Abtak Media Google News

રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદના આયોજન સાથે સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ૧૬ યુગલો દાંપત્ય જીવનમાં મંગલ પ્રવેશ કરશે: આયોજકોએ ‘અબતક’ની મુલાકાત લીધી

રાજકોટ શહેરની બાજુમાં આવેલ આણંદપર (નવાગામ) મુકામે સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તળપદા કોળી સમાજના સાતમાં સમૂહ લગ્નનું આયોજન રવિવારના સવારે ૬ કલાકથી બપોરના ૨ કલાકે કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નનું સ્થળ સૌરાષ્ટ્ર પેપર મીલ સામે, રાજકોટ-અમદાવાદ હાઈવે, આણંદપર (નવાગામ), તા.જી. રાજકોટ મુકામે સમૂહ લગ્ન સાથે એક મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
તો સર્વ જ્ઞાતીના રક્તદાતાઓને આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા તથા મહા પ્રસાદનો લાભ લેવા ખાસ આમંત્રણ આપવામાં આવે છે.

સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજનાર આ સમૂહ લગ્નોત્સવમાં દાતાઓ ઉદાર હાથે ફાળો આપે છે તેવું કહેતા ટ્રસ્ટના ઉપપ્રમુખ નારણભાઈ સોલંકીએ ‘અબતક’ની મુલાકાત લેતા જણાવ્યું કે, “અમારી સંસ્થામાં ૨૦૦ કાર્યકરો ખડેપગે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની સાથે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આવનાર સમયમાં સમાજના દિકરા-દિકરીઓ માટે છાત્રાલયનું આયોજન પણ છે જેને લઈ સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ સતત કાર્યરત છે.

આ સમૂહ લગ્નમાં નવદંપતિને આશિર્વાદની સાથે સાથે કરીયાવરમાં ૧૦૦થી વધારે વસ્તુઓ તેમજ રોકડ આપવામાં આવશે જેમાં ખુરશી, કબાટ, સેટીથી માંડી સુટકેશ અને દિવાલ ઘડીયાળ સુધીની તમામ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ ધીરૂભાઈ હાંડા, ઉપપ્રમુખ નારણભાઈ સોલંકી, ટ્રસ્ટીઓ ધી‚ભાઈ જેસાણી, જીતેશભાઈ માલકીયા, હસમુખભાઈ સરીયા, ગોરધનભાઈ ખમસાણી, રાજેશભાઈ જાપડીયા, વિજયભાઈ સોલંકી, દિનેશભાઈ અજાડીયા, અરજણભાઈ સરવૈયા, દિનેશભાઈ હાંડા, દેવશીભાઈ સોલંકી, પાંચાભાઈ ડાભી તેમજ ૩૦૦થી વધુ કાર્યકર્તાઓ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સમૂહ લગ્નમાં તળપદા કોળી સમાજના વડીલો, આગેવાનોને સમયસર હાજરી આપવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.