Abtak Media Google News

ધારાસભ્ય રાઘવજી પટેલની કૃષિમંત્રીને રજૂઆત

ગુજરાત સરકારે તા. ૧૦-૮-ર૦ર૦ ના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવમાં અનેક વિસંગતતાઓ હોવાનું જણાવી જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘજીભાઈ પટેલે રાજ્યના કૃષિ મંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ ઠરાવમાં સુધારા કરવા રજૂઆત કરી છે.

રાજ્ય સરકારના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ના તા. ૧૦-૮-ર૦ર૦ ના ઠરાવના મુદ્દા નંબર ઘ(૮)માં અનાવૃષ્ટિ વખતે બારમાસી સિંચાઈ યોજનાના કમાન એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તેમ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રની સિંચાઈ યોજનાઓ બારમાસી સિંચાઈની સગવડવાળી નથી જે વર્ષે વરસાદ ન થાય તે વર્ષમાં ડેમોમાં પાણી ભરાતું નથી જેથી ખેડૂતો પૂરક પિયત કરી ખરીફ પાક બચાવી શકતા નથી માટે મુદ્દા નં.ઘ(૮) રદ્ કરવાની જરૃર છે.

વાવણીલાયક વરસાદ તથા વાવેતર કરવામાં આવે ત્યારપછી બે વરસાદ વચ્ચેનો ગાળો ચાર અઠવાડિયા જેટલો હોય તો ખરીફ પાક નિષ્ફળ જાય છે. માટે બે વરસાદ વચ્ચેના ગાળાની સમયમર્યાદાની જોગવાઈ અનાવૃષ્ટિ માટે આ ઠરાવમાં ઉમેરવા રજૂઆત છે. તાલુકાને વરસાદનું એકમ ગણી અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવશે, પરંતુ આપણે ત્યાં વરસાદ વરસવાની ખાસિયત છૂટોછવાયો અને અનિયમિત હોવાથી તાલુકાના અમુક ગામોમાં ૧૦ ઈંચી ઓછો હોય તેવા ગામોને અન્યાય ન થાય તે માટે તાલુકાના દરેક ગામોમાં રેઈનગેજ સ્ટેશન સપવાની જોગવાઈ કરવા સૂચન છે.

સૌરાષ્ટ્રની જમીનમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ થયા પછી પ થી ૬ દિવસમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ થાય તો પાક નિષ્ફળ જાય છે, માટે ૪૮ કલાકમં રપ ઈંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઈનગેજ મુજબ નોંધાયેલ હોય તેવી જોગવાઈ કરવામાં આવી છે તેના બદલે તાલુકામાં અઠવાડિયામાં રપ ઈંચ કે તેથી વધુ વરસાદ જે રેઈગેજ સ્ટેશનમાં નોંધાય તે આસપાસના ગામોને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ કરવા સૂચન છે. કપાસ અને મગફળી જેવા પાકો ઓક્ટોબરની આતમાં પાકી જતા હોય છે. જેથી ૧ ઓક્ટોબરી ૩૦ નવેમ્બર સુધી વરસાદ થાય તો તે વરસાદને માવઠું ગણીને નુક્સાનીની સહાય કરવાની જોગવાઈ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.