Abtak Media Google News

સૌરાષ્ટ્રના વૈષ્ણવાચાર્યો અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે: વી.વાય.ઓ. પરિવાર તથા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ સમિતિ દ્વારા વૈષ્ણવો અને ભાવિકોને ઉપસ્થિત રહેવા અપીલ

પુષ્ટિ સંપ્રદાયનું સ્થાપન કરનાર શ્રીમદ વલ્લભાચાર્યજીની ૧૮મી પેઢીના વંશજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયનો ૩૨મો જન્મદિવસફ રાજકોટમાં કારતક વદ બીજે, ૫, નવેમ્બરને રવિવારે ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મૌવા સર્કલ પાસેના સિલ્વર હાઈટસની સામેના વિશાળ મેદાનમાં ઉજવાશે. આ અવસરે પૂ.શ્રી.ના અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુજી પ્રવર્તિત શુઘ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાચાર્યવર્ય વાકપતિ પીઠાધિશ્ર્વર પૂ.પા.ગો.૧૦૮ મથુરેશ્ર્વરજી મહારાજના પ્રેરક અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભનું વડોદરા-સુરતના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ દ્રુમિલકુમારજી મહોદય ઉદઘાટન કરશે, આ પ્રસંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વલ્લભકુળના વૈષ્ણવાચાર્યો હાજરી આપશે. આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી હાજરી આપીને પૂ.શ્રી.ના જન્મદિન નિમિતે શુભકામનો પાઠવશે.રવિવારે યોજાનાર ઉત્સવની વિશેષ વિગતો આપતાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની રાજકોટ શાખાના રાકેશભાઇ દેસાઇ જણાવે છે કે, મનને આનંદીત કરે એવા સુશોભિત વિશાળ પરિસરમાં બપોરે ૪.૩૦ ભજન સંઘ્યાનું ભવ્ય આયોજન કર્યુ છે. જેમાં સુપ્રસિઘ્ધ કલાકાર નિધિ ધોળકીયા અને તેમનું વૃંદ શ્રી કૃષ્ણ ભકિત ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને ભાવ વિભોર કરશે. ઉત્સવના આગળના ઉપક્રમમાં સાંજે પ વાગ્યે પૂ. વ્રજરાજકુમારજી મહોદય સન્મુખ વલ્લભકુળ પરિવારના સાન્ન્ઘ્યિમાં બ્રહ્મદેવતાઓ દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર માર્કન્ડેય પુજન વિધિ સંપન્ન થશે. સાંજે ૬ વાગ્યે સમારંભમાં ઉ૫સ્થિત વિવિધ ક્ષેત્રના સંસ્થાઓના ગણમાન્ય મહાનુભાવો દ્વારા પૂ.શ્રીનું અભિવાદન કરીને ૩રમા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવશે. સાંજે ૭ વાગ્યે પૂ. ઠાકોરજીના સુખાર્થે ભવ્ય રંગમહલના મનોરથનું આયોજન છે. જેમાં જલેબીનો મહાભોગ મનોરથ ઉજવાશે. ઉત્સવના અંતિમ ચરણોમાં પૂ.શ્રીના કેસર સ્નાન અને ઉત્સવમાં ઉ૫સ્થિત સૌને મહાપ્રસાદ પીરસાશે.રાજકોટના આંગણે પ્રથમ વખત યોજાઇ રહેલા મંગલ અવસરે સમગ્ર ભાવિક સૃષ્ટિને અલૌકિક આનંદ માણવા પધારવા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પરિવાર અને શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ સમીતીએ સૌની અપીલ કરી છે.પત્રકાર પરિષદમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પદાધિકારઓ અશોકભાઇ ભટ્ટ, ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશ ઉકાણી, જગદીશભાઇ કોટડીયા,  રાકેશભાઇ દેસાઇ, નાથાભાઇ કાલરીયા, કિશોરભાઇ ભાલાળા, મનસુખભાઇ ઝાલાવાડીયા, જેડી કાલરીયા, પ્રવિણભાઇ કનેરીયા, અરવિંદભાઇ શાહ, જયેશભાઇ વાછાણી, દિનેશભાઇ કાસુન્દ્રા, મહેન્દ્રભાઇ ફળદુ, ધમેન્દ્રભાઇ ફળદુ, શૈલેષભાઇ ધાધરા, જીતેનભાઇ સોની, ધમેન્દ્રભાઇ ગોર, કાંતિભાઇ ગોવાણી, હેમંતભાઇ પટેલ, જયેશભાઇ કોટડીયા તેમજ કેયુરભાઇ શાસ્ત્રી સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.