Abtak Media Google News

ડાયાબિટિસના દર્દીઓમાં ઇન્ફેકશનને કારણે મોતનું પ્રમાણ ૪૧ ટકા

સ્વચ્છતા જ એક માત્ર સમાધાન છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરુ કર્યુ હતું. જેનો મુખ્ય હેતુ સ્વાસ્થ્યની જાળવણીની સાથે અર્થતંત્રને પણ બચાવવાનું રહ્યુ ગંદકીથી જ રોગચારો વકરી અને ગંભીર બિમારીઓ ઘર કરે છે. આમ ડાયાબીટીશને કારણે ભારતને વાર્ષિક બે લાખ કરોડ રૂપિયાની નુકશાની થાય છે તો કેટલીક બિમારીઓ જંડ ફુડ ખાવાથી થતી હોય છે. મેદસ્વિતા, બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ ગુમાવતા ડાયાબીટીશ થાય છે તેની સારવાર ખિસ્સાને પરવડે તેવી નથી હોતી જેની સીધી અસર દેશના અર્થતંત્ર અને જીડીપી ઉપર પડે છે. અભ્યાસ મુજબ ટાઇપ ર ની ડાયાબીટીશનો દર્દી વર્ષે આશરે ૭ હજાર જેટલો ખર્ચ કરે છે જેમાં દવાઓ તેમજ અન્ય સારવાર સામેલ છે.

ડાયાબીટીશથી થતાં ખર્ચમાં ૬૪ ટકાનો વધારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ડાયાબીટીશ ઇન્ડિયાના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ૨૦૧૭ માં ભારતમાં ૭.૪ કરોડ લોકો ડાયાબીટીશ ગ્રસ્ત હતા.

સામાન્ય ડાયાબીટીશમા દવાઓ અને થોડી કાળજી રાખવી પડતી હોય છે. પરંતુ ઇન્સ્યુલીન વખતે સર્જરી ફરજીયાત બને છે. જેના રિપોર્ટ મુજબ રોગોને કારણે માથાદીઠ  આવકનો એક હિસ્સો બિમારીઓના નિદાનમાં ખર્ચાય છે. પરંતુ પુર આવતા પહેલા પાળ બાંધી લઇએ તો આ સમસ્યા ટાળી શકાય છે.

આ વિચારોને અનુલક્ષીને જ વડાપ્રધાનની સત્તા સંભાળનાર મોદી હાથમાં ઝાંડુ લઇને જાતે સ્વચ્છતા કરતા નજરે પડે છે કુલ મુલ્યાંકમાંથી ૪૧ ટકા લોકો ડાયાબીટીશ અને ઇન્ફેકશનને કારપે જીવ ગુમાવે છે. જો આ પરિસ્થિતિ ચાલતી રહે તો ૨૦૪૫ સુધીમાં દરેક ઘરમાં એક વ્યકિતનો ભોગ ડાયાબીટીશ દ્વારા લેવાય તો નવાઇ નહી  રહે.

ભારતમાં ડાયાબીટીશના નિવારણ માટે વાર્ષિક બે લાખ કરોડ ખર્ચાય છે. જેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડે છે. આપણે ફકત ડાયાબીટીશની વાત કરી પણ કેન્સર, સ્વાઇનફલુ અને હ્રદયરોગ જેવી કેટલીક ગંભીર બિમારીઓ છે જેના ખર્ચ વિશે ગણતરી કરવામાં આવી નથી. તો આપણે સ્વચ્છતા રાખીએ તો ભારતને વધુ સમૃઘ્ધ બનાવી શકીએ અને માથાદીઠ આવકથી બચત કરી દેશને વિકાસને શિખરો સર કરાવી શકીએ.

તમારી દવાઓ નકલી છે?

ઘણીવખત આપણે તાવ, શર્દી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જાતે જ ડોકટર બની દવાઓ લઇ લેતા હોય પણ માર્કેટમાં કેટલીક નકલી દવાઓ પણ ફરે છે જે ખરેખર જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મઘ્યમથી ઓછી આવક ધરાવનાર દેશોમાં ૧૦ મેડીકલ પ્રોડકટ  નકલી અથવા ભેળસેળ ધરાવતી જોવા મળે છે. નાના બાળકોથી લઇને વૃઘ્ધો અને સ્ત્રીઓ જે દવાઓનું સેવન કરે છે તે ખુબ જ જોખમી સાબીત થઇ શકે છે. ૬૫ ટકા ખોટી દવાઓ મલેરીયા અને બેકટેરીયા ઇન્ફેકશન ફેલાવે છે.

આ પ્રકારની દવાઓ બિમારીઓને દુર કરવાને બદલે તેને નૌતરે છે.કેટલાક લોકો એલજીમાં ડોકટરોની સલાહ લીધા વિના  મેડીકલમાંથી દવાઓ લેતા હોય છે તો ઘણીવખત ડોકટરોએ આપેલી દવાઓની પણ આડઅસર થતી હોય છે જો આ પ્રકારની સમસ્યા સર્જાય તો તાત્કાલીક આ દવાઓનું સેવન ટાળવું જોઇએ અને સસ્તી દવાઓથી બચવું ઓથેન્ટીફાઇડ મેડીકલમાંથી જ દવાઓની ખરીદી કરી સ્વાસ્થ્યની જાવળણી કરવી જોઇએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.