મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ટ્રકે ઠોકર મારતા તુફાન ગાડી પલ્ટી મારી જતા ચાર મહિલા સહિત ૬ને ઇજા : માલિયાસણ ગામ પાસે રેતી ભરેલો ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા ચાલક સહિત ચાર ઘવાયા

રાજકોટમાં બે અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં માલિયાસણ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરની પાછળ કાર ઘુસી જતા ચાર લોકોને ઇજા થવા પામી હતી. જ્યારે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ટ્રકે ઠોકરે લઈ તુફાન ગાડીને પલટી મરાવી દેતા ચાર મહિલા સહિત ૬ લોકોઘવાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બન્ને અકસ્માતના બનાવોમાં પોલીસે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવ્યા બાદ અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગ્રીનલેન્ડ ચોકડી થી અમદાવાદ સુધી સિક્સલેન હાઇવે બની રહ્યો છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જવાના કારણે અવાર નવાર અકસ્માતની ઘટનામાં લોકોના મોત નિપજતા હોય છે.ત્યારે માલિયાસણ ગામ પાસે પુરપાટ ઝડપે જતા રેતી ભરેલા ટ્રકે અચાનક જ  બ્રેક મારતા પાછળથી આવતી ઇકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલક સુનિલ રાજેન્દ્ર ચૌહાણ ( ઉ.વ ૩૫ ) , શિવાનંદ શ્યામભાઈ ચૌહાણ ( ઉ.વ ૨૬) , આઝાદ બીસકર્મા ( ઉ.વ ૨૮) , રામક્રિપાલ ચોરસિયા ( ઉ.વ ૨૦ )ને સ્થાનિક લોકોએ બહાર કાઢી ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ચારેય શ્રમિકો પોતાની કારમાં બેસી જીયાણા ગામથી મંજૂરી કામ પુર કરી માલિયાસણ ગામે પરત ઘરે જતા હતા. જ્યારે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે પુરપાટ ઝડપે જતા ટ્રકે  ઠોકર મારતા  તુફાન કાર પલટી મારી જતા મૂળ મધ્યપ્રદેશના કેશરીલાલ દેવરામ ચોપડા ( ઉ.વ ૫૮) , મહાવીર ભાઈ ચેતરામ ગુર્જર ( ઉ.વ ૫૮) , મંગળાબેન કેશરીલાલ ચોપડા ( ઉ.વ ૫૮ ), કનચનબેન મહાવીર ગુર્જર ( ઉ.વ ૫૬), સુંદર હીરા લાલ ગુર્જર ( ઉ.વ ૪૫), રાધાબાઈ નિતીનલાલ ગુર્જર ( ઉ.વ ૫૦) ને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે ટ્રક રાજકોટ થી મોરબી જતો હતો અને તુફાન કાર માધાપરથી અમદાવાદ જતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.