Abtak Media Google News

ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડલ બનાવવાના અવિરતપણે ચાલી રહેલા અભિયાન ગુજરાતમાં પૂરબહારમાં ખીલ્યું છે રાજ્યમાં દેશ નહીં પરંતુ વિશ્વ કક્ષાના નજરાણાઓ ઉભા થઈ રહ્યા છે રાજ્યના દરિયા કાંઠે બીચ કલ્ચર ના વિકાસ પ્રાણીસંગ્રહાલયો ઉદ્યાન અને અભ્યારણ નો સતત ઉમેરો થઈ રહ્યો છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન માટેના સ્ટેશનનો સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન વચ્ચે યાર્ડ એરિયામાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે.

Advertisement

વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન મોદી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે તેવી શક્યતા

1500થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ, હોટેલ, બુક સ્ટોલ, સ્વિમિંગ પૂલ પણ હશે

બુલેટ ટ્રેન માટે આ સાબરમતી સ્ટેશન એ ટર્મિનલ સ્ટેશન હોવાથી તેની નજીકમાં જ લોકોને એક જ જગ્યાએથી ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ સહિત અન્ય ખાનગી વાહનોની કનેક્ટિવિટી મળી રહે તે માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે.

મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતા છે. બિલ્ડિંગમાં હોટેલ, રેસ્ટોરાં, બુક સ્ટોલ, ગાર્ડન સહિત અન્ય સુવિધા હશે. બિલ્ડિંગના ત્રીજા માળે પેસેન્જરો બેસી શકે તે માટે કોન્કોર એરિયા છે જ્યાં પેસેન્જરો બેસીને ચા-નાસ્તો કરી શકશે અને ત્યાંથી જ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન કે મેટ્રો સ્ટેશને સીધા જઈ શકશે. જ્યારે એ બ્લોકમાં કોન્કોર એરિયાની ઉપર વધુ 6 માળ છે, જેમાં વેઈટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ઓફિસો શરૂ કરાશે. જ્યારે બ્લોક બીમાં હોટેલ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં હશે.

હબની વિશેષતા

  • કુલ ખર્ચ 350 કરોડ રૂપિયા
  • કુલ એરિયા 6 હેક્ટર
  • બિલ્ટઅપ 80 લાખ વર્ગફૂટ
  • બેઝમેન્ટ સહિત ચાર માળનું પાર્કિંગ
  • 1500 ફોરવ્હીલર, ટુવ્હીલરનું પાર્કિંગ
  • ત્રીજા માળે કોન્કોર એરિયા 60687 વર્ગ ફૂટમાં સ્ટેપ ગાર્ડન
  • 13 લિફ્ટ, 8 એસ્કેલેટર, 2 ટ્રાવેલેટર
  • હોટેલ, રેસ્ટોરાં, બુક સ્ટોલ

સ્વિમિંગ પૂલની સુવિધા

એક જ ટર્મિનલમાંથી બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને રેલવે સ્ટેશન જઈ શકાશે, બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ પણ પૂરજોશમાં

આ બિલ્ડિંગની સાથે સાથે સાબરમતી જેલરોડ અને ધર્મનગર સ્ટેશનને ફૂટ ઓવરબ્રિજ અને ટ્રાવેલેટર સાથે જોડાશે. હબને મેટ્રો અને બીઆરટીએસ સ્ટેશન સાથે ફૂટ ઓવરબ્રિજથી જોડાયાં છે.

ટિકિટ વિન્ડો

આ હબમાં એક જ જગ્યાએથી પેસેન્જરોને બુલેટ ટ્રેનની ટિકિટ બારીની સાથે રેલવે ટિકિટ બારી, મેટ્રો ટિકિટ બારી, બીઆરટીએસની ટિકિટ બારીની સુવિધા8 એસ્કેલેટર, 2 ટ્રાવેલેટર, 13 લિફ્ટ હશે આ હબને હાલ 13 લિફ્ટ, 8 એસ્કેલેટર, 2 ટ્રાવેલેટર, સીસીટીવી, આગથી સુરક્ષાના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.

કોઈ પણ ટ્રેન પકડવા આ કોરિડોરથી પસાર થવું પડશે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાંથી બુલેટ ટ્રેન, મેટ્રો કે સાબરમતી સ્ટેશનથી ટ્રેન પકડવા માટે 300થી 600 મીટર જેટલું ચાલીને જવું પડશે. તે માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.