Abtak Media Google News

એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા મહીલા કરદાતાને ૧પ ટકા વળતર: લાભ લેવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલનો અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૧મી એપ્રીલથી વેરા વળતર યોજનાનો આરંભ થશે જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને ટેકસમાં ૧૦ ટકા અને મહીલા કરદાતાને વિશેષ પાંચ ટકા સાથે ૧પ ટકા વળતર આપવામાં આવશે જુન માસથી અનુક્રમે પ અને ૧૦ ટકા વળતર આપવામાં આવશે મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ બજેટમાં કરેલી જાહેરાત મુજબ આ વર્ષ એડવાન્સ ટેકસ ભરનારને ભીના અને સુકા કચરાના નિકાલ માટે બે ડસબીન મફતમાં આપવામાં આવશે.

Advertisement

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે મિલ્કત વેરામાં સને ૨૦૧૬-૧૭ માં ર૩૦ કરોડના ટાર્ગેટ સામે વર્ષન્તે રૂ ૨૬૨ કરોડની આવક થયેલ તે સામે સને ૧૭-૧૮ માં રૂ ૨૫૦ કરોડના ટાર્ગેટ સામે તા. ૩૧-૩ ના રોજ પુરા થતાં વર્ષે સુધીમાં રૂ ૨૨૫.૬૦ કરોડની આવક થયેલ છે.

વાહનવેરામાં સને ૨૦૧૬-૧૭ માં રૂ ૬.૨૫ કરોડની સામે રૂ ૮.૪૦ જેવી આવક થયેલ તે સામે સને ૧૭-૧૮ માં રૂ ૮.૨૫ કરોડના ટાર્ગેટ સામે તા. ૩૧-૩ ના રોજ પુરા થતાં વર્ષે સુધીમાં રૂ ૯.૮૭ કરોડ સામે રૂ ૧૭.૭૦ કરોડની આવક થયેલ  તે સામે સને ૧૭-૧૮ માં રૂ ૨૩.૦૦ કરોડના ટાર્ગેટ સામે રૂ ૧૮.૬૫ કરોડની આવક થયેલ છે.

૨,૫૭,૭૭૩ મિલ્કત ધારકોએ તેમના વેરા ભરપાઇ કરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કામો માટે પુરતુ નાણાકીય બળ પુરુ પાડયું છે.

લોકોના સાથ સહકારથી શહેરની વિકાસયાત્રાને પ્રેરકબળ મળી રહે છે. ત્યારે લોકોને જાહેર અપીલ કરતાં ચેરમેન પુષ્કરભાઇએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૮ થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ આધારીત વેરા પઘ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે લોકો મહાનગરપાલિકામાં ભરપાઇ કરવાના થતાં જુની પઘ્ધતિ મુજબના મિલ્કતવેરાની રકમો અન વાહનવેરા વ્યવસાય વેરા કે અન્ય વેરાની રકમ તાત્કાલીક ભરપાઇ કરી શહેરની વિકાસયાત્રામાં પોતાનું મહત્વનું યોગદાન આપે તથા નિયત સમય બાદ વેરા ભરપાઇ કરવા માટે ભરવાના થતાં વ્યાજના બોજથી બચે

અત્રે ઉલ્લેખનીય છે કે ટેકસના કુલ ટાગર્ટે પૈકી ૪૦ ટકા જેટલી વસુલાત તો વેરાવળતર યોજના અંતર્ગત જ થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.