Abtak Media Google News

બાળકને માતા તરફથી મળેલી ભાષા,પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા.જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા ત્યારે ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8ના છાત્રોને ગુજરાતી ભણાવવું અને શિખવવું ફરજિયાત બનાવાનું બની ગયું છે. વિધાનસભામાં રજુ કરાયેલા આ બીલને  સર્વાનુમતે બહાલી મળી છે.

ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું છે. અત્યારે વિધાનસભામાં તેના પર ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે.

ગુજરાતમાં કેટલીક ખાનગી શાળાના સંચાલકો ગુજરાતી ભણાવતા જ નથી તેવી વાલીઓની ફરિયાદ અને હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાતી શિખવવું ફરજિયાત કરવાનું વિધેયક લાવવા માટે કેબિનેટ દ્વારા બહાલી આપવામાં આવી હતી. દરમિયાન આજે વિધાનસભામાં ધોરણ-1 થી 8 છાત્રોને શાળામાં ગુજરાતી શિખવવું ફરજીયાત કરાવું વિધેયક પ્રસાર કરવામાં આવ્યું હતુ  જેમાં કેટલીક આકરી જોગવાઇઓ કરવામાં આવી છે.

જો કોઇ શાળા ગુજરાતી નહી શિખવતી હોય તેવું માલુમ પડશે કે શાળા આવુ કૃત્ય કરતી પકડાશે તો પ્રથમ વખત શાળાને 50 હજાર રૂપીયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરશે તો 1 લાખનો દંડ કરાશે. તમામ શાળામાં ધોરણ-1 થી 8ના છાત્રોને ગુજરાતી ફરજિયાત ભણાવવાનો નિયમ રાજ્યની તમામ શાળાઓ અને તમામ બોર્ડને લાગુ પડશે. જો કોઇ શાળા ત્રીજી વખત નિયમ ભંગ કરતી પકડાશે તો તેને રૂા.2 લાખનો દંડ ફટકારવામાં આવશે.

ત્રણ વખત કે તેથી વધુ વખત જો કોઇ શાળા ગુજરાતી ભણાવવાના નિયમનો ભંગ કરતી પકડાશે તો તેની શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્ કરવામાં આવશે. વિધેયકના નિયમોમાં આકરો દંડ અને માન્યતા રદ્ કરવા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાના સંચાલકને જેલની સજાની પણ જોગવાઇ રાખવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.