Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રભારી ધવલભાઇ દવે, પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી મનસુખભાઇ રામાણી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે

સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા અને યુવાનો ભાજપની રાષ્ટ્રસેવાલક્ષી વિચારધારામાં જોડાઇ તેવા પ્રયાસો કરાશે: ઢોલરીયા

રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણીએ આજે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. લોકસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારો રેકોર્ડબ્રેક 5.51 લાખની લીડ સાથે વિજેતા બને તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમ વિજય વિશ્ર્વાસ વ્યક્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વ્યૂરચના મુજબ પક્ષમાં જે પેજ સમિતિની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો સાથે સતત સાતમી વખત વિજેતા બનવાનું પક્ષનું લક્ષ્યાંક પૂર્ણ થયું છે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથોસાથ રાજકોટ જિલ્લામાં આવતી રાજકોટ અને પોરબંદર લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવારો 5.51 લાખ મતોની લીડ સાથે વિજેતા બને તે અમારૂં મુખ્ય લક્ષ્યાંક છે.

એક કાર્યકર્તા તરીકે અમને અર્જુનને જેમ માછલીની આંખ દેખાતી હતી. તેમ લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બને તે જ દેખાઇ છે. આગામી દિવસોમાં રાજકોટ મંડલના તમામ બૂથને મજબૂત બનાવવા માટે અમે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશ હિત માટે સતત કામ કરી રહ્યા છે ત્યારે ભાજપના સંગઠન માળખાને હજુ વધુ મજબૂત બનાવવા માટે યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવા માટે પ્રયાસો કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પક્ષના તમામ કાર્યકરોને માતા-પિતા જેવી હૂંફ આપે છે. ભાજપમાં હોદ્ો ક્યારેય મહત્વપૂર્ણ હોતો નથી. મને 2012માં યુવા ભાજપના કાર્યકર્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ 2014માં તાલુકા ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ગત ટર્મમાં જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી. મને રાજકોટ જિલ્લાનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. તેની જાણ પણ કાર્યકરો દ્વારા થઇ. ટૂંકમાં ભાજપમાં નાનામાં નાના કાર્યકરની નોંધ લેવામાં આવે છે. મારા પિતાએ 25 વર્ષ સુધી ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કરી જ્યારે મેં પણ યાર્ડમાં 11 વર્ષ મજૂરી કરી. અહિં ભાજપને બહુમતી મળતા મેં જે યાર્ડમાં મજૂરી કરી હતી તે જ યાર્ડના ચેરમેન બનવાનો મોકો પક્ષે આપ્યો.

હાલ હું જ્યારે તાલુકા કક્ષાએ પ્રવાસ કરૂં છું ત્યારે કાર્યકરોને પૂછું કે આપની પાસે હાલ પક્ષમાં ક્યો હોદ્ો છે ત્યારે કાર્યકર્તાઓ મને કહે છે કે ભાજપના કાર્યકર હોવું એ જ અમારે માટે મહત્વનું છે. હોદ્ા માટે અમે ક્યારેય મોહ રાખતા નથી. જ્યારે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મેં કાર્યભાર સંભાળ્યો ત્યારે પૂર્વ પ્રમુખ મનસુભાઇ ખાચરિયા, ડી.કે.સખીયા અને નાગદાનભાઇ ચાવડાએ મારા માથા પર હાથ મૂકીને મને સફળ થાઓ તેવા આશિર્વાદ આપ્યા હતા. આ સાબિત કરે છે કે ભાજપમાં કોઇ વિવાદ કે જૂથવાદ નથી. તમામ એક સંસ્કારી અને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે જોડાયેલા છે.

મારા નહિં પરંતુ સારા હોય તેવા 21 સભ્યોની નવી ટીમ બનશે: ધવલ દવે

જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠકમાં સંભવિત 100 દાવેદારોના નામનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે, ટૂંકમાં નવું સંગઠન માળખુ જાહેર કરાશે: પ્રભારી

રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી ધવલભાઇ દવેએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપની નવી 21 સભ્યોની ટીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં મારા નહિં પરંતુ સારા હશે તેવા કર્મઠ કાર્યકરોનો સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં નવી ટીમ બનાવવા માટે અલગ-અલગ તાલુકા અને જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી 100 દાવેદારોનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ચર્ચા-વિચારણા કરી નવું સંગઠન માળખુ શક્ય તેટલું ઝડપી જાહેર કરી દેવામાં આવશે. રાજકોટ શહેરમાં પક્ષની નો-રિપીટ થિયેરી લાગૂ પડે છે. જ્યારે જિલ્લા આવી કોઇ થિયરી લાગૂ પડતી નથી. તેનું કારણ શું? તે સવાલના જવાબમાં સંગઠન પ્રભારીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં વ્યક્તિગત તાકાતના આધારે તેનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. આવામાં એક વ્યક્તિ બે હોદ્ા પર રહે તો કોઇ સમસ્યા ઉભી થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.