Abtak Media Google News

ગુજરાત સરકાર અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીઓ અને  પુરવઠા મેનેજરઓની ચિંતન શિબિર  અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

Advertisement

આ તકે  “જિલ્લા પુરવઠા અધિકારીઓને ફરજો” ઉપરનું પ્રેઝનટેશન રજૂ થયું હતું.  મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ આ તકે કહયુ હતું કે, રાજકોટમાં યોજાયેલ સૌ પ્રથમ અન્ન અને નાગરિક પૂરવઠાની ચિંતન શિબિરથી આ વિભાગ વધુ બહેતર બનશે. ચિંતન શિબિર થકી અધિકારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા લોકોની જઠરાગની  ઠારવાનું કામ થઇ રહયુ છે તે સંપૂર્ણ જવાબદારી – અનુશાસનપૂર્વક થવું જોઈએ. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી વધુ સરળતાથી પહોચાડવાના ઉકેલ માટે સૌ સજજ થશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે અનાજના ગોડાઉનમાં હવે ગેરનીતિ નહીં ચાલે,  અનાજ પ્રજા માટે છે ચોરો માટે નહીં. કોઈ ચોરને છોડવામાં નહિ આવે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર-ક્ચ્છના જિલ્લા પુરવઠા અધિકારી-પુરવઠા મેનેજરોની ચિંતન શિબિર યોજાઈ

અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા લોકોની જઠરાગ્નિ ઠારવાનું માનવ સેવાનું કામ થઇ રહયુ છે તે સંપૂર્ણ જવાબદારી અનુશાસનપૂર્વક કરવા તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ અને પુરવઠા ગોડાઉન મેનેજરોને સૂચના

મંત્રીએ વધુમાં કહયુ હતું કે, સૌરાષ્ટ્ર એ મહેમાનના આતિથ્ય માટે જાણીતુ છે. અહીં દાતાઓ દ્વારા ધાર્મિર સ્થળો ઉપર પદયાત્રીઓ માટે પાણી ના પરબ અને અન્ન ક્ષેત્ર ચલાવાતુ હતું. ત્યારે આપણે લોકોને અન્ન પહોચાડવાનું સેવાનું કાર્ય કાર્યક્ષમ રીતે સમયસૂચકતા પૂર્વક કરવુ જોઇએ. દરેક અધિકારીઓએ લોકો સાથે વાણી- વિચારમાં અનુસાસન અપનાવવુ જોઇએ. દેશના વડાપ્રધાનશ્રીએ કોરોના કાળથી શરૂ કરેલ અનાજની યોજનાનો લાભથી લાભાર્થી વંચિત ના રહે તે જોવુ જોઇએ. ગોડાઇન મેનેજરે અનાજના ગોડાઉનની સાર સંભાળ, એફસીઆઇમાંથી આવતા અનાજના જથ્થાના વજન, ગુણવતા વગેરે તપાસવા જોઈએ. તો પૂરવઠા અધિકારીઓને સબંધિત કાયદા અને નિયમોની સમજ હોવી જોઇએ.

અગ્ર સચિવ આર. સી. મીના દ્વારા જણાવાયું હતું કે સરકારના કોઈપણ વિભાગને બહેતર બનાવવા ચિંતન શિબિર મહત્વની ભૂમિકા ભજવે છે. અહી વિભાગને લગતા નવા કાયદાકીય માહિતી સહિતની વિવિધ જાણકારીઓ અપાય છે. જેથી અધિકારીઑ  છેવાડાનાં માનવી સુધી યોજનાનો લાભ મોકલી શકે છે.  અધિકારીઓના ગ્રુપને રૂબરૂ ફિલ્ડ ઉપર મોકલીને પ્રેકટીકલ તાલીમ અપાશે. અધિકારીઓની સમસ્યાઓ માટે પ્રશ્નોત્તરીનું સેશન પણ રખાયુ છે.

મેનેજિંગ ડિરેક્ટર તુષાર ધોળકિયાએ જણાવ્યું હતું કે અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગની કામગીરીની સમજવી, કામગીરીમાં પડતી સમસ્યાનો ઉકેકલ અહી મળે છે. આ ક્ષેત્રના નવા અપડેશન અને આધુનિક ટેકનોલોજીની સહયોગથી અધિકારીઓની કાર્યપધ્ધતિ બદલાશે. જેનો લાભ સરકારી યોજનાના લાભાર્થીઓને મળશે.

આ ચિંતન શિબિરનો પ્રારંભ મહાનુભાવોના વરદ હસ્તે દિપપ્રાગટય દ્વારા કરાયું હતું. આ અવસરે “રામાયણ” ગ્રંથથી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા પુરવઠા અધિકારી વંગવાનીએ અને કલેકટર પ્રભવ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ શિબિરમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ આર. સી. મીના, એમડી તુષાર ધોળકિયા,   કલેક્ટર પ્રભવ જોશી, અધિક કલેક્ટર જે.કે જેગોડા, નાયબ સચિવ નયનાબેન, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંગી દેસાઈ, સયુંકત નિયામક ભાવિન સગર, અંગત સચિવ શિવરાજ બિલવા, ઉપસચીવ હેમંત શ્રીમાળી, જિલ્લા પુરવઠા અધિકારી વાંગવાની, જિલ્લાના તમામ પુરવઠા અધિકારીઓ, સપ્લાય મેનેજર,  ગોડાઉન મેનેજરઓ,  સ્ટાફ આ તકે ઉપસ્થિતિ રહ્યા હતાં.

સીસીટીવીની વ્યવસ્થાને મજબૂત બનાવો

કુંવરજીભાઈએ જણાવ્યું કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અનાજના ગોડાઉન્ડ પર લગાવેલા સીસીટીવીની વ્યવસ્થા મજબૂત બનાવવાની છે. એફસીઆઈમાંથી આવતા જથ્થાને પ્રોપર રીતે ચકાસવો, જેમાં કોઈ ખૂટ કે વજન ફેરફાર હોય તો તે ચકાસવા અધિકારીઓને સૂચન અપાયું છે.

દુકાનદારો સુધી જથ્થો પહોંચે ત્યાં સુધીની જવાબદારી અધિકારીઓની

દુકાનદાર સુધી જથ્થો પહોંચે તેમાં પણ કોઇ ફરિયાદો ન આવે અને ફરિયાદો આવે તો તેનું નિરાકરણ કરવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓએ સસ્તા અનાજના દુકાનદારો  સાથે બેસી અને મિટિંગ કરી અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે. સસ્તા અનાજની દુકાનના રાશનકાર્ડધારકોને કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ હોય તો તેના પર અધિકારીઓ ધ્યાન આપવાનું છે.

જથ્થાની વોચ રાખવી અને તોલમાપ જળવાય રહે તે જવાબદારી ગોડાઉન મેનેજરની

કુંવરજીભાઇએ જણાવ્યું કે ગોડાઉનમાં આવતા જથ્થા પર વોચ રાખવી, તોલમાપની પણ ચકાસણી કરવાની છે અને એ જવાબદારી ગોડાઉન મેનેજરની છે. નાના વાહન ચાલકોએ ગરીબોનું અનાજ સાચવીને પહોંચે તેવી સુચનાવો આપવી બાવાળીયા કોઈ નાની મોટી ગોલમાલ થાય તો તેનેબેકવાર ચેતવણી આપવી જોઈએ એ સુધારવાની જવાબદારી આપણી છેજિલ્લા પુરવઠા અધિકારીએ ગુપ્ત ચેકીંગ અને સમસ્યા પર ધ્યાન આપવાનું છે.

પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરવાની સૂચના

આ ચિંતન શિબિરમાં કુંવરજીભાઇ બાવળીયાએ અધિકારીઓને સૂચના આપી હતી કે પોત પોતાના વિસ્તારોમાં પેટ્રોલપંપ અને ગેસ એજન્સીઓની તમામ જગ્યા પર નજર રાખી સરપ્રાઈઝ ચેકીંગ કરવાવામાં આવે. જેમાં કોઈને મુશ્કેલી ન પડે તેની પણ તકેદારી રાખવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.