Abtak Media Google News

વસુદેવ કુટુંબકમ.. વિશ્વ શાંતિ અને એકતાનું પૌરાણિક પૌરાણિક કાળથી લઈ આજ દિન પર્યત મહત્વ છે અને રહેશે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત માનવ માનવ વચ્ચે ના સમાજ સંબંધ અને ભાઈચારાનું સૌથી વધુ મહત્વ સમજે છે અને દુનિયાને પણ અમન શાંતિનો સંદેશો પાઠવે છે દુનિયાને હવે વિકાસ આર્થિક સુધરતા ની સાથે સાથે શાંતિની કિંમત સમજાય છે.

દુનિયામાં કોઈ પણ બે દેશો વચ્ચે ઉભો થયેલો તનાવ યુદ્ધમાં ઉતરેલા એ બે દેશો પૂરતો જ મર્યાદિત રહેતો નથી, પ્રથમ વિશ્વયુદ્ધ બીજુ વિશ્વયુદ્ધ એ વાતની સાબિતી છે કે આખી દુનિયાએ યુદ્ધની કિંમત પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ચૂકવી હતી જે દેશો સીધા યુદ્ધમાં હોમાયા ન હતા તેઓએ પણ યુદ્ધની કિંમત ચૂકવી છે અત્યારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ઊભા થયેલા બનાવે દુનિયા આખી ના દેશોની ચિંતા વધારી છે સીરિયામાં ઈરાની દુથાવાસ પરના હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયેલ પર ડ્રોન હુમલો કર્યો ઇઝરાયેલી મિસાઈલો ઈરાન પર  દાગવામાં આવી રહી છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ આ યુદ્ધ બંને દુશ્મનો ના મિત્રો અને હરીફો વચ્ચે વહેંચાઈ જાય અને વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તેનો સમગ્ર વિશ્વને ડર સતાવી રહ્યો છે.

ઈરાન હાલમાં એકલપન્ડે લડી રહ્યું છે પરંતુ ઈરાનને રસિયા અને ચીનનું મૌલિક સમર્થન હોય તેવું તજજ્ઞ આશંકા કરી રહ્યા છે બીજી તરફ અમેરિકા બ્રિટન ફ્રાન્સની આખી લોબી ઇઝરાયેલ સાથે ઉભી છે ઈરાનને મુસ્લિમ દેશોનો પૂરતો સપોર્ટ છે તો ઈરાન વિરોધી અખાતના દેશો ઇઝરાઇલ ને ફાયદો થાય તેવી વેતરણ માં રહેલા છે ઈરાન ઇઝરાયેલના તનાવથી ક્રૂડ ઓઇલ અને વિશ્વ વેપારમાં મોટી ઉથલપાથલ ની દહેશત સેવાઈ રહી છે.

ભારત સહિતના શેરબજારોમાં ની અસર જોવાઈ રહી છે અને દેશી અને વિદેશી મૂડી રોકાણકારો પોતાની મૂડી ગભરાટના કારણે પાછી ખેંચવા માંડે તો દુનિયાભરના શેરબજારોમાં મોટા આજકા આવે સોનુ અને ક્રૂડ યુદ્ધના ભણકારા વચ્ચે ભડકે બળે તેવી સ્થિતિ નો અનુસાર આવી રહ્યો છે ત્યારે ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધ જેવા સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.