Abtak Media Google News

માણાવદર પાલિકા ૧.૪૦ કરોડનું વીજ બિલ નહીં ભરે તો અંધારપટ

૭૨ કલાકમાં બિલ ભરવા માણાવદર પાલિકાને પીજીવીસીએલની નોટિસ

માણાવદર નગરપાલિકાને પીજીવીસીએલ એ રૂ.૧૪૦.૯૭  લાખથી વધુના બાકી  વીજ બિલ ભરવા માટે ૭૨ કલાકનું અલટીમેટ આપેલ છે અને જો ૭૨ કલાકમાં બાકી બિલ ભરવામાં નહિ આપે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવતા માણાવદરમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ માણાવદર નગરપાલિકાનું ઘણા લાંબા સમયથી રૂ.૧૪૦.૯૭ લાખ જેવું ચડત વીજ બિલ બાકી હતું અને આ માટે વીજ કંપની દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી પરંતુ વંથલી નગરપાલિકા દ્વારા આ વીજ બિલ ભરવામાં નહી આવતાં ગઈકાલે પીજીવીસીએલ દ્વારા માણાવદર પાલિકાને એક આખરી નોટિસ પાઠવવામાં આવી છે.

આ નોટીસમાં વીજ કંપનીએ માણાવદર નગરપાલિકાને ૭૨ કલાકમાં વીજ ભરી દેવા તાકીદ કરી છે અને જો તા. ૨૦/૧૨/૨૦ સુધીમાં બિલ ભરવામાં નહી આવે તો, વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી સખત તાકીદ પણ કરવામાં આવી છે.

માણાવદર પાલિકાને વીજ કંપનીએ નોટિસ પાઠવતા માણાવદરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આ બાબતે ભાજપ તથા  કોંગ્રેસ દ્વારા સામસામા આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજી બાજુ આ બાબતની નગરજનોને જાણ થતા લોકોમાં ચિંતા વ્યાપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.