ચાય પે ચર્ચા: કોરોના મહામારી દરમિયાન સંક્રમણમાં મિથાઈલીન બ્લૂનો ઉપયોગ અને તેની અસરો પર જાણો નિષ્ણાતે શું કહ્યું…

0
128

કોરોનામાં મિથાઈલીન બ્લૂ વાપરો પણ સાવધાનીથી 

નિશ્ચિત ડોઝ કરતા વધુ પ્રમાણ ‘ઘાતક’ નિવડી શકે: રસાયણ શાસ્ત્રી ચિંતનભાઈ દોશી સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

કોરોના મહામારી દરમિયાન સંક્રમીત દર્દીઓના ઈલાજમાં ઘણી વખત મિથાઈલીન બ્લૂનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય ડોઝ ન લેવામાં આવે તો મિથાઈલીન બ્લૂ કારગત નથી નિવડતું અથવા જોખમી બની જાય છે. આવી સ્થિતિમાં મિથાઈલીન બ્લૂ કેવી રીતે અને ક્યાં સંજોગોમાં લઈ શકાય તે અંગે ‘અબતક’ના વિશેષ કાર્યક્રમ ચાય પે ચર્ચામાં રસાયણ શાસ્ત્રી ચિંતનભાઈ દોશીએ વિગતવાર માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીએ ભરડો કર્યો છે. દિન પ્રતિદિન મહામારીએ સંક્રમણની રફતાર પકડી છે ત્યારે ઘણા દર્દીઓ કોરોના નામ સાંભળીને જ ગેરમાર્ગે દોરાય જતા હોય છે. સોશ્યલ મિડિયામાં આવતા વાયરલના મેસેજની માહિતીને સાચી સમજીને ઘર ઘરાઉ ઉપચાર કરવા લાગે છે. ત્યારે આ કોરોના મહામારીમાં મિથાઈલીન બ્લૂનો ખોટોગેર ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે આવા મહામારીના કપરા સંજોગોમાં મિથાઈલીન બ્લૂનો કેવી રીતે ઉપયોગ કરવો અને આ દવાની કેવી કેવી અસરો જોવા મળે છે. તેની સંપૂર્ણ અને સચોટ માહિતી ‘અબતક’ના વિશેષ કાર્યક્રમ ચાય પે ચર્ચામાં કેમીસ્ટ્રી તજજ્ઞ ચિંતનભાઈ દોશી દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો ચાલો વિગતવાર જાણીએ મિથાઈલીન બ્લૂનો ઉપયોગ કોરોનાના દર્દીઓએ કેવી રીતે કરવો જોઈએ.

મિથાઈલીન બ્લૂની માહિતી આપતા કેમેસ્ટ્રી તજજ્ઞ ચિંતનભાઈ દોશી જણાવે છે કે મિથાઈલીન બ્લૂએ વાસ્તવમાં એક પ્રકારની ડાઈ છે. જેને આપણે કેમીકલ પણ કહી શકીએ 1960ના વર્ષથી તેનો મહદઅંશે ઉપયોગ ચાલુ છે. મિથાઈલીન બ્લુ પહેલા ઝાડ-પાનમાંથી મળતુ હતુ ત્યારે તેનો મલેરીયાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતું ત્યારબાદ ફેફસાની સારવારમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડના દર્દીઓ માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. આજી એક વર્ષ પહેલા મિથાઈલીન બ્લૂનો ઉપયોગ કોવિડમાં શરૂ થયો ત્યારે ભાવનગરના જાણીતા તબીબ ડો. દીપક ગુલવાલકર એમણે લોકોમાં મિથાઈલીન બ્લૂ પ્રત્યે જાગૃતતા લાવી હતી. ત્યારબાદ ધીમેધીમે ગ્લોબલ સાયન્ટીસ્યોની સાથે રીસર્ચ કરી વધારેમાં વધારે હજાર કોરોનાના દર્દીઓને મિથાઈલીન બ્લૂ અને અન્ય લાગતી વળગતી સારવારથી કોરોના નેગેટીવ કર્યો છે.

મિથિલિન બ્લુનું સાયન્ટીફીકલી કામ શું છે. તે મુદ્દા પર વાત કરું તો કોવિડમાં જયારે કોઇ વ્યકિતને ઇન્ફેકશન થાય ત્યારે એક ટાઇમ એવો આવે કે ફેફસામાં ઇન્ફેકશન સ્પ્રેડ થાય અને મીથ હીમોગ્લોબીન એટલે હીમોગ્લોબીન બે પ્રકારના હોય નોર્મલ હીમોગ્લોબીન જે ઓકસીજન ક્ધટેન્ટ વધારે છે. અને બીજું હીમોગ્લોબીન જે તે મીથ હીમોગ્લોબીન કહેવાય છે. ઓકસીજન ઘટાડે છે જેમ જેમ કોવિડ વધતો જાય તેમ મીથ હીમોગ્લોબીનનું પ્રમાણ વધતું જાય છે.તો મીથાઇલીન બ્લુ મીથ હીમોગ્લોબીનનું મિકેનીઝમ રીવસ કરી શકે. તે માઇલ્ડ એન્ટીવાઇરસ રીએકશન દેખાડેલાં છે. ગળામાંથી વાઇરસ એન્ટર થાય તો તેની સામે લડવામાં મદદ કરે છેલ્લા વીસ દિવસમાં બહુ બધા મેસેજીસ ફરતા થયાં. મીથાઇલીન બ્લુ એકસુલી કેમીકલ છે. જો તેનો ઓવરડોઝ થાય તો નુકશાન પણ કરી શકે.

મીથાઇલીન બ્લુને બે રીતે ઉપયોગ કરી શકીએ, એકને પ્રોફાઇલ એન્ટીકમોડ કહેવાય એટલે કે બચવા માટે હજી સુધી જેને ચેપ લાગ્યો નથી. તેના માટે ઉપયોગ કરી શકાય, બીજું ટ્રીટમેન્ટમાં ત્રણ ફેઇઝ આવે પ્રથમ જે પ્રોઝિટીવ ડીટેકટ થયો છે તો તેમને આપણે ઓરલી મીથાઇલીન બ્લુ આપી શકાય અને નેબ્યુલાઇઝરમાં આપી શકાય. બીજો ફેઇઝ આવે છે તેનું ઓકિસજન ઘટે છે અને તેને ખબર પડી કે મીથાઇલીન વધુ મારે લેવું છે તો કેવી રીતે લઇ શકાય તો તેમને નેબ્યુલાઇઝેશનના ડોઝ વધારી શકાય, નેબ્યુલાઇઝર મશીનમાં નેબ્યુલાઇઝર એડ કરી આપી શકાય.

ત્રીજા ફેઇઝમાં પેશન્ટ અનકોન્સીયસ થઇ જાય છે. તો તેમને ઓરલી અથવા નેબ્યુલાઇઝેશન ફોમમાં નથી આપી શકાય તો તેને ઇન્જેકશનના ફોર્મમાં આપવું જોઇએ. જયારે પહેલો વેવ આવ્યો ત્યારે ઇન્ડિયા લેવલે 70 ડોકટરોએ મારી સાથે ચર્ચા કરી હતી. અને બીજા વેવમાં ર60 થી વધુ ડોકટરોના કોન્ટેકટમાં આવેલો આઇસીયુમાં કેવી રીતે મીથાઇલીન બ્લુ ને ઇન્જેકટ કરવું તેની માહીતી આપું છું. સફળતાપૂર્વક ડોઝ ઇન્જેકટ કરીને પેશન્ટને વેન્ટીલેટર ઉપરની નોન વેન્ટીલેશન મોડમાં અથવા ઓકિસજનની માત્રા જે  હાઈફલો  ઓકિસજન  ચાલતો હોય તો તેમાંથી નોર્મલ ફલો ઓકિસજનમાં પણ લઈ આવે અને નેગેટીવ  સુધી પણ લઈ આવી શકાય છે.

મેથેલીન બ્લુનો આઈડીયો ડોઝ  0.1% કોન્સન્ટ્રેશન હોય. તે એટલે શું તે જણાવું  0.1ઋનો અર્થ છે.  સો એમએલ પાણીની  અંદર આપણે  0.1 ગ્રામ જેટલો પાઉડર  નાખેલો છે. કોઈ વ્યકિત પાસે એક ગ્રામ  મીથાઈલીન બ્લૂની  ડાયનો પાઉડર છે. તે આઈડયલી લેબ ગ્રેડ ઉપલબ્શ્રધ છે. આઈપી અથવા   યુએસપીની પ્યોરીટી અત્યારે ઉપલબ્ધ  નથી. મેજોરીટી  જગ્યાએ સ્ટોક આઉટ છે. લેબગ્રેડનો 0.1% કોન્સનેટ્રેશન બનાવવા માટે એક  ગ્રામ પાઉડરને એક હજાર  એમએલ એટલે એક લીટર પાણીમાં ઓગાળવામાં આવે તો 0.1% કોન્સનટ્રેશન બની જાય. જે રાજકોટમાં છે તેને મારી પાસેથી  બોટલમાં મળી જશે. તે અમે સીધો ડોઝ સેટ કરેલ છે. બધા કેસમાં આપણે 0.1% જ ઉપયોગ કરવાના છીએ.

જો પાઉડર નથી તો માકેટમાં એમ્પ્યુલ વાયલ મળે છે. ઈન્જેકશનની બોટલ મળે નોમલ કેસમાં 10 એમએલ ઈન્જેકશનની  બોટલ મળે છે. તેનું બાઈટ્રીફોલ્ટ  કોન્સન્ટ્રેશન 1% છે. તે એક એમ્પ્યુલની અંદર સો એમ.એલ. પાણી નાખે તો 0.1% બની જાય.  એટલે પાઉડરમાંથી બનાવું તો પણ 0.1% એમ્પ્યુલમાંથી બનાવું તો પણ 0.1% થાય તેને કેવી રીતે  લેવાનું તેની વાત  કરીએ. જેને પોઝીટીવ આવ્યો નથી. તે બધાને તેમાથી 2.5 એમએલ એટલે અડધી ચમચી  લઈ શકો તેને ભૂખ્યા પેટે જીભ નીચે મૂકવાની એક મીનીટ સુધી  જીભ  નીચે રાખી શકાય અને ત્યારબાદ  ગળા નીચે. રાખી  ઉતારી જવાનું ત્યારબાદ પાંચથી દસ મીનીટ પછી જમવું, હોય પાણી પીવું તે પ્રક્રિયા કરી શકો. જીભના ટીપ પર તીખુ લાગે તમતમાટ થાય તો તેને નોર્મલ ગણાય કેમીકલ છે તેથી તેની થોડી અસર લાગે.

કોરોના પોઝિટિવ આવેલ દર્દી માટે પેરેલટ ટ્રીટમેન્ટ છે છે તે ચાલુ રાખે કોઈપણ દવા બંધ કરી ને મિથેલીન બ્લુ લેવી નહીં. ડોક્ટરે જે કંઈ પણ દવાઓ લખી ને આપેલી છે તે તમામ દવાઓ લેવી ફરજીયાત છે તેની સાથે મિથેલીન બ્લુ લેવી. ખાસ તો જે વ્યક્તિ કોરોના પોઝિટિવ ડીટેક્ટ થયા હોય તેમણે સવારે 1 ચમચી મીથાઈલ બ્લુ તો લેવાનું જ છે પરંતુ તેની સાથે નેબ્યુલાઇઝર મશીન મા આવતી ડબીમાં મૂકી મશીન ચાલુ કરી નાક પાસે મૂકવુ અને નોર્મલ શ્વાસ લેવો. મશીનમાંથી ધીમે ધીમે ધુમાડા નીકળશે પરંતુ તે ગરમ નહીં હોય 12 થી 15 મિનિટ આ પ્રક્રિયા ચાલશે દવા પૂરી થતી દેખાય એટલે મશીન બંધ કરી દેવું આ માત્ર પોઝિટિવ દર્દી એ લેવું.આ પ્રક્રિયા સાંજે કરવી. શ્વાસ લેવામાં જે લોકોને તકલીફ હોય તેવા દર્દીએ ઓરલ સવાર-સાંજ ભૂખ્યા પેટે લઇ સવાર અને સાંજ બંને ટાઈમ નેબ્યુલાયઝર લેવાનું થશે . ઉપરાંત જેમનું ઓક્સિજન 80 નીચે પહોંચી જાય તો તેમને ત્રણ વખત નેબ્યુલાયઝર આપી શકાય દરેક દર્દીને મેક્સિમમ ત્રણ વખત નેબ્યુલાયઝર આપી શકાય સામાન્ય રીતે જે ડોક્ટર નેબ્યુલાયઝર દ્વારા ઈલાજ કરે છે તેમના જણાવ્યાનુસાર 24 થી 48 કલાકમાં દર્દીમાં ઓક્સિજન લેવલમાં ફેરફાર જોવા મળે છે. ખાસ તો આ સ્થિતિમાં સૌથી વધારે ડર ફાયબરોસીસ છે.મિથેલીન બ્લુ ઘણા અંશે  અટકાવી શકે છે અને ઓક્સિજનની સપ્લાય કોન્સ્ટન્ટ રાખે.સાયટોકાઈમસ્ટોન એ પણ હાલમાં મહદ અંશે જોવા મળે છે જેના કારણે ફેફસાં 90 થી 95 ટકા ડેમેજ થઈ જાય છે. આ સ્થિતિમાં ઘણા ડોક્ટરો તજજ્ઞો મીથાઈલિન બ્લુ ના ઈન્જેકશન આપે છે. ઇન્જેકશન આપવાથી સાયટોકાઇમસ્ટોનને રિવર્સ કરી શકાય. જેમાં 85 થી 95 ટકા જેવી રિકવરી જોવા મળે છે.

દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે ઇન્જેક્શન આપવામાં આવે છે. સામાન્ય પબ્લિક અત્યારે મીઠાઈલિન બ્લુ લેવાનું શરૂ કરે .પોઝિટિવ દર્દીઓ નેબ્યુલાઈઝર લેવાનું શરૂ કરે. ખાસ તો હવે 25 ટકા હોસ્પિટલો નેબ્યુલાઈઝેશન હા પાડી છે. ખાસ તો કોઈપણ સામાન્ય વ્યક્તિ જ્યારે મીઠાઈ લઈને બ્લુ લે છે ત્યારે તે દવા ક્યાં કોન્સન્ટ્રેસન માં છે તેના પરથી ડોઝ નક્કી થઈ શકે. 0.1 કોન્સન્ટ્રેસન એ દરેક વ્યક્તિ માટે સરેરાશ છે. આ ડોઝ લેવાથી હજી સુધી કોઈ પણ કોમ્પ્લિકેશન જોવા મળ્યા નથી મુંબઈના ડોકટર તો ત્યાં સુધી કહે છે કે મીથાઈલિન કારણે અત્યાર સુધી મેં કોઈ પણ દર્દીને જીવ ગુમાવતા જોયો નથી. સૌથી અગત્યનો મુદ્દો છે કે જેને આપણે અવગણીએ છીએ તો તે એ છે કે કેવા પ્રકારના દર્દીઓ આ દવા ન લઈ શકે બાર વર્ષથી નાના બાળકે આ દવા લેવી ન જોઈએ ગર્ભવતી સ્ત્રીએ આ દવા લેવી ન જોઈએ જે માતા પોતાના બાળકને દૂધ પીવડાવે છે તેમને પણ આ દવા લેવી ન જોઈએ , જીવ ,અન્નનળી, કિડની ,કેન્સરના ઓપરેશનો જેમને કરાવ્યા છે લીવર ના ઓપરેશન કરાવ્યા છે તેવા દર્દીઓએ આ દવા ન લેવી. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી આ દવા લઈ શકે છે. કોઈપણ ડોક્ટર જી6પીડેફિઝિયનસી ડેફિસીયનસી ટેસ્ટ કર્યા બાદ  જ આ દવા ઈન્જેક્ટ કરવી.કારણ કે  ઈન્જેકશન દ્વારા દવા શરીમ જજાય ત્યારે રીએકશન આવે છે. પરંતુ ઓરલી લેવાથી નથી આવતું.

ઘણી વખત એવું બને છે કે મિથાઈલિન લીધા બાદ મોઢું બે કલાક સુધી બ્લુ રહે અને ઓછું પાણી પીતા હોય તેવા લોકો ના પેશાબ નો કલર લાઈટ બ્લુ તો બ્લુ હોઈ શકે. છતાં પણ કોઈ વ્યક્તિને આડ અસર લાગે તો તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો. ખાસ તો હાલની સ્થિતિમાં પ્રાથમિક રીતે બોડીને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. ત્યારબાદ તાવ આવે શ્વાસ ન લેવાય તો તુરંત ડોક્ટર નો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી. સામાન્ય વ્યક્તિએ પણ સવારે ભૂખ્યા પેટે મીથાઈલિન બ્લુનો ડોઝ લેવો જ જોઈએ. અત્યારે સ્થિતિ એવી છે કે માણસને જ્યાં પણ બચવા માટે સ્કોપ દેખાય છે ત્યાં માણસ દોડે છે માણસો અત્યારે મીથાઈલિન બ્લુ નો  ખૂબ ઉપયોગ કરી રહ્યા છે જે સારી બાબત છે. લોકોના જે રીતે ફીડબેક મળ્યા છે એને જોતા ખૂબ સારી અસર જોવા મળી રહી છે સામાન્ય વ્યક્તિ ભલે ગમે તેટલા પ્રિકોશન રાખે પરંતુ સાથોસાથ મીથાઈલિન બ્લુ પણ લેવું જોઈએ. ખાસ તો હાલમાં 80 ટકા લોકો કોરોના સામે માનસિક લડત હારી જાય છે ત્યારે તેવા લોકોને હું એટલું કહેવાય છે કે કોરોના થી ડરવાની જરૂર નથી પૂરતા પ્રિકોશન લઈને કોરાણા ને હરાવી શકે છે. સમગ્ર દેશ કોરોનાથી ઝઝૂમી રહ્યો છે ત્યારે અમારા બનતા પ્રયત્નો કરીએ છીએ પરંતુ તમારે પણ પૂરતી કાળજી રાખવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિને મીથાઈલિન બ્લુ અંગે કંઇ પ્રશ્ન હોય તો મારો સંપર્ક કરી શકે છે. કોરોનાથી બચવા માટે ઉપયોગી એવું મિથાઈલીન બ9યુ લિકવીડ રાજકોટમાં નિ:શુલ્ક મેળવવા માટેકોરોનાથી બચવા માટે ઉપયોગી એવું મિથાઈલીન બ9યુ લિકવીડ રાજકોટમાં નિ:શુલ્ક મેળવવા માટે

 

ચિંતનભાઈ દોશી –  8530331097 (ઇન્દિરા સર્કલ)

જયભાઈ શાહ – 9724077427 (એરપોર્ટ રોડ – સવારે 11-2 , સાંજે 5-8)

ધવલભાઈ સિમેજિયા મો.9904325008 (પેલેસ રોડ)

નિશિત લેબ (મોટી ટાંકી ચોક) મો.9924777776

નિલેશભાઈ શેઠ -9228473455 (ગોંડલ રોડ, લોહાનગર) ( સવારે 10 થી -1 )

મધુસૂદનભાઈ શાહ – 9426898846 (રૈયા રોડ) (સવારે 10-1 , સાંજે 5-8)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here