Abtak Media Google News

બાકીદારોને આકરી ચેતવણી આપતા મ્યુનિસિપલ કમિશનર: એપ્રીલ, મે અને જુન માસમાં મિલકત આકારણીની પણ કામગીરી શરૂ કરાશે

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે. કાલે રવિવારની રજા હોવા છતાં મહાપાલિકા દ્વારા મધરાત સુધી મિલકત વેરો સ્વિકારવામાં આવશે. એપ્રીલથી ફરી બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને મિલકત સીલીંગની ધણધણાતી બોલાવવામાં આવશે તેવી ચેતવણી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આપવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે રવિવારની રજા હોવા છતાં ૩૧મી માર્ચના કારણે મહાપાલિકાના તમામ સિવિક સેન્ટર, ઝોન કચેરી અને વોર્ડ ઓફિસો ચાલુ રહેશે જયાં વેરો સ્વિકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે રાત્રીના ૯ વાગ્યા સુધી વેરો સ્વિકારવામાં આવશે. જયારે ઝોન ઓફિસ ખાતે રાત્રે ૧૨ વાગ્યા સુધી વેરો સ્વિકારવામાં આવશે. જો કોઈ કરદાતા ઓનલાઈન વેરો ભરવા ઈચ્છતું હશે તો રાત્રીના ૧૨ વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે.

રીઢા બાકીદારોને ચેતવણી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, એપ્રિલ માસ અર્થાત નવા નાણાકીય વર્ષથી પણ મિલકત સીલીંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. કોર્પોરેશનની આવકમાં વધારો કરવા માટે આગામી એપ્રીલ, મે અને જુન માસ દરમિયાન નવી મિલકતની આકારણીની કામગીરી શરૂકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.