Abtak Media Google News

પ્રારંભિક બાળ અભ્યાસક્રમના પ્રથમ પાંચ વર્ષના તબક્કા વિષયક વિશેષ સજ્જતા કરાવાશે શ્રવણ-કથન અને લેખન કૌશલ્યો વિકસાવાની વિવિધ પધ્ધતિઓથી માહિતગાર કરાશે

 

ચેઇન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા જૂન-2023થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર માટે નવી શિક્ષણનીતિ સંદર્ભે શિક્ષકો જ્ઞાન-માહિતી સાથે સજ્જ કરવા સરકારી-ખાનગી શાળાનાં શિક્ષકો માટે તાલિમ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં ત્રણ વર્ષ પ્રિ.-સ્કુલ અને ધો.1-2 માટે વિશેષ શ્રવણ-કથન-લેખન-કૌશલ્યો સંદર્ભે શિક્ષકોને તાલિમબધ્ધ કરાશે તેમ સંસ્થાના ચેરમેન અને જાણિતા ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરૂણ દવેએ જણાવ્યું છે. નવી શિક્ષણ નીતિને કારણે નવા સત્રથી ઘણા ફેરફાર આવતાં હોય શિક્ષકોએ તે બાબતે અને જોયફૂલ લર્નીંગની વિવિધ ટેકનીક વિશે જાણવાની જરૂર ઉભી થઇ હોવાથી શિક્ષકોને સજ્જતા કેળવવી પડશે.

સમગ્ર આયોજન તાલિમમાં તજજ્ઞો તરીકે અરૂણ દવે – સહ અભ્યાસિક પ્રવૃતિ, પૂર્વ પ્રાચાર્ય ડાયેટ રાજકોદ વી.ઓ.કાચા- જોયફૂલ લર્નીંગ અને પૂર્વ પ્રાચાર્ય ડાયેટ જામનગર કૃતાર્થ રીંડાણી શિક્ષકોને તાલિમ અપાશે. ચિત્રકલા, વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ બાબતે જીલ્લા ચિત્રકલા સંઘના પ્રમુખ રજની ત્રિવેદી માહિતી-તાલીમ આપશે.

રાજકોટ શહેર જીલ્લાની પ્રિ-સ્કૂલ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઇસ્કૂલ અને હાયર સેક્ધડરી શાળાનાં સંચાલકો આચાર્ય આ પ્રકારની તાલિમ યોજવા પ્રોજેક્ટના ચેરમેન અરૂણ દવે- 98250 78000 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. વાંચન-ગણન-લેખન-કૌશલ્યોના વિકાસ સાથે શ્રવણ-કથન પણ જરૂરી હોવાથી બૂનિયાદી શિક્ષણ પાયાથી પાક્કું થાય તે જરૂરી છે. આ તાલિમનાં પ્રારંભે શિક્ષકોની ટેસ્ટ પણ લેવામાં આવશે. આજના સ્કિલ બેઝ એજ્યુકેશનનું મહત્વ વધારે હોવાથી શિક્ષક સજ્જતા સાથે બાળકોની શાળા તત્પરતા ખૂબ જ જરૂરી છે. બહારગામ પણ આવી તાલિમનું આયોજન કરી અપાશે. તાલિમ તજજ્ઞો છેલ્લા ચાર દાયકાથી શિક્ષણ જગત સાથે જોડાયેલા હોવાથી તાલિમની ગુણવત્તા શ્રેષ્ઠત્તમ ગણી શકાય.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.