Abtak Media Google News

જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી લેતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પેરોલ-ફર્લો સ્ક્વોડના

પી.એસ.આઈ. આર.જે.રામ અને સ્ટાફના સભ્યો જુનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે,લાલપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૬૪/૨૦૧૫ આઈ.પી.સી. કલમ ૩૯૪, ૩૨૩, ૫૦૬(૨), તથા જી.પી.એકટ. કલમ ૧૩૫ ના કામનો છેલ્લા ત્રણેક વર્ષથી નાસ્તો-ફરતો આરોપી  અનિલ મગનભાઈ રાઠોડ જાતે.કોળી ઉ.વ.૩૧ રહે.જૂનાગઢ ,ખામધ્રોલ રોડ, ૬૬ કે.વી. વાળો જુનાગઢ આર.ટી.ઓ.કચેરી પાસે હાજર છે.તેવી બાતમી હકીકત આધારે પેરોલ-ફર્લો ટીમ તાત્કાલીક ત્યાં પહોચી જઈ મજકુર ઈસમને રાઉન્ડઅપ કરી આજરોજ તા.૦૪/૧૦/૨૦૧૮ ના કલાક.૧૭:૦૦ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાલપુર પોલીસ સ્ટેશન જાણ કારેલ છે.

આ કામગીરી પેરોલ-ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. આર.જે.રામ તથા અજઈં નરેન્દ્રભાઈ ડાંગર, ઇંઈ પ્રદીપભાઈ ગોહિલ, ઇંઈ જયપાલસિંહ ગોહિલ, ઙઈ રમેશભાઈ માલમ તથા ઙઈ સંજયભાઈ વઘેરાનાઓએ કરેલ હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.