Abtak Media Google News

જેઈઈ-નીટના પેપર ડિજિટલ ફીઝીકલી પ્રકાશીત કરાશે: રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમીની યોજાઈ બેઠક

સૌરાષ્ટ્રના પાટનગર અને   શૈક્ષણીક હબ  રાજકોટમાં  ફેડરેશન ઓફ  એકેડેમીક   એશો. દ્વારા   કોચીંગ ઈન્સ્ટીટયુટ સંચાલકો   અને શિક્ષકોના   સામાજીક કાયદાકી ય પ્રશ્ર્નોના   ઉકેલ માટે  અકે બેંક  યોજાય હતી. જેમાં અનેક ક્રાંતીકારી નિર્ણયો લેવાયા હતા.ફેડરેશન ઓફ એકેડેમીક એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ  કરમચંદાણીની  આગેવાનીમાં    રવિવારે  યોજાયેલી   બેઠકમાં  રાજયના 23 જિલ્લાના સભ્યોએ હાજરી આપી હતી.

Advertisement

આ મિટિંગમાં  અનેક   ઠરાવો પસાર કરવામાં આવેલ જેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે બોર્ડની જેમ મોડેલ એક્ઝામ સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવશે, સમગ્ર ગુજરાતના બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે ફેડરેશનના એક્સપર્ટ શિક્ષકો દ્વારા ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન અને કોમર્સ તથા જેઈઈ. નીટ ના વિદ્યાર્થીઓ માટે પેપર સેટ ડિજિટલ અને ફિઝિકલી પ્રકાશિત કરવામાં આવશે, આવનાર શિક્ષક દિવસના અનુસંધાને કોચિંગ ક્લાસમાં ભણાવતા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન કરવામાં આવશે, વૃક્ષારોપણ તથા બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમો કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં જે ટ્યુશન અધિનિયમ 2005 નો જે કાયદો ઘડવામાં આવેલ છે એનો સખ્ત અમલીકરણ માટે શું કરવું તેના ઉપર પણ ચર્ચા થઈ અને એના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ નું આયોજન ક્રામીક રીતે કરવાનું નક્કી કરેલ છે. જેમાં ખાસ કરીને સરકારની ઇમેલ કરવા, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને રૂબરૂ મળવું  આરટીાઅઈના માધ્યમ દ્વારા એના અમલીકરણ માટેના ઠરાવ પસાર કરવામાં આવેલ.

આ મિટિંગમાં ડેપ્યુટી પ્રેસિડેન્ટ હેમાંગભાઈ રાવલ તથા ભૂતપૂર્વ પ્રમુખ જનકભાઈ પંચાલ અને વિજયભાઈ મારુ તથા સમગ્ર ગુજરાતના અલગ અલગ ઘટક સંઘના પ્રમુખ એ હાજરી આપેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગઠનના સેક્રેટરી વિશાલભાઈ પંડ્યા અને નિલેશભાઈ રાવલે કરેલ હતો. રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન ના ધર્મેશભાઈ છગ, અમિતભાઈ ત્રીકમાણી, નિકુંજભાઈ ચનાભટી, દર્શનભાઈ તથા સમગ્ર ટીમે આ મીટીંગ ને સફળ બનાવવાની જહમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.