Abtak Media Google News

જિલ્લામાં 42 એમ્બ્યુલન્સ ફાઈબર બોટ, 21 ડીવોટરીંગ પંપ, 94 તરવૈયા, 254 જેસીબી,  509 બસ અને એનડીઆરએફની ટીમ તૈનાત: અસરગ્રસ્તો માટે  884 પ્રાથમિક શાળા અને 300 સમાજવાડી તથા કોમ્યુનીટી હોલની વ્યવસ્થા

સંભવિત બિપોરજોય વાવાઝોડાના પગલે સર્જાઈ શકનારી આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાની વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રી  રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે ઓચિંતી આવનારી આ કુદરતી આપત્તિ થકી જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવાની સર્વે સરકારી વિભાગોના અધિકારીઓની જવાબદારી છે, આથી અધિકારીઓને પૂરી નિષ્ઠાથી કામ પર લાગી જવા તેમણે અનુરોધ કર્યો હતો. કુદરતી આપદાના સમયે જ નાગરિકોના ખમીર ની કસોટી થાય છે, આપણી  કસોટીનો આસમય છે, તેમ જણાવતા મંત્રી  રાઘવજીભાઈએ જે કોઈપણ વિસ્તારમાં નુકસાન થાય તેની સત્વરે ભરપાઈ કરવા ઉપસ્થિતોને સૂચના આપી હતી અને વધુમાં વધુ નુકસાન થવાની સંભાવના વાળા ક્ષેત્રોને અલગ તારવી ત્યાં મહત્તમ અધિકારીઓ તૈનાત કરવા સૂચના આપી હતી.

મંત્રી  રાઘવજીભાઈએ ભયજનક હોર્ડીન્ગ દૂરફકરવા, જનરેટર કાર્યરત રાખવા, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા તમામ પ્રકારે વાવાઝોડા સામે લોકોને સાવચેત કરવા સૂચના આપી હતી. પી.જી.વી.સી.એલ. માર્ગ અને મકાન, વન, પુરવઠા વગેરે વિભાગના અધિકારીઓને કોઈપણ પ્રકારની આપત્તિ જનક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધન સામગ્રી હાથવગી રાખવા તાકીદ કરી હતી. મંત્રીશ્રી એ વીજ પુરવઠાની જાળવણી માટે જનરેટર કાર્યરત રાખવા અને દવાનો પૂરતો જથ્થો જાળવવા સંબંધી તુને વિશેષ સુચના આપી હતી.

નિવાસી અધિક કલેકટર  એસ.જે. ખાચરે સમીક્ષા બેઠકના પ્રારંભમાં ઉપસ્થિઓને આવકાર્યા હતા અને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિઓનો સામનો કરવા અંગે જિલ્લા વહીવટ તંત્રની સજ્જતાની વિગતો રજુ કરી હતી. શ્રી ખાચરના જણાવાયા અનુસાર 108 ની 42 વાન રાજકોટ ખાતે ઉપલબ્ધ છે, તે ઉપરાંત અસરગ્રસ્તોને થાળે પાડવા 884 પ્રાથમિક શાળા, 300 સમાજ વાડી અને કોમ્યુનિટી હોલની વ્યવસ્થા કરાઈ છે. 12 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 732 અન્ય દવાખાનાઓ તાકીદ ની આરોગ્ય લક્ષી પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યરત રખાયા છે તથા 12 થી 16 જૂન વચ્ચે ડીલીવરી આવવાની સંભવિત પ્રસૂતાઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રખાઈ છે. 6 ફાઈબર બોટ,  21 ડીવોટરીંગ પંપ, 94 તરવૈયા, 254 જેસીબી, 509 એસ.ટી.ની બસ,  એન. ડી. આર. એફ. ની એક ટીમની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

આ બેઠકમાં સાંસદ  મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય  મહેન્દ્ર પાડલીયા, ડો. દર્શિતા શાહ,   રમેશભાઈ ટીલાળા,  ઉદય કાનગડ, જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદર, મેયર  પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા જિલ્લા ભાજપ પ્રમુખ  અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટર  પ્રભવ જોશી, રાજકોટ પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલ સિંહ રાઠોર, ઉપસ્થિત રહ્યા હતા.

બીપરજોય આપદામાં પણ જાનમાલ હાની થનારા અસરગ્રસ્ત ખેડૂતો પશુપાલકોને સહાય ચૂકવાશે: મંત્રી રાઘવજીભાઈ પટેલ

સંભવિત વાવાઝોડા અને વરસાદ ના પગલે જિલ્લામાં ઓછામાં ઓછી જાનહાની થાય અને આવું થાય તો આપદામાંથી બચવા તથા જનજીવનને પૂનમ ધબકતું કરવા માલ મિલકત પશુધનની સહાય સત્વરે ચૂકવવા સહિતની વ્યવસ્થાઓ કરાય ચૂકી છે તંત્રની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠન પણ સમાનતરે કામ કરી રહ્યા છે આવી સ્થિતિમાં લાઈટ પાણી અને ખોરાકની વ્યવસ્થા ન સર્જાય તે માટે પણ તંત્ર થયું છે

ધારાસભ્ય ઉદયભાઇ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક લાખથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર થયા છે અગાઉ પણ કમોસમી વરસાદથી 50 કરોડ જેવી સહાય ખેડૂતોને ચૂકવાય છે બીપર જોય ને આપદામાં પણ નુકસાનગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને સહાય ચૂકવાશે હાલ જિલ્લામાં બી પર જોઈતી જેતપુર ધોરાજી અને ઉપલેટા તાલુકા વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના છે.

નાગરિકોએ શું કરવું અને શું ન કરવું?

ચક્રવાતની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે.

આ સાથે જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે.

  • વરસાદ, ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું.
  • સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી.
  • વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવારનવાર ન કરવી.
  • નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી.
  • પાકા મકાનમાં વાળા મકાનમાં રહેણાંક માં રહેવો.
  • વાડી વિસ્તાર કરતાં ગ્રામીણ, શહેર વિસ્તારમાં રહેણાંક કરવો.
  • પશુને બાંધી રાખવાં નહીં.
  • વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો.
  • સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી.
  • કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.
  • હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી.
  • વરસાદ, ચક્રવાત દરમિયાન કાચા, અજાણ્યા રસ્તાઓમાં અવરજવર ન કરવી.
  • વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું.
  • ડેમ, નદી, કે દરિયા કિનારે ફરવા ન જવું.
  • નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું.
  • આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી.
  • ખોટી અફવાઓ ને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું.
  • વૃદ્ધ, સગર્ભા અવસ્થા મહિલાઓ, નવજાત શિશુ વરસાદ કે ચક્રવાત દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવો જોઈએ.
  • કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત 108 સેવા નો સંપર્ક કરવો.
  • વધુમાં 108 સેવા ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યુ કે ચક્રવાત ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તાલીમબદ્ધ કર્મચારીઓ કટિબદ્ધ છીએ અને તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.