Abtak Media Google News

હોસ્પિટલમાથી ઘરે પરત ફરતા પરિવારજનો-સ્ટાફ દ્વારા ઉમળકાભેર સ્વાગત

સૌરાષ્ટ્રની નામાંકિત ટ્રાવેલ્સ કંપની કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર ૧૫ દિવસ પૂર્વ જ કોરોનાથી  સંક્રમીત બન્યા બાદ રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ હતા. ગઇકાલે ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફરતા તેમનું પરિવારજનો તથા પાડોશીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

Advertisement

પ્રર્વતમાન સમયે દુનીયાભરમાં કોરોનાની પરિસ્થિતીનો ભોગ લોકો બની રહ્યા છે ત્યારે થોડા દિવસ પૂર્વ રાજકોટની જાણીતી ટ્રાવેલ્સ કંપની કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલભાઇ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર કોરોનાથી સંક્રમણી બનતા તેમને રાજકોટની ક્રાર્ઇસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયારે જસપાલભાઇ તોમર સહીર પરિવારના ૯ સભ્યોને હોમ કોરાઇન્ટેઇન કરાયા હતા. કોપોરેશન તંત્ર દ્વારા તેમના રહેણાંક તથા ઓફિસને સલામતીના ભાગપે બંધ કરવામાં આવ્યા હતા.

જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલ ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાઘર જોમન થોમાના તબીબી ટીમના ડો. વિત પટેલ, ડો. તેજ ચૌઘરી, ડો. રોમીત પટેલ, ડો. રવિરાજ ડોડીયા તથા હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન ટીમના ડો. જીતેન કકકડના માર્ગદર્શન હેઠળ થયેલ સારવારના પરિણામે તેજપાલ તોમર કોરોના મૂકત બન્યા હતા. અત્રે નોંધનીય છે કે ક્રાઇસ્ટ હોસ્પિટલે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હતી. જે મુજબ તેજપાલ તોમરની સારવાર માટે કોઇ ખર્ચ કે ચાર્જ વગર સેવા આપી હતી.

તેજપાલ તોમર કોરોના મૂકત બની હોસ્પિટલથી ડીસ્સાર્જ થયા ત્યારે કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના જસપાલસિંહ તોમરે ક્રાઇસ્ટ હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં હોસ્પિટલને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. કોરોના મૂકત બન્યા બાદ તેજપાલસિંહ તોમરનું પરિવારજનો, ઓફિસ સ્ટાફ, પાડોશીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીએ અનેક લોકોને સકંજામાં લીધા છે. રાજકોટમાં પણ ૧૬૪ લોકો મહામારીનો ભોગ બની ચુકયા છે ત્યારે કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર ૧૫ દિવસ પૂર્વ જ કોરોનાથી  સંક્રમીત બન્યા બાદ રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ હતા. ગઇકાલે ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફરતા તેમનું પરિવારજનો તથા પાડોશીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.