક જીભે ચડાવનાર ટંકારા  પડધરી બેઠકના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ આજે વિજય મુહૂર્તમાં ટંકારા મામલતદાર કચેરી ખાતે ઓબ્ઝર્વરની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી, આ તકે લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, 27-27 વર્ષના ભાજપના શાસનમાં હવે પ્રજા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી કંટાળી ગઈ છે અને આ વખતે પરિવર્તન નિશ્ચિત હોવાનું જણાવી ગત ટર્મથી પણ વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાકાના હુલામણા નામથી ઓળખાતા લલિતભાઈએ આજે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં એકાદ કરોડનો વધારો થયો છે સાથે જ તેમને આ પાંચ વર્ષ દરમિયાન ભરવામાં આવતા આવકવેરામાં ચાર ગણો વધારો થયો હોવાનું જાહેર કર્યું હતું.

ટંકારા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ વર્ષ 2017 અને 2022માં રજૂ કરેલા સોગંદનામાની મહત્વની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. મજાની વાત તો એ છે કે કાકા પાસે વર્ષ 2017માં 11 લાખથી વધુની કિંમતની હોન્ડા સિવિક કાર હતી પરંતુ તે વેચી નાખી છે અને હાલ કાકા કાર વગરના હોવાનું સોગંદનામામાં જાહેર કર્યું છે.

  • ટંકારા  લલિતભાઈ કરમશીભાઇ કગથરા (કોંગ્રેસ)  2017

અભ્યાસ : બી.કોમ.

ધંધો : વેપાર અને ખેતી

સ્થાવર મિલ્કત : 15,67,253  પત્ની 55,00,000

જંગમ મિલ્કત : 7,54,73,164  પત્ની 33,02,269

હાથ ઉપર રોકડ : 7,22,478  પત્ની 4,37,240

આવકવેરો : 7,09,479 પત્ની 4,93,255

લોન : પોતે 6,83,77,771 પત્ની 24,14,862

કાર : હોન્ડા સિવિક-11.36 લાખ

સોનુ : પોતે-34 ગ્રામ  પત્ની  180 ગ્રામ

  • ટંકારા  લલિતભાઈ કરમશીભાઇ કગથરા (કોંગ્રેસ)  2022

અભ્યાસ : બી.કોમ.

ધંધો : વેપાર અને ખેતી

સ્થાવર મિલ્કત : 15,67,253  પત્ની 55,00,000  હિન્દૂ અવિભક્ત કુટુંબ  નીલ

જંગમ મિલ્કત : 8,41,88,548  પત્ની 98,82,788  હિન્દૂ અવિભક્ત કુટુંબ  2,73,235 હાથ ઉપર રોકડ : 1,90,576  પત્ની 28,980  હિન્દૂ અવિભક્ત કુટુંબ- નીલ

આવકવેરો : 28,21, 225 પત્ની 12,00,000  હિન્દૂ અવિભક્ત કુટુંબ  નીલ

લોન : પોતે 7,06,46,321 પત્ની 39,92,767  હિન્દૂ અવિભક્ત કુટુંબ  નીલ

કાર : નીલ

સોનુ : પોતે-34 ગ્રામ  પત્ની  180 ગ્રામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.