Abtak Media Google News

ઋષિ મહેતા g

ટંકારાના લગધીરગઢ ગામે આવેલ રાધા લક્ષ્મી પ્રિન્ટેક્સ કારખાનામાં ગત તારીખ 14 ના રોજ કારખાનામાં કામ કરતા એક શ્રમિકનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

આ અંગે મળતી વધુ વિગતો મુજબ ટંકારાના લગધીરગઢ ગામ પાસે રાધા લક્ષ્મી પ્રિન્ટેક્સ નામનું કારખાનું આવેલ હોય જેમાં સિક્સરભાઈ બીપીનભાઈ માંજી ઉંમર વર્ષ 32 વાળા જે રાધા લક્ષ્મી પ્રિન્ટેક્સ કારખાનામાં રહેતા હોય અને મૂળ દોલતપુર દેવધર ઝારખંડ ના હોય તેમનું કોઈ અગમ્ય કારણોસર ફેક્ટરીમાં મૃત્યુ થઈ જતા તેમને 108 મારફતે મૃત હાલત માં જ ટંકારા સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે આ અંગે ટંકારા પોલીસમાં નોંધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.