Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છના ઈંટ ઉત્પાદકોના એસોસીએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી

રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ (બ્રીક) ઉત્પાદક એસોસીએશન દ્વારા ઈંટ ઉત્પાદકોના જમીનના અધિકાર સહિતના પ્રશ્ર્નોને આચારસંહિતા અમલવારી થાય તે પૂર્વે ઉકેલવા રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ ઉત્પાદક એસોસીએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસોસીએશનના પ્રમુખ રતિભાઈ મનજીભાઈ ગોરવાડીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ઈંટ ઉત્પાદકો સૌરાષ્ટ્રમાં ૮૦૦૦ જેટલા ભઠ્ઠા ચલાવવામાં આવે છે. જેનાથી ૩૦૦ થી ૪૦૦ કરોડ ઈંટનું ઉત્પાદન થાય છે અને તેના પર બાંધકામ ક્ષેત્ર સાથે એક કરોડ જેટલા લોકો જોડાયેલા છે પરંતુ સરકાર સમક્ષ ઈંટ ઉત્પાદક જે સ્થળેથી ઈંટના ભઠ્ઠા હોય તે સ્થળની માલિકી આપવામાં ન આવે ત્યાં સુધી જીએસટી નંબર નિકળી શકે તેમ નથી અને જીએસટી બીલ વગરની ઈંટો કોઈ બિલ્ડર ખરીદવા તૈયાર હોતા નથી. આથી રોજગારી સાથે જોડાયેલ અનેક લોકોનો આ મોટો પ્રશ્ર્ન ઉદભવ્યો છે.

Advertisement

૨૦૧૩ની સાલમાં તમામ ભઠ્ઠાને રેગ્યુલર કરવા અને જે-તે સ્થળના માલિકોને તે જમીનનો માલિકી હકક આપવા રજુઆત કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળામાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તે સમયની રજુઆતો કરવામાં આવી છે અને આનંદીબેન પટેલ રેવન્યુ મંત્રી હતા. ત્યારે પણ તેમને સર્વે કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.  જે-તે સમયે રાજકોટના કલેકટર ૩ મામલતદારો સાથે મીટીંગો કરી હતી અને ૨૫૮૩ જેટલા ભઠ્ઠીનો સર્વે કરાવ્યો હતો. રાવટી ગામે ૨૦૦ એકટનો એક ઠરાવ પણ કર્યો હતો. જેમાં પ્રતિ ચોરસના ૭૦૦થી વધુ ‚પિયા ભરવાનું જણાવાયું હતું. આ ઉપરાંત ઇંટ ઉત્પાદકો એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ વિજયભાઈ ‚પાણીને પણ મળ્યું હતું ત્યારે તેમણે સર્વેની કામગીરી ચાલુ છે. ૯૦% કામ પૂર્ણ થયું છે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ ઈંટ ઉત્પાદકોએ પોતાના ધારાસભ્યોને પત્ર દ્વારા રજુઆતો કરી આ સમસ્યાનું નિરાકરણ માટે લખ્યું હતું છતાં આ પ્રશ્ર્નોનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

રાજયમાં વિધાનસભાની ચુંટણી આવતી હોય આથી આચારસંહિતા લાગુ પડે તે પહેલા એટલે કે ૧૦ દિવસમાં ઈંટ ઉત્પાદકોની આ સમસ્યાનો ઉકેલ લાવવા ઈંટ ઉત્પાદક એસોસીએશનના પ્રમુખ રતીભાઈએ જણાવ્યું હતું.

જો આ નિર્ણય નહીં લેવાય તો લાભ પાંચમથી ઈંટ ઉત્પાદન બંધ કરવામાં આવશે અને આ ઉધોગ સાથે જોડાયેલા લોકો સહિત બાંધકામ ક્ષેત્રના લોકોની રોજીરોટી પણ બંધ થશે. આ સમસ્યાથી હવે અમે કંટાળી ગયા છીએ. ભઠ્ઠાનું એડ્રેસ ચોપડા પર ન હોવાથી ઈંટ ભઠ્ઠામાં વિજળીનું કનેકશન પણ મળતું નથી અને જીએસટી નંબર મળે તો જ આ શકય બને તેમ છે. આથી ઈંટ ઉત્પાદકો હંમેશા સરકારની સાથે રહ્યો છે અને સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે નિર્ણય લેવા રતિભાઈએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.