Abtak Media Google News

હોલીવુડમાં ગોડફાધર તરીકે ઓળખાતા રોબર્ટ ડી નિરો સાતમાં સંતાનના પિતા બન્યા!!

હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરો તેમની શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.  તેઓ તાજેતરમાં સાતમાં બાળકના પિતા બન્યા છે. આ જાણ્યા પછી દરેકને આશ્ચર્ય થાય છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન રોબર્ટે આ હકીકતનો ખુલાસો કર્યો હતો.

રોબર્ટ ડી નીરોએ સાતમી વખત પિતા બનવાની કબૂલાત કરી છે. આ સાથે તેમણે પિતૃત્વ પર પણ ઘણી વાતો કહી હતી. ઈન્ટરવ્યુમાં જ્યારે રોબર્ટને તેમના 6 બાળકો વિશે પૂછવામાં આવ્યું તો રોબર્ટે તેને સુધારીને કહ્યું કે, છ નહીં પરંતુ સાત બાળક.

ઉલ્લેખનીય બાબત છે કે રોબર્ટ એક દાદા પણ છે જે હાલમાં જ પિતા બન્યા છે. આ પહેલા તેમને 6 બાળકો હતા. અભિનેતાને તેની પ્રથમ પત્ની ડાયના એબોટ સાથે પુત્રી ડ્રેના અને પુત્ર રાફેલ હતા અને 1995માં તેમણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મોડલ અને અભિનેત્રી ટોકી સ્મિથથી જોડિયા જુલિયન અને એરોનને જન્મ આપ્યો. આ સિવાય તેને તેની પૂર્વ પત્ની હેલેન ગ્રેસથી બે બાળકો ઇલિયટ અને હેલન છે.

રોબર્ટ ડી નીરો તેમના બાળકોના જાણીતા હોલીવુડ અભિનેતા છે. તેઓ તેમની ફિલ્મ ગોડફાધર માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેઓ સહાયક અભિનેતા હતો. આ સિવાય તેઓ ઓસ્કર વિનર પણ રહી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.