Abtak Media Google News

ચારથી વધુ ભેગા થનારા સામે પણ કાર્યવાહી

જામનગરના દિગ્જામ ઓવરબ્રીજ પર ગઈકાલે કારણવગર એકઠાં થયેલા ચાર સહિત સાત સામે પોલીસે ગુન્હા નોંધ્યા છે જયારે સમયમર્યાદાનો ભંગ કરતા કારખાનેદાર સહિત પાંચ સામે કાર્યવાહી કરાઈ છે.

જામનગર સહિત રાજય અને દેશભરમાં આપવામાં આવેલા અનલોક-૩ માં રાત્રિના આઠ વાગ્યા સુધી વેપારીઓને પોતાની દુકાનો ખુલી રાખવાની પરવાનગી આપવામાં આવી છે અને લોકોને કામ વગર બહાર નહી નીકળવા સૂચના પણ અપાઈ છે તેમ છતાં ગઈકાલે જામનગરના દિગ્જામ ઓવરબ્રીજ પાસે સાહીલ જયેશભાઈ નાયક, વૃત્તીક કિરીટભાઈ ભટ્ટ તેમજ જીગર હસમુખભાઈ શીંસાગીયા, પાર્થ ભરતભાઈ ભદ્રા નામના ચાર વ્યકિતઓ કારણ વગર ઉભેલો જોવા મળતા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરી છે. જયારે ગોકુલનગર રડાર રોડ પરથી હરજીવન નાનજીભાઈ પરમાર, જીગ્નેશ જાદવજીભાઈ પરમાર ઉભેલા જોવા મળ્યા હતાં તે તમામ સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.  નગરના હરિયા કોલેજ રોડ ઉપર આવેલા સરદાર નગર-૨ માં પ્રશિલ ફેબ્રીકેશન નામની દુકાન સમયમર્યાદાનો ભંગ કરી ગઈકાલે રાત્રે મોડે સુધી ચાલુ રાખવામાં આવતા તેના સંચાલક હરીશ દયાળજીભાઈ બકરાણીયા, બાલાજી જનરલ સ્ટોરવાળા વિજય હેમતભાઈ પ્રજાપતિ, ન્યુ હેરકેર આર્ટ નામની દુકાનવાળા પ્રદિપ મુકેશભાઈ ચુડાસમા, રોયેલ ઓપેરા સલુન નામની દુકાનવાળા અનિલ દામજીભાઈ ચૌહાણ અને દિગ્જામ વુલનમીલ પાસે ક્રિષ્ના પ્રોવિઝન નામની દુકાન ચલાવતા અજય નરોત્તમભાઈ કનખરા સામે સમયમર્યાદાનો ભંગ કરવા અંગે ગુન્હો નોંધાયો છે.

સત્યમ્ કોલોની પાસે પરેશભાઈ છગનભાઈ પટેલે પોતાની મોબાઈલની દુકાનમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. જયારે કાલાવડના મોટા વડાળામાં મુકેશભાઈ ઈશ્વરદાસ કાપડીએ પણ ગ્રાહકોની ભીડ એકઠી કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.