Abtak Media Google News

જીલણા એકાદશી નિમિત્તે રાણીવાસના બાલસ્વરૂપ રાજાધિરાજ દ્વારા નગરભ્રમણ કરી પવિત્ર કકલાશ કુંડમાં સ્નાન

Whatsapp Image 2023 08 28 At 10.11.19

પવિત્ર એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકા સ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કકલાશ કુંડ પણ કહેવાય છે તેમાં સ્નાન કરાવવામાં આવે છે.

Whatsapp Image 2023 08 28 At 10.11.21

આ ઉત્સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૂગરાજાનો ભગવાન શ્રીકૃષ્ણે ઉધ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરૂપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન-અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. આજના પવિત્રા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે.

Whatsapp Image 2023 08 28 At 10.11.20

                            દ્વારકાધીશ એ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બાન અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્વરૂપ શહેર ભ્રમણ કરે છે. અને દ્વારકા પોલીસ તેમજ એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે પણ રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય તથા વિજયભાઈ ઉપાધ્યાય વગેરે દ્વારા શાહી ઠાઠ સાથે ઠાકોરજીની પાલખી કાઢી વાજતે ગાજતે કકલાશ કુંડ પહોંચી તમામ શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર જીલણા એકાદશીની ઊજવણી કરવામાં આવી હતી.

 

મહેન્દ્ર્ કક્કડ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.