Abtak Media Google News

નવ્ય અયોધ્યાના

પ્લાન હેઠળ યોગી સરકારનો પ્રસ્તાવ: NGTની મંજૂરીની પ્રતિક્ષા

અયોધ્યામાં રામ મંદિર કયારે બનશે તેનો આધાર કોર્ટના ફેંસલા પર નિર્ભર છે. પરંતુ યુપીના સીએમ યોગી આદિત્યનાથે ભગવાન રામની વિશાળ પ્રતિમા સરયૂ નદીના કાંઠે બનાવવાનો નિર્ધાર કર્યો છે. નવ્ય અયોધ્યાના પ્લાન હેઠળ યોગી સરકારે, યુપીના રાજ્યપાલ રામ નાયક સમક્ષ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને ખાસ કરીને ધાર્મિક પ્રવાસીઓને પ્રોત્સાહન આપવના હેતુસર રામલલ્લાની ભવ્ય મૂર્તિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સ્લાઈડ શોમાં ભગવાન રામની મૂર્તિ ૧૦૦ મીટર જેટલી ઊંચી દેખાડવામાં આવી છે. પરંતુ કેટલાંક અધિકારીઓના મતે મૂર્તિની હાઈટ અંગે હજુ સુધી કોઈ જ પ્રસ્તાવ ફાઇનલ નથી કરાયો.

Advertisement

સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ભગવાન રામની મૂર્તિ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની મંજૂરી બાદ સરયૂ ઘાટ ખાતે મૂકવામાં આવશે.ટૂરીઝમ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવ અવનિશકુમાર અવસ્થીએ જણાવ્યું કે, પ્રસ્તાવના મૂકવામાં આવી છે અને આ અંગેની મંજૂરી માટેનો પત્ર પણ ગૠઝને મોકલી આપવામાં આવ્યો છે.

રાજભવન દ્વારા જાહેર યાદી મુજબ ટૂરીઝમ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવ અવનિશકુમાર અવસ્થીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.પ્રેઝન્ટેશનમાં સરયૂ નદી પર રામની પ્રતિમાની સાથે અયોધ્યામાં ઉજવનાર દિવાળીના કાર્યક્રમનો પણ ચિતાર આપવામાં આવ્યો હતો.ઓક્ટોબર ૧૮નાં રોજ રાજ્યપાલ નાયક, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી કે.જે.અલફોન્સ અને સાંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા હાજર રહેશે. નદીના કાંઠે રામ કથા ગેલેરી તૈયાર કરવાની પણ વિચાણા છે. આ ઉપરાંત દિગંબર અખાડાના ક્ષેત્રમાં મલ્ટી પ્રપોઝ ઓડિટોરિયમ અને જાહેર જનતાની સુવિધા માટે જૂદી જૂદી સેવાઓ શરૂ કરવાનો પણ છે.અયોધ્યાના વિકાસ માટે સરકારે ૧૯૫.૮૯ કરોડનો ડિટેઈલ્ડ પ્રોજેકટ રિપોર્ટ કેન્દ્ર પ્રવાસન મંત્રાલયને મોકલી આપ્યો હતો. જે અંતર્ગત મંત્રાલયે રાજ્યને અત્યારસુધીમાં ૧૩૩.૭૦ કરોડ ફાળવી પણ દીધાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.