Abtak Media Google News

અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા આતંકી હુમલામાં એક આરોપી બિક્રમજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલો યુવક પંજાબમાં જ રહે છે. ધરપકડ પછી આરોપીનું પાકિસ્તાન કનેક્શન હોવાની વાત પણ સામે આવી છે. તેણે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓની મદદથી આ હુમલો કર્યો હતો.

Advertisement

આ કેસમાં પહેલી ધરપકડ પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનું નામ બિક્રમજીત સિંહ છે. તે ધાલીવાલ ગામનો છે. બીજો આરોપી અવતાર સિંહ છે. તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. અમરિંદર સિંહે કહ્યું કે, હવે આતંકીઓ કાશ્મીરથી પંજાબ તરફ વળી રહ્યા છે. અમે તેમને રોકીશું.

અમરિંદર સિંહે કહ્યું કે, આ હુમલામાં જે મોટર સાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો પણ કબજો લઈ લેવામાં આવ્યો છે. આ એક સીધો આતંકી હુમલો છે. ધર્મને આ હુમલા સાથે કોઈ લેવા દેવા નથી. હું પંજાબને વિશ્વાસ અપાવું છું કે, પાકિસ્તાન અને આઈએસઆઈને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ હુમલા પાછળ ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો હાથ છે.

હેન્ડગ્રેન્ડ હુમલા પાછળ ખાલિસ્તાની આતંકી હરમીત સિંહ હેપ્પી ઉર્ફે પીએચડીના કાવતરાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા હરમીત સિંહ હેપ્પી ઉર્ફે પીએચડીએ લોકલ છોકરાઓની મદદથી આ ગ્રેનેડ એટેક કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.