Abtak Media Google News

ભારતનો ‘ગરાસ’ લૂંટાયો

ભારત માટે હાલ ખુબ મોટી તક સાંપડી છે. કોરોના મહામારીને કારણે જે રીતે ચીને સમગ્ર વિશ્વમાંથી વિશ્વસનીયતા ગુમાવી છે. તેવા સંજોગોમાં ભારત માટે વિશ્વ ફલકે છવાઈ જવા માટે ઉજળા સંજોગો સામે આવી રહ્યાં છે તે તરફ હાલ ભારત આગળ પણ વધી રહ્યું છે પરંતુ ચોકાવનારી બાબત એ છે કે, ભારત હરહંમેશ માટે સંશોધન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. પણ સંશોધન કર્યા બાદ પેટર્નની મોનોપોલી લેવામાં ભારત ક્યાંક જાગૃત નહીં હોવાથી છેલ્લા ૧૩ વર્ષમાં સંશોધન થયેલી ૭૬ ટકા પેટર્નની મોનોપોલી વિદેશ પોતાના નામે કરી ગયું છે.

Advertisement

ભારત હરહમેશ સંશોધન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. શુન્યનું સંશોધન પણ ભારતમાં થયું હતું. પરંતુ સંશોધન કર્યા બાદની જે પ્રક્રિયા કરવાની હોય છે તેમાં ક્યાંક ભારત ઉણુ ઉતરતું હોય તે બાબત સામે આવી રહી છે. જે રીતે હાલ આંકડા પ્રાપ્ત થઈ રહ્યાં છે તે મુજબ સંશોધન કર્યા બાદ પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવવાની જાગૃતિના અભાવે મોટાભાગની શોધ વિદેશ પોતાના નામે કરી લે છે. દરેક દેશ પેટર્ન અરજીઓમાં અગ્રેસર હોય છે. પરંતુ તેની સામે ભારતમાં નોંધાતી પેટર્ન વિદેશ કે પરદેશમાં રહેતા નાગરિકોના નામે નોંધાતી હોય છે. મોટાભાગની પેટર્ન વિદેશી પેઢીઓના નામે નોંધાયેલી છે. જોકે ભારતીય અરજદારોની સંખ્યા પણ હવે જાગૃતતા આવતા વધી રહી છે. હાલ સુધી વર્ષ ૨૦૦૫-૬ અને વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં નોંધાયેલા ૫.૧ લાખ જેટલી પેટર્ન અરજીઓ અંગેની પ્રાપ્ત થતી આંકડાકીય વિગતોમાં ડિપાર્ટમેન્ટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા જારી કરાયેલા આંકડામાં આવી પરિસ્થિતિ સામે આવી છે.

આંકડાકીય પૃથકરણમાં મળેલી વિગતો મુજબ નોંધાયેલી અરજીઓમાં ૭૬ ટકાથી વધુ અરજદારો પરદેશમાં રહેનારા વિદેશીઓ હોય છે. સરકારે વિદેશીઓને અલગ તારવતા બાકીના ભારતીયો હોવાનું જણાયું છે. જેથી કહી શકાય કે, પેટર્ન અરજીઓમાં અરજદારોની ફકત ૧૪ ટકા અરજીઓ જ ભારતીય નાગરિકોની હોય છે. જેની સામે ૭૬ ટકા જેટલી અરજીઓ વિદેશીઓની હોય છે.

બાઈકોન લીમીટેડના ચેરપર્સન કિરણ મજમુદારે જણાવ્યું હતું કે, ભારતીયો વધુ કાર્યશ્રમ અને સર્જનાત્મક હોય છે. જેના કારણે સંશોધન ક્ષેત્રે ભારતનો ખુબ મહત્વપૂર્ણ ફાળો અગાઉથી રહેતો આવ્યો છે. વરિષ્ઠ સંરક્ષણ વૈજ્ઞાનિકે આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભારતમાં પ્રતિભાવો અને રોકાણ શક્તિની ખોટ નથી પરંતુ ખાનગી ક્ષેત્રમાં ધ્યાન આપવાની હાલના સંજોગામાં તાતી જરૂરીયાત છે. જાહેર ક્ષેત્રમાં થતા રોકાણની સમીક્ષા કરતા સી.એન.રાવે જણાવ્યું હતું કે, કોઈપણ ઉદ્યોગકાર કે સંશોધનકારને જો સંપૂર્ણ સ્વાયતતા અને સવલતો આપવામાં આવે તો જ સારામાં સારૂ પરિણામ મળી શકે. જેથી હાલ ખાનગી ક્ષેત્રના સંશોધકોને સાધન સવલત આપવાની જરૂરીયાત દેખાઈ રહી છે. ભારતમાં જે વિદેશીઓએ પેટર્નો નોંધાવી છે તેમાં મોટાભાગે સ્વાયત વ્યક્તિઓ અને સંસ્થાઓ છે કે જે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીત્ઝરલેન્ડ, રશિયા, નેધરલેન્ડ અને ઈટાલીની છે. અરજદાર પૈકી  સેંકડોમાં ઓછામાં ઓછા ૧.૪ લાખ અરજદારો અમેરિકાના કુલ સંખ્યાના ૨૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

આ અંગે ઈસરોના વડા કે.દસ્તુરી રંગન કે જે હાલ ભારતની નવી શિક્ષણ નીતિના અધ્યક્ષ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે ખરેખર સંશોધન ક્ષેત્રમાં અનેકવિધ સુધારાઓ લાવવાની જરૂરીયાત છે. દેશની ૯૦૦થી વધુ યુનિવર્સિટીમાં સંશોધન ક્ષેત્રને સમાવિષ્ટ કરવાની જરૂરીયાત છે. હાલ ભારતે શ્રેષ્ઠ સંશોધન તરફ આગળ વધવું જરૂરી છે. પરંતુ ફકત સંશોધન કરવાથી વાત નહીં બને તેની સાથે સાથે ત્વરીત ધોરણે પેટર્ન રજિસ્ટ્રેશન કરાવવું તેટલું જ મહત્વપૂર્ણ છે. જો સંશોધન અને રજિસ્ટ્રેશન બન્ને સમયસર થાય તો ભારત સંશોધન ક્ષેત્રમાં ખુબ આગળ વધી શકે તેમ છે. પરંતુ આપણા કૌશલ્ય અને ક્ષમતા પ્રમાણે હજુ પણ ચાર ગણી વધુ મહેનત કરવાની જરૂર હાલના સંજોગોમાં દેખાઈ રહી છે. હકીકતમાં તો આપણે વ્યવસ્થા સુધારવાની જરૂરીયાત છે. આપણી શિક્ષણ નીતિમાં સંશોધન ક્ષેત્રને અગ્રેસર રાખી પ્રોત્સાહન આપવાની જરૂરીયાત છે. જો આ દિશામાં ધ્યાન આપવામાં આવે તો મને આશા છે કે, નજીકના સમયમાં પરિસ્થિતિ સુધરશે. પેટર્નની નોંધણી અને નવીદિશાનું સંશોધનની સાથે ઉત્પાદન માટે આપણા દેશમાં યોગ્ય વાતાવરણ ઉભુ કરવાની જરૂરીયાત પણ હાલ જણાય રહી છે.

એસટીઆઈમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન નોંધાયેલા પેટર્નકારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે વિગતો અનુસાર ટેકનોલોજી અને ટેલીકોમ ક્ષેત્રની ૧૯ અગ્રેસર કંપનીઓ વિદેશી હોવાનું સામે આવ્યું છે. જેમાં ચાઈનાની વાય ટેકનોલોજી એજન્સી, ક્વોલોકોમ ઈન કોર્પોરેટ, અમેરિકાની સેમી ક્ધટ્રેકટર સહિતની કંપનીઓ ભારતમાં મોટાભાગે પેટર્ન અરજીઓ દાખલ કરતી હોય છે. ભારતમાં દાખલ થતી અરજીઓ પૈકી ૬૯૬૦ અરજદારો ડચ, ૩૬૭૦ ફીલીપાઈન્સના હોવાનું પણ સામે આવ્યું છે. અહેવાલમાં જણાવાયું કે, વર્ષ ૨૦૧૮માં ક્વોલોકોમે એકસાથે બેથી વધુ પેટર્ન નોંધાવી હતી.  અરજદારોમાં અન્ય ૫૦ લેબોરેટરીઓ, ૩૮ ડીઆરડીઓ હસ્તકની અરજીઓ, ૬ જેટલી ઈસરોની અરજીઓ નોંધાય હતી. આ વચ્ચે હુઆઈએ તેઓની બે પેઢીના નામે આ સમયગાળા દરમિયાન જ ૧૩૯૩ પેટર્ન નોંધાવી હતી. ભારતમાં પેટર્ન નોંધાવવામાં ત્યારબાદની કંપનીઓમાં ગુગલ, માઈક્રોસોફટ ટેકનોલોજી, લાયસન્સીંગ, સાયમન્સ, રોબોટ બોસ સહિતની સેંકડો કંપનીઓએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

આ બાબતથી ભારતનું સૌથી મોટુ આઈટી કલસ્ટર ધરાવતું કર્ણાટક રાજય અવગત થયું હોય તેવું કહી શકાય. કેમ કે તાજેતરમાં જ કર્ણાટકે તેની નવી આઈટી પોલીસી વર્ષ ૨૦૨૦-૨૫ ઘડી કાઢી છે. જેમાં આર એન્ડ ડી સેન્ટર વિકસાવવા તેમજ આઈટી ક્રિએશન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનું સુચવવામાં આવ્યું છે. નવી આઈટી પોલીસીમાં મોનોપોલી સહિતની બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે. જેથી ભારતમાં સંશોધીત પેટર્નનું ભારતની કંપનીઓના નામે જ રજિસ્ટ્રેશન થઈ શકે. આ પ્રકારની નીતિ જ સમગ્ર ભારતમાં અમલી બનાવવાની તાતી જરૂરી છે.

હવે સ્પુટનિક સીવાયની કોરોના રસી માટે દરવાજા બંધ?

Sputnik V

કોરોના સામેની રશિયાની રસી સ્પુટનીકનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે. તે અંગે હાલ ભારત અને રશિયન સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. સુત્રોના જણાવ્યાનુસાર ભારત અને રશિયા આ બાબતે હકારાત્મક વલણ દાખવી રહ્યું છે જેથી રશિયાની સ્પુટનીક રસીનું ઉત્પાદન ભારતમાં જ થશે તે પ્રકારની બાબત સામે આવી છે. તેવા સમયમાં ભારતની સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટર (ડીસીજીઆઈ) સંસ્થાએ સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) શો-કોઝ નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય બાબત છે કે, એસઆઈઆઈએ એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની સાથે ટાઈપઅપ કરી ઓકસ્ફર્ડ વેકસીનનું ભારતમાં પરિક્ષણ શરૂ કર્યું હતું. જેની સામે વાંધો ઉઠાવતા  ડીસીજીઆઈએ એસઆઈઆઈને શો-કોઝ નોટિસ ફટકારતા પુછયું છે કે, ઓકસ્ફર્ડ વેકસીનનું બીજા અને ત્રીજા તબક્કાનું પરિક્ષર કર્યા પૂર્વે શા માટે જાણ કરાઈ નહીં. તેમજ કોની મંજૂરીથી આ પરિક્ષણ ભારતમાં શરૂ કરવામાં આવ્યું. ડીસીજીઆઈના કંટ્રોલર જનરલ ડો.વી.જી.સોમાણીએ નોટિસ મારફતે એસઆઈઆઈને પુછયું છે કે, બીજા અને ત્રીજા તબક્કાના કલીનીકલ ટ્રાયલ માટે શા માટે આયોગની મંજૂરી લેવામાં આવી નહીં. તેમજ જો આ પરિક્ષણને કારણે કોઈ દર્દીનું સ્વાસ્થ્ય જોખમાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, કોરોના સામે ઓકસ્ફર્ડ વેકસીનેશન કારગત રહેશે કે નહીં તે બાબત ગૌણ છે પરંતુ જે રીતે હાલ મોનોપોલી ભારતની કંપનીના નામે નોંધાય તે માટે સરકાર ચીતીંત છે તે હેતુસર રશિયા સાથે ટાઈપઅપ કરી સ્પુટનીક વેકસીનનું ભારતમાં ઉત્પાદન થાય અને પેટર્ન રજિસ્ટ્રેશન પણ ભારતીય કંપનીના નામે નોંધાય તેવી ગોઠવણ હાલ સરકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવા સંજોગોમાં એસઆઈઆઈએ એસ્ટ્રાજેનેકા નામની વિદેશી કંપની સાથે ટાઈપઅપ કરી વેકસીનનું પરિક્ષણ હાથ ધરતા મોનોપોલી વિદેશી કંપનીના નામે નોંધાશે જેના કારણે હાલ બીસીજીઆઈએ એસઆઈઆઈને શો-કોઝ નોટિસ ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.