Abtak Media Google News

વેપાર અને ખેતી સાથે  સંકળાયેલા દુલાકાકા  પાસે હાથ ઉપર  2.18 લાખ રોકડ: દેથરીયા દંપતી ઉપર  1.44 કરોડ જેટલી લોન બોલે છે

રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ અને વર્તમાન સાંસદ મોહનભાઇ જે બેઠક ઉપરથી પાંચ-પાંચ વખત ચૂંટાયા છે તેવી ટંકારા બેઠક ઉપર આ વખત કોંગ્રેસના કાકાને પરાસ્ત કરવા ભાજપે જિલ્લા ભાજપ અધ્યક્ષ એવા દુર્લભજીભાઈ દેથરીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, આજે દુલાકાકાએ જંગી જનમેદનીને સંબોધી રેલી યોજ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ દુલાકાકા પાસે રૂપિયા 2,58,70,785ની જંગમ મિલ્કત છે પણ એટલા ધનિક કાકા પાસે એક પણ કાર કે ટુ વ્હિલર નથી ! દુર્લભજીભાઈ હિન્દૂ અવિભક્ત કુટુંબ સાથે જોડાયેલા છે. જો કે, દુર્લભજીભાઈને સોનાનો મોહ નથી દંપતી પાસે માત્ર રૂપિયા 95 હજારની કિંમતનું જ સોનુ છે.

ટંકારા  ઉમેદવાર : દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા (ભાજપ)

અભ્યાસ : એસ.એસ.સી.

ધંધો : વેપાર અને ખેતી

સ્થાવર મિલ્કત : 5,00,000  પત્ની 5,00,000  હિન્દૂ અવિભક્ત કુટુંબ  4,75,250

જંગમ મિલ્કત : 2,58,70,785  પત્ની 1,89,23,103  હિન્દૂ અવિભક્ત કુટુંબ  61,53,843

હાથ ઉપર રોકડ : 1,65,265  પત્ની 53,065  હિન્દૂ અવિભક્ત કુટુંબ- 8688

આવકવેરો : 15,19,608 પત્ની 29,11,760  હિન્દૂ અવિભક્ત કુટુંબ  11,55,209

લોન : પોતે 1,11,62,038 પત્ની 33,34,500  હિન્દૂ અવિભક્ત કુટુંબ  6,31,000

કાર : નીલ

સોનુ : પોતે- 20,167  પત્ની  75,854

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.