Abtak Media Google News

ટેન્ડર ફાઈનલ થઈ ગયું હોવા છતાં દરખાસ્ત કેમ સ્ટેન્ડિંગમાં મોકલાતી નથી ? મુકેશ રાદડીયાએ અધિકારીઓનો ઉધડો લીધો

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં કોમ્યુનિટી હોલ બનાવવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે ટેન્ડર પણ ફાઈનલ થઈ ગયું હોવા છતાં શા માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવતી નથી તેવી કડક ઉઘરાણી કરી બાંધકામ સમીતીના ચેરમેન મુકેશ રાદડીયાએ અધિકારીઓને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો. વોર્ડ નં.૪માં જૂના મોરબી રોડના છેડે આવેલા ટીપી સ્કીમ નં.૧૨ના ફાઈનલ પ્લોટ નં.૧૦૫માં ‚ા.૩.૦૩ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાનો મહાપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ટેન્ડર પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું હતું. ભાવ ડાઉન આવતા કોમ્યુનિટી હોલનું કામ ‚ા.૨.૮૩ કરોડમાં થઈ જશે ટેન્ડર ફાઈનલ થઈ ગયું હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવતા આજે બાંધકામ સમીતીના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ સંબંધીત અધિકારીનો ઉધડો લીધો હતો અને ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ તાત્કાલીક ધોરણે સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરી અને કોમ્યુનિટી હોલનું બાંધકામ શ‚ કરાવવા કડક ભાષામાં તાકીદ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.