Abtak Media Google News

ગાડરીયા પ્રવાહને અનુસરી મા-બાપ જ બાળકનું ભવિષ્ય ધૂંધળુ બનાવે છે: એજયુનોવાના માલીક સુનિલ શર્મા સાથે ‘અબતક ચાય પે ચર્ચા’માં રસપ્રદ મુલાકાત

બાળકમાં રહેલી ક્ષમતા જ તેના ભવિષ્યને નિખારતી હોવાનું એજયુનોવાના ઓનર સુનિલ શર્માએ અબતક ચાય પે ચર્ચામાં જણાવ્યું હતુ. માતા-પિતા ગાડરીયા પ્રવાહને અનુસરીને બાળકનું ભવિષ્ય જોખમમાં મૂકતા હોવાની વાત પણ તેમણે કરી હતી.

‘અબતક ચાય પે ચર્ચા’ની શ‚આતમાં એજયુનોવાના માલિક સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે આજની શિક્ષણ પ્રણાલી અને માતા પિતાના પોતાના બાળકો પ્રત્યેના વલણોને જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં કદાચ બાળકોનાં ભવિષ્ય જોખમમાં મૂકાય શકે છે. માતાપિતાએ પોતાની ઈચ્છાઓ ને બાળકો ઉપર ન થોપવી જોઈએ કે તું ડોકટર કે એન્જીનીયર જ બન. શકય છે કે એ બાળકમાં કોઈ સારો કલાકાર પણ છૂપાયેલો હોય. જયારે હાલના સમયમાં માતા પિતા બાળકોનાં ભવિષ્યને જાતે જ નકકી કરી નાખે છે. માતા-પિતા આવા વલણોને લીધે ગત વર્ષે કવોટામાં ૩૪ જેટલા વિદ્યાર્થીઓના સ્યુસાઈડના કેસ નોંધાયા હતા.

શિક્ષણ પ્રણાલીમાં ફેરફારની આવશ્યકતા

વધુમાં સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે હાલની શિક્ષણ પ્રણાલી બિલકુલ યોગ્ય નથી. ભારતના કાયદા મુજબ કોઈપણ એક સિટિઝન પ્રેસીડેન્ટ બની શકે છે. પરંતુ અહી તો બધા પ્રેસીડેન્ટ બનવાની દોડમાં છે. ત્યારે એજ રીતે બધાએ આઈટીમાં જવુ એ વલણ પણ યોગ્ય નથી આપણી માનસિકતામાં માત્ર ડોકટર અને એન્જીનીયર જ ફીકસ થઈ ગયા છે. માતા પિતા ગાડરીયા પ્રવાહને અનુસરે છે. એ જોતા નથી કે તેમના બાળકોએ ડોકટર-એન્જીનીયર કરતા પણ અન્ય ઘણી સારી પ્રતિભાઓ રહેલી છે. બાળકોમાં પડેલુ પોટેન્શીયલ જો બહાર લાવવામાં આવે તો દરેક બાળકનું ભાવિ ઉજવળ બનશે.

બાળકો પોતાના વિષે કેટલુ જાણે છે તે ખૂબજ અગત્યનું

બાળકોને આઈટી એન્જીનીયર કે ડોકટર બનાવવાના ચકકરમાં આપણે તેને લાઈફથી ડિશકનેકટ કરીએ છીએ શિક્ષણનો મૂળભૂત ધ્યેય બાળક પોતાના મધ્યમાં જઈને જીવી શકે એવો હોવો જોઈએ આજના બાળકોને પોતાના વિશે કશુ જ ખબર હોતી નથી. સાયકલોજીની સૌથી ઉત્તમ રીસર્ચમાં જાણવા મળ્યું છે કે ઈન્ટેલીજન્સીથી પણ ઉપર ઈમોશનલ ઈન્ટેલીજન્સી વધુ અસરકારક છે. તેનો મતલબ કે આપણે ખૂદને જાણવું આવશ્યક છે અને સાથો સાથે અન્યની લાગણીઓને પણ જાણવી એટલી જ જ‚રી છે. જયારે આપણે તો એપણ નથી જાણતા કે આપણું બાળક શું બનવા ઈચ્છે છે. આજે પૂ‚ વિશ્ર્વ બિમાર છે. પાંચ હજાર વર્ષ બાદ બાળકો આકાશમાંથી એ વાત કહેતા હશે કે તમે અમારા માટે કશું જ બચાવ્યું નહી એવો પણ સમય આવશે કે બાળક જન્મશે કે તુરંત તેને લેબોરેટરીમાં દાખલ કરી દેવામાં આવશે. હાલના સમયમાં માનવીએ કુદરતી વાતાવરણનું પૂરેપૂ‚ સંતુલન બગાડી નાખ્યું છે.

ટેકનોલોજીના વિકાસમાં માનવી પોતાને ખોઈ ચૂકયો છે!

સમય બદલાય રહ્યો છે, લોકોમાં જાગૃતતા પણ આવી છે પહેલા ખોટુ બોલવું ખૂબજ સરળ હતુ પરંતુ હાલ ડીઝીટલ

સુનિલ શર્મા
સુનિલ શર્મા

ટેકનોલોજી આવવાથી મોટાપાયે વિકાસ થયો છે. આવનારા સમયમાં મોબાઈલથી પણ આપણે સામેની વ્યકિતના વિચારો, સંવેદનાઓ, લાગણીઓ કે એ વ્યકિત સાચુ બોલે છે. કે ખોટુ તે પણ જાણી શકાશે વ્યકિતઓની ઓરા લેવલ જાણી શકાશે. તો ટેકનોલોજીના વિકાસમાં માનવી પોતાની શકિતઓને ભૂલી રહ્યો છે. સંસ્કૃતિમાં ઘણુ બધુ ગુમાવ્યું છે, સારી હેલ્થ ખોઈ છે. પરિવારનો બીજા પરિવાર સાથેના સંબંધો પણ ટુંકા બન્યા છે આજનો માનવી આખી જીંદગી પૈસા કમાવવામાં વિતાવી પોતાની હેલ્થ ખોઈ બેસે છે. અને ફરી પાછો એજ પૈસા થકી હેલ્થ મેળવવાના પ્રયાસો કરે છે.

બાળકોને પોતાની આગળ પ્રતિભા અનુસાર ખીલવા દેવા જોઈએ

તણાવમાં આવી જવું અથવા નાની નાની બાબતોમાં માઠુ લગાડી આત્માહત્યા કરવા સુધી પ્રેરાવું તે અંગે ચર્ચા કરતા સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે આ સમસ્યાનો એક જ ઈલાજ છે. કે દરેક માતા પિતાએ પોતાના બાળકમાં રહેલી પ્રતિભા આગવી આવડત મુજબ એને ભવિષ્ય નકકી કરવા દેવું જોઈએ દરેક બાળક પોતાની સાથે એક એસેન્સ લઈને આવતો હોય છે. દરેક બાળકમાં કંઈકને કંઈક ટેલેન્ટ છુપાયેલું જ હોય છે. અને એ શકિત દ્વારા એ આર્કિટેક, કે સારો મ્યુઝીશીયન કે મેજીશીયન પણ બની શકે છે. જયારે આપણે કોઈ મેજીશીયનને આર્કિટેક બનાવવાની કોશિષ કરીએ તો એની પ્રતિભા દબાઈ જતી હોય છે. બાળકના એસન્સ ઉપર પરિવાર, માતા પિતા, સમાજ અને સંસ્કૃતિ દ્વારા વ્યકિતત્વનું એક મોટુ પડ ચડાવી દેવામાં આવે છે જેના કારણે બાળકની પ્રતિભા દબાઈ જાય છે. અને તેને એ પણ ખ્યાલ રહેતો નથી કે પોતે અહી શા માટે છે. જયારે પૃથ્વી ઉપર દરેક આત્મા પોતાને પ્રમાણીત કરવા આવતી હોય છે. વ્યકિત જયારે ખૂદના ટેલેન્ટ પર કંઈક હાંસિલ કરે છે ત્યો તેને ખૂબજ ખૂશી મળતી હોય છે.

માનવીને પોતાની જાતની પરિચીત કરાવવો તે શિક્ષણનો મુખ્ય ઉદેશ્ય હોવો જોઈએ

આમ જોવા જઈ એ તો દૂનિયામાં કશું જ અલગ નથી. એક જૂથમાં બધુ જોડાયેલું છે. અગર મનુષ્ય જો ખૂદને નથી ઓળખતો તો એ જીંદગીમાં ગમે તેટલુ મેળવી લે કશું જ કામનું નથી એટલે એજયુકેશનનો મુખ્ય ઉદેશ્ય માત્ર એટલો જ હોવો જોઈએ કે માણસ પોતાની જાતથી પરિચિત થાય ખૂદને જાણવાથી પોતાના અંદર પડેલી પ્રતિભાઓથી પરિચય થાય છે. માણસે પોતાની જીંદગીમાંથી ‘નો’ નામના શબ્દને દૂર કરવો જોઈએ માનવી જેવું વિચારે છે એવું વેલા મોડુ પોસીબલ થતુ હોય છે. આથી દરેક વ્યકિતએ જીવનમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવો જોઈએ ખાસ કરીને બાળકો સાથે હંમેશા હકારાત્મક વલણ વાળી જ વાતો કરવી જોઈએ.

આજનું શિક્ષણ ખૂબજ મોંઘુ અને ખર્ચાળ!

આજના મોંઘા શિક્ષણ અંગે ચર્ચા કરતા સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે હાલનું શિક્ષણ ખૂબજ મોંઘુ થઈ ગયું છે. ગામડાના લોકો આ મોંઘા શિક્ષણમાં પોતાના બાળકોને દાખલ નથી કરી શકતા ઉચ્ચ શિક્ષણમાં ખૂબજ ખર્ચો થતો હોવાથી સામાન્ય વર્ગના લોકોના બાળકો સારા એજયુકેશનથી વંચિત રહી જાય છે. એટલે લોકોએ પોતાનો અંગત સ્વાર્થ છોડી તમામ વર્ગનાં બાળકો સારામાં સા‚ શિક્ષણ મેળવી શકે એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા રાખવી જોઈએ.

દ્રષ્ટિ બદલી તો સૃષ્ટિ બદલી

વધુમાં સુનિલ શર્માએ પોતાના જીવનમાં એમના ગૂ‚જીના પ્રભાવ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે મને નાનપણથી જ ઘણી બધી ઈચ્છાઓ હતી પ્રથમ વખત મે જયારે મને ઓળખ્યો ત્યારે મારા મનમાં અનેક સવાલો ઉઠ્યા મંદિરમાં બેઠેલા ભગવાનને કોણે બનાવ્યા હશે? ચાંદ-તારાની આગળ શું હશે? આ બધાની શ‚આત કયાંથી થઈ હશે ખૂબ બધી જીજ્ઞાસા મારામાં હતી બધું જ જાણી લેવાની તાલાવેલી હતી કોલેજ કરતા કરતા હું હિમાલય ચાલ્યો ગયો. ઘણા બધા સાધુઓની સાથે ગુફાઓમાં રહ્યો છું એમને જયારે હું પ્રથમ વખત મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે જે ઋષિમૂનિઓની આપણે વાત કરીએ છીએ એ ઋષિમૂનિઓ તો આજે પણ છે જ. ઉપરવાળાએ દૂનિયામાં મનુષ્યને જ બુધ્ધિજીવી પ્રાણી બનાવ્યું છે. એટલે મનુષ્યએ પોતાનાઉપર રહેલો નકારાત્મકતાનો પડદો હટાવી વાસ્તવિક દુનિયાને નિહાળવી જોઈએ લોકોએ પોતાના નજરીયાને માત્ર બદલવાની આવશ્યકતા છે. જો એકવાર માણસની દ્રષ્ટી બદલશે તો આથી દુનિયા તેને તદ્ન અલગ લાગશે.

આજનું શિક્ષણ બીકોમ બીએ સુધી સિમિત નથી

શિક્ષણ ક્ષેત્રે નવી ઉભી થતી તકો વિશે ચર્ચા કરતા સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે આજની શિક્ષણ પ્રણાલીમાં ઘણા ફેરફારો આવ્યા છે. તેના લીધે શિક્ષણ હવે બીકોમ-બીએ સુધી સીમીત ન રહેતા એજયુકેશન સિસ્ટમમાં વિદ્યાર્થીઓ માટે ઘણી બધી ઓપોર્ચ્યુનીટી છે. કોર્ષ તો ઘણા બધા છે. પરંતુ બાળકનું જે પોટેન્શીયલ છે એજ મહત્વનું છે. પરંતુ આજની શિક્ષણ પ્રથામાં બાળકોનું પોર્ટેન્શીયલ દબાઈ ગયું છે. દરેક બાળકોને મારો ફકત એટલો જ સારો મેસેજ છે કે કંઈક ક્રિટ કરો, સિકયુરીટીગાર્ડ ન બનો.

એક વાતતો નકકી જ છે કે જે લોકો કયાંક પહોચવા માટે દોડે છે. એમે કયાંકને કયાંક થોડાક તકલીફ તો આવે જ છે પરંતુ જેમને દોડવામાં મજા આવે છે એમને પછી પણ એટલી જ મજા આવતી હોય છે. અગર જો બાલકને આઈએસ ભણવામાં મજા આવતી હોય તો આઈએસ બન્યા પછી પણ તેને મજા જ આવશે અભ્યાસમાં અભ્યાસ કરવાની મજા આવવી જોઈએ વ્યકિતએ પોતાની કેપેસીટીને માણી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આદમી કોઈ ડીએનએથી ઓપરેટ થતો નથી. એના ભાગ્યમાં માટીથી માંડીને ચાંદ સુધી પહોચવાની ક્ષમતા પડેલી હોય છે. એટલે દરેક વ્યકિતએ મેકસીમમ પોતાનું પોર્ટેન્શીયલ બહાર લાવવાની જ‚ર છે.

અભ્યાસને આનંદની સાથે ગ્રહણ કરવું જ‚રી

લોકોએ હંમેશા પોતાના કામને એન્જોય કરવું જોઈએ જીવનમાં ધણી બધી તકોઉપલબ્ધ છે.બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાથી તેસારી રીતે અભ્યાસ કરી શકશે એજયુકેશન એક ફન હોવું જોઈએ બાળકને શાળાએ જતા એવું લાગ્વું જોઈએ કે એ કોઈ મુવી જોવા આવ્યો છે કે ક્રિકટ મેચનો આનંદ લેવા આવ્યો છે. આજના એજયુકેશને બાળકોની ખુશી અને એમનું બાળપણ છીનવી લીધું છે સાથે સાથે માતા-પિતા પણ ચિંતાનો ભોગ બની જતા હોય છે. લોકોએ પોતાના જીવનમાં પૈસાને ક્રાઈટ એરીયા બનાવી દીધો છે અને માતા પિતાએ પોતાના બાળકોનાં અભ્યાસને માર્કસ સુધી સિમિત કરી નાખ્યો છે.

‘અબતક ચાય પે ચર્ચા’ના અંતમાં શુભેચ્છા સંદેશો પાઠવતા સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે ઘણા બધા માતા પિતા પોતાના બાળકોને ફિઝીકસ કે સાયન્સ ભણાવવા માંગે છે. અને એમને લાગે છે કે સા‚ ટયુશન કે સારી સ્કૂલમાં બેસાડી દેવા પૂરતુ નથી હોતુ એટલે માતા પિતાએ પોતાના બાળકનું બાળપણ ન છીનવતા બાળકની આવડત અને ઈચ્છા મુજબ એને ખીલવા દેવું જોઈએ બાળકોનું બાળપણ કયારેય ન છીનવાવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.