Abtak Media Google News

ખેલમહાકુંભ,નર્મદારથ સહિતના સરકારી કાર્યક્રમોનો વિરોધ કરવા રણનીતિ ઘડવા આત્મીય કોલેજમાં ૫૦૦૦ શિક્ષકો એકત્રિત થશે

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને સાતમું પગારપંચ મળ્યા બાદ હજુ પણ અનેક પડતર પ્રશ્નો બાકી હોય શિક્ષકો દ્વારા ખેલમહાકુંભ,નર્મદારથ સહિતના કાર્યક્રમોનો બહિસ્કાર કરવા માટે આગામી ૨૨ ને શનિવારે રાજકોટ ખાતે શિક્ષકોનું મહાસમેલન બોલાવ્યું છે જેમાં સરકાર સામે લડી લેવા નવી રણનીતિ ઘડી કઢાશે.

ગઈકાલે જેતપુર ખાતે મળેલી શિક્ષક સંઘની બેઠકમાં મોરબી સહીત સૌરાષ્ટ્રભર ના ૧૧૦ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને  સરકારે સાતમું પગારપંચ આપતા આભાર ઠરાવ કરી શિક્ષકોની પડતર મંગણીઓનો ઉકેલ લાવવા નવેસર થી લડત આપવા નીર્ધાર કર્યો હતો.

ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમીતીના પ્રવકતા પંકજભાઇ કે.પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર ઝોનના કુલ અગિયાર જીલ્લા રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથની સંલકન સમીતીના પદાધિકારીઓની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો અને કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે ચાલી રહેલ આંદોલનના ભાગરુપેની મીટીંગ  ધવલ એકેડમી, જેતપુર ખાતે મળી હતી. જેમાં ગ્રાન્ટેડ શાળાઓના ૧૧૦ કરતાં વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમાં સૌ પ્રથમ રાજય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને સાતમા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરવા બદલ આભારદર્શન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સાથે સંકલનની પડતર માંગણીઓ જેવી કે આચાર્યથી માંડીને સેવક સુધીના ૯૦૦૦૦ કરતાં વધુ કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો લાભ જે સરકાર કર્મચારીઓને આપવામાં આવેલ છે તે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને અપાયેલ નથી. સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૫૦૦ કરતાં વધુ શિક્ષકોની ભરતી બાકી છે. તેમજ ખેલ મહાકુંભ, કલા ઉન્સવ, ખરા અર્થમાં સાર્થક કરવા માટે ત્રણ શાળા વચ્ચે એક વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકની ભરતી કરવા અંગે ખેલ મહાકુંભ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકા વિસ્તારમાં મેદાનની સગવડ આપવા અંગે ફિકસ પગારના સરકારી કર્મચારીઓને તા. ૧૮/૧/૨૦૧૭ થી વધારો આપવામાં આવેલ છે. તે ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૦૦૦૦ કરતાં  વધુ કર્મચારીઓનો સમાવેશ કરવા અંગે પ્રાથમીક શાળામાં પતિ-પત્નીના બદલીના કિસ્સામાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓનો સમાવેશ કરવા અંગે ૧૫૦૦ કરતાં વધુ આચાર્યોનીભરતી કરવા અંગેની માંગણી હજુ ઉકેલાઇ નથી. આ ઉપરાંત તા. ૨૨/૨/૧૯૯૯ના ઠરાવ અનુસાર વહીવટી કર્મચારીઓનું મહેકમ જાળવી રાખવા અંગે ધો.૧૧-૧રની એક એક વર્ગની શાળામાં પ +૧ ઉઘોગ શિક્ષક આપવા અંગે સુપરવાઇઝર એલાઉન્સ ૧૦૦૦ ‚પિયા આપવા અંગે આચાર્ય એલાઉન્સમાં વધારો કરવા અંગે ધો. ૯-૧૦ ની એક વર્ગની શાળામાં આચાર્ય ઉપરાંત ત્રણ શિક્ષક આપવા અંગે એક એક વર્ગની શાળામાં સરકારી હાજરી રદ કરવા અંગે મોંધવારી આધારિત ગ્રાન્ટનીતિનો ઉકેલની માંગણીને વેગવંતી બનાવવા અને સંકલન સમીતીએ આપેલ આદેશ અનુસાર ખેડ મહાકુંભ નર્મદા ર, કલાકુંભ જેવા કાર્યક્રમોનું રજીસ્ટ્રેશન ન કરવા સૌરાષ્ટ્ર ઝોનના સંચાલકો, આચાર્યો માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકો, વહીવટી કર્મચારીઓનું મહાસંમેલન તા. ૨૨/૭/૨૦૧૭ ને શનિવારે ૩ કલાકે આત્મીય કોલેજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.