Abtak Media Google News

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં રહેતી એક યુવતીને માતાએ કમર બેલ્ટ લેવા બાબતે ઠપકો આપતા તે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. જ્યારે અરલા ગામના તરૃણે માતાના ઠપકાથી વ્યથિત થઈ ઝેર પી મોતને મીઠું કર્યું છે. ઉપરાંત પતિએ મોબાઈલમાં વધુ વાત કરવાની ના પાડતા નગરની પરિણીતાએ ગળાફાંસો ખાધો છે અને ખંભાળિયાની એક તરૃણીએ સગાઈ તૂટી જવાના કારણથી આત્મહત્યા કરી છે. પોલીસે ચારેય બનાવોની ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.

Advertisement

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા મેઘવારવાસમાં વસવાટ કરતા દેવશીભાઈ બુધાભાઈ પરમાર નામના દલિત પ્રૌઢની એકવીસ વર્ષની પુત્રી પૂનમબેનએ ગઈકાલે કમરે બાંધવાના બેલ્ટની ખરીદી માટે ઘરમાં વાતચીત કરતા તેણીના માતાએ પૂનમબેનને ઠપકો આપ્યો હતો, માતાના ઠપકાથી વ્યથિત થઈ આ યુવતીએ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરતા જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા, મગનભાઈ ચનિયારાએ તેણીના પરિવારજનનું નિવેદન નોંધી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા કમલભાઈ રીમસીંગભાઈ રાઠોડ નામના આદિવાસી પ્રૌઢના પંદર વર્ષના પુત્ર જામલાલને ગઈકાલે સાંજે તેની માતાએ રોટલા બનાવવા માટે લોટ લેવા જવાનું કહેતા આ તરૃણે કરિયાણાની દુકાને જવાની ના પાડી હતી આથી માતાએ ઘરકામમાં માને મદદ કરવા બાબતે જણાવી થોડા ઉગ્ર શબ્દોમાં ઠપકો આપતા જામલાલને માઠું લાગી આવ્યું હતું. આ તરૃણે ગઈકાલે રાત્રે ધુનધોરાજી ગામમાં જઈ પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેની પિતા કમલભાઈને જાણ થતા તેઓએ જામલાલને બેશુદ્ધ હાલતમાં સારવારમાં ખસેડયા હતા જ્યાં આ તરૃણનું ટૂંકી સારવાર પછી મૃત્યુ થયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર જે.કે. રાઠોડે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.