Abtak Media Google News

માહોલ જોતા ભાજપના પ્રદેશ અધ્યક્ષસી.આર.પાટીલે
ટારગેટ 20 ટકા વધારી દીધો

કચ્છના ગાંઘીધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ મહામંત્રી  વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પુર્ણ થતા સરકારે જનતા માટે કરેલા વિવિધ કાર્યોની માહિતી આપતી જાહેરસભા યોજાઇ હતી.  સભામાં   વિનોદભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે,  કેન્દ્ર સરકારને 9 વર્ષનો સમય પુર્ણ થયો છે જેમાં સેવા,સુશાસન, અને ગરીબો માટે કામ કરવામાં આવ્યું છે અને 2024માં પણ ફરી વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  કામ આગળ વઘારશે.

Advertisement

કચ્છે અનેક આપત્તિઓનો સામનો કર્યા છે અને કચ્છને બેઠુ કરવામાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  નુ સૌથી મોટુ યોગદાન છે.   કચ્છ ટુરિઝમ ક્ષેત્રે,ઉદ્યોગ ક્ષેત્રે તેમજ કૃષિ સહિત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે. એક સમયે કચ્છ પછાત જિલ્લા તરીકે છાપ ધરાવતું પણ આજે દેશનું આર્થિક ગ્રોથ ઘરાવતો જિલ્લો   નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં બન્યો છે.

પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલએ  જણાવ્યું કે, દેશની જનતાની અપેક્ષા પુર્ણ કરવા સક્ષમ નેતૃત્વ જો કઇનામાં હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  માં છે. દેશની જનતાને સરકારે કરેલા કામનો હિસાબ આપવાની પંરપરા શરૂ કરવાનો હેતુ કોંગ્રેસે ક્યારેય મુક્યો નહી અને તેમની પાસે ભ્રષ્ટાચાર સિવાય કોઇ હિસાબની અપેક્ષા પણ  ન હોય પરંતુ મોદી  દેશની જનતાને સરકારે કરેલા કામનો હિસાબ આપવાની પરંપરા બનાવી છે.

આજે દેશની સેના આધુનિક સાઘનોથી સજ્જ છે. મોદી  ની સરકારમાં દેશની સેનાને નિર્ણય કરવાનો છુટો દોર મળ્યો છે. મોદી  દેશની જનતાને જે જે વચનો આપ્યા છે તે પુર્ણ કર્યા છે જેમાં રામ મંદિર, જમ્મુ કાશ્મિરમાં કલમ 370 અને 35 એ દુર કરવી, ત્રીપલ તલાક કાયદો બનાવ્યો છે. મોદી સાહેબે સોમનાથ મંદિરને સોનાથી બનાવવાનું કામ પુર્ણ કર્યુ છે.

કોરોના સમયે સરકાર અને પાર્ટીએ કરેલા કામની વિગત આપતા પાટીલએ જણાવ્યું કે, દેશમાં સૌથી મોટી મહામારી કોરોનાની આવી. વિશ્વના દેશોની સ્થિતિ મેડકિલ ક્ષેત્રે હચમચી ગઇ હતી ત્યારે આપણા દેશના વૈજ્ઞાનિકોને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ભરોસો આપ્યો અને દેશને એક નહી બે બે રસી વિનામુલ્યે આપી કોરોનાથી આપણા દેશને સુરક્ષીત કર્યો અને અન્ય દેશોને પણ આપણે રસી આપી. કોંગ્રેસના સમયમાં કોઇ રોગ માટે રસી ભારતમાં લાવવા વર્ષો લાગત પણ મોદી  તો સૌથી પહેલા રસી આપણને અપાવી.

કોરોનાના સમયમાં દેશનો ગરીબ વ્યકિત ભુખ્યો ન સુવે તે માટે વિનામુલ્યે અનાજ આપવી જાહેરાત કરી અને 80 કરોડ લોકોને 2.5 વર્ષ સુધી અનાજ આપ્યું. મોદી   દેશને મેટ્રો અને વંદે ભારત ટ્રેન આપી. મોદી   દેશને શૌચાલય અને મહિલાઓને ધુમાડા યુકત ચુલાથી મુક્તી અપાવી છે. મોદી  ની સરકારમાં આજે ખેડૂતોની આવક વધી, તેમનો પાક ડબલ થાય તેમને ખાતર સરળતાથી મળે તે માટે યોજના બવાવી છે. દેશના પહેલા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાહેબે છે કે જેમણે સરકારની યોજના સેચ્યુરેશન પોઇન્ટ પર લઇ જવા પ્રયાસ કર્યો. આવનાર લોકસભામાં કચ્છની બેઠક પરથી ઉમેદવાર 6 લાખ મતોથી જીતે તે માટે પ્રયાસ કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.