Abtak Media Google News

આનંદો… કોરોનાનો ટૂંક સમયમાં અંત

જે રીતે દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે ખરા અર્થમાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે પરંતુ જો સ્પુટનિક રસી મળ્યા બાદ પ્રાથમિક પરીક્ષણમાં સફળતા મળી તો ટૂંક સમયમાં કોરોનાનો અંત આવી શકે તે બાબત હાલ સ્પષ્ટ છે. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ફેલાઈ છે જેની કોઈ જ ચોક્કસ દવા કે વેકસીન નહીં હોવાથી આરોગ્ય તંત્ર હેરાન પરેશાન થયું હતું. તેવા સમયમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા કોરોના વેક્સીન તૈયાર કરી દેવાનો દાવો કર્યો હતો પરંતુ લગભગ તમામ દવાઓ પોકળ સાબિત થયા હતા. જેથી આરોગ્ય તંત્રએ વેક્સિન નહિ ઉપલબ્ધ થાય તેવી ધારણાઓ બાંધી હતી પરંતુ રશિયાની સ્પુટનિક વેક્સિન કોરોના સામે લડવામાં કારગત નીવડશે તેની પુષ્ટિ ચાઈનાએ કરી છે.

ગત શુક્રવારે ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા પ્રાથમિક પરિણામો અનુસાર  રશિયા દ્વારા ગત મહિને માન્ય કરાયેલી કોવિડ -૧૯ રસી સ્પુટનિક – ટ  નાના માનવીય ટ્રાયલ્સમાં કોઈ પણ આડ અસર વિના એન્ટિબોડી પ્રતિભાવ આપવા માટે બનાવવામાં આવી છે. પ્રારંભિક તબક્કાના બિન-રેન્ડમાઇઝ્ડ રસી પરીક્ષણોના પરિણામો કુલ ૭૬ લોકોને કેન્દ્રમાં રાખીને ધ્યાને લેવાયાં હતા. રસીના બે ફોર્મ્યુલેશનમાં ૨ દિવસમાં કોરોના સામે લડવામાં હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો. જે ૭૬ લોકોને કેન્દ્રમાં રાખીને તારણ લેવાંમાં આવ્યું હતું તેમાં તમામ સહભાગીઓના શરીરમાં સ્પુટનિક  ૨૧ દિવસની અંદરમાં એન્ટીબોડી બનાવી કોરોના સામે લડવા  પ્રેરિત કરે છે.અજમાયશી તબક્કાના ગૌણ પરિણામો સૂચવે છે કે રસી ૨૮ દિવસની અંદર ટી સેલ પ્રતિસાદ ઉત્પન્ન કરે છે. તમામ પરિક્ષણોમાં સ્પુટનિકને હકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે જેના આધારે આ રસી કોરોના સામે લડવા કારગત નીવડી શકે તેવું તારણ કાઢવામાં આવ્યું છે.

કોરોના વાયરસના અસરકારક ઈલાજ માટે તૈયાર કરવામાં આવેલ સ્પુટનિક-વી રસીનું ભારત સહિત કેટલાક દેશોમાં આ મહિનાથી જ પરીક્ષણ શરૂ થઈ જશે. રશિયન ડાયરેકટર ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ ડિમેત્રીવએ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્પુટનિક-વીનું આ મહિને જ  સાઉદી અરેબીયા, યુનાઈટેડ અરબ અમિરાત, ફિલિપાઈનસ, ભારત અને બ્રાઝિલમાં પરિક્ષણ આ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવશે. રશિયામાં આ રસીના પરિક્ષિત અભ્યાસમાં ૪૦,૦૦૦ લોકોને ૨૬ ઓગસ્ટના સમયગાળા પર્વે સામેલ કરવામાં આવ્યા હતા. અમેરિકામાં ૩૦,૦૦૦ સહયોગીઓના માધ્યમથી ત્રીજા તબકકાનું પરીક્ષણ શરૂ થાય તે પહેલા જ સાઉદી અરબ, યુએઈ, ભારત, ફિલિપાઈન્સ અને બ્રાઝિલમાં આ મહિને જે ચકાસણી શરૂ કરી દેવામાં આવશે. ત્રીજા તબકકાના પ્રારંભિક પરિણામો સંભવિત રીતે ઓકટોબર, નવેમ્બર ૨૦૨૦ દરમિયાન જાહેર કરવામાં આવશે તેમ ડિમેટ્રયુવે જણાવ્યું હતું.

રશિયા ભારત સરકાર સાથે અને ભારતીય દવા ઉત્પાદકો સાથે ભારતમાં જ સ્પુટનિક-વી દવાના ઉત્પાદન માટે મસલતો કરી રહી છે. ૧૧મી ઓગસ્ટે સ્પુટનિક-વી રસી રશિયાના આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રમાણિત આરડીઆઈએફ અને જેમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપીડી ન્યુરોલોજી દ્વારા તૈયાર કરી વિશ્ર્વમાં સૌથી પહેલી કોરોના વિરોધી રસી બનાવવાનો શ્રેય પ્રાપ્ત કર્યો હતો.

રશિયાના વૈજ્ઞાનિકોના મતે સ્પુટનિક-વી માનવ અંત સ્ત્રાવ આધારીત રસી છે. જે રોગ પ્રતિકારક શકિત વધારીને કોરોના વાયરસના રોગ સામે લડત આપે છે. ભારત રશિયાને સહયોગ આપનારું ઐતિહાસિક ધોરણે મહત્વનું રાષ્ટ્ર બનીને વિશ્ર્વની કુલ રસીની જરૂરીયાતોમાં ૬૦ ટકા જેટલી રસીનું ઉત્પાદન ભારતમાં થશે. અમે ભારત સાથે વાટાઘાટો અને પરિણામો માટે મંત્રાલયો અને ભારત સરકાર અને દવાના અગ્રણય ઉત્પાદકો સાથે ભારતમાં આ દવાનું ઉત્પાદન કરવા મુદ્દે કરારો કરવા માટે પરિણામદાયી સ્તરે પહોંચી ગયો છે. ડિમેટ્રુયુવે જણાવ્યું હતું કે, અગાઉ એએનઆઈ સ્તરની તપાસ મુદ્દે ભારત અને રસીયન સરકારો વચ્ચે સ્પુટનિક-વી રસી બાબતે કરવામાં આવી હતી. અમે ભારત અને તેની ક્ષમતાને જાણીએ છીએ જે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશોની જરૂરીયાતો પુરી થાય તેટલી દવાનું ઉત્પાદન કરી શકશે. અમે ભારતના વ્યુહાત્મક ભાગીદારી માટે સકારાત્મક સહકાર ભર્યા વલણથી શરૂઆતથી જ ખુબ જ પ્રભાવિત છીએ. અમારી આ રસીનો કેવો ઉપયોગ થશે તે માટેનું તેમનું વલણ અને આયોજન ખુબ જ પ્રભાવિત હતું. તેઓ અમારી આ શોધ ઉપર આપતિ ઉઠાવવાનું કે પ્રહાર કરવાના પ્રયાસો કરવાને બદલે તેમણે આ રસીની શોધ અને કામગીરી કરવા માટે ખુબ ખંતથી પ્રયાસ કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, તેઓનું ભારત સહયોગ અને આ ઉમદા હેતુને સમજી અમારી આ રસીનો ઉપયોગ અને મહત્વ માનવીય ધોરણે કેવુ છે તે મુદા પર ભારતનો ખુબ જ સકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. અમે ભારતના વલણથી ખુબ જ પ્રભાવિત છીએ.

૪થી સપ્ટેમ્બરે લેનસેટ મેડિકલ જનરલમાં રશિયાની આ રસીના બીજા તબકકાનું તબીબી પરીક્ષણના પરીણામો તેની સલામતીના માપદંડ અને જરૂરીયાતો ક્ષમતા જાહેર કરવામાં આવી હતી. પ્રથમ અને બીજા ચરણનું ભારતમાં કરાયેલ પરીક્ષણમાં સ્પુટનિક-નું કાંઈ વાંધાજનક કે આડઅસર કરતું પરીણામ જોવા મળ્યું નથી. આ રસી પ્રારંભિક તબકકાની પરીક્ષામાં પાસ થઈ જવા પામી છે. આ રસીની કોઈ આડ અસર જોવા મળી નથી અને સલામતીના તમામ માપદંડો જાળવનારી સાબિત થઈ છે. કોઈપણ તબકકા કે સંજોગોમાં એસએઈના ત્રીજા સ્તર સુધીની સલામતીના પરીપેક્ષમાં સફળ થઈ છે. સ્પુટનિક-વીના પરીક્ષણમાં ૧ થી ૨૫ ટકા સુધી એક પણ એવી બાબત સામે આવી નથી કે જે વાંધાજનક હોય તેમ આરડીએફઆઈની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. સ્પુટનિક-વીના તબીબી પરીક્ષણમાં જોડાયેલા તમામ ૧૦૦ ટકા લોકોની સ્થિતિ સામાન્ય અને માનવીય દૈહિક પ્રક્રિયા અને રોગપ્રતિકારક શકિતનું સંતુલન જળવાયું હતું. પરીક્ષણમાં ભાગ લેનાર કાર્યકરોના શરીરમાં વાયરસનું સંક્રમિત અવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શકિત સ્પુટનિક-વી થી ૧.૪ થી ૧.૫ ટકા જેટલી દર્દીઓની રોગપ્રતિકારક શકિતથી વધુ રહેવા પામી છે. આ પરિસ્થિતિ દર્દીને કોવિડ-૧૯ વાયરસથી મુકત કરવામાં ખુબ જ જરૂરી હોવાનું આરડીઆઈએફએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.