Abtak Media Google News

અનાજ, ખાંડ, તેલ, દાળ, ચણાનો જથ્થો વિતરણ નહિ કરાય : અધિકારીઓ જથ્થો વિતરણ કરવાનું દબાણ કરી આંદોલનને પાડી ભાંગવાના પ્રયત્નો કરતા હોવાના આક્ષેપ

વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી પડતર માગણીઓ સ્વીકારવામાં મ આવતા બંને એસોસિએશન તરફથી જન્માષ્ટમીના તહેવાર પર જ લાભાર્થીઓને તેમને મળવા પાત્ર અનાજ, ખાંડ, તેલ, દાળ, ચણાનો જથ્થો વિતરણ ન કરવા માટે આવતીકાલથી અસહકાર આંદોલન શરૂ કરવામાં આવનાર છે.

સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે મુજબ આવતીકાલથી ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શરૂઆત કરશે અને સપ્ટેમ્બરના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓને  આપવામાં આવતો તેલ ખાંડનો જથ્થાનું વિતરણ કરશે નહિ.  આ અંગે એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સરકાર દ્વારા ઓગસ્ટ 2022માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે

છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી. જેની સામે આખરે નાછૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા  છે.  ગત 2022 ઓગસ્ટના રોજ આ બાબતે સરકાર સાથે એસોસિયેશનની મિટિંગ મળેલ હતી જેમાં આ બંને પ્રશ્ન બાબતે સરકાર  દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવતા એસોસિએશ દ્વારા અસહકાર આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ગાંધીનગર બેઠેલા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખોટા  આંકડાકીય માહિતી રચી આ આંદોલનને  દુકાનદારો નું સમર્થન નથી એવું દર્શાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

બીજી બાજુ પુરવઠા અધિકારીઓની વીસીમાં પણ દુકાનદારો ઉપર ખોટા કેસ કરી પીબીએમ સહિતના પગલાં લેવા માટે ખુલ્લેઆમ અધિકારીઓ ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે અમુક જિલ્લાના અધિકારીઓ દ્વારા દુકાનદાર પાસેથી તેમના આઈડી પાસવર્ડ લઈને પરમીટો જનરેટ કરવામાં આવી રહી છે. આમ એસોસિએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન બાબતે એક મહિના પહેલા સરકારમાં આવેદનપત્ર તથા લેખિત જાણ કરવામાં આવેલી હોવા છતાં અધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની બદલે દુકાનદારોને ધાક ધમકીથી લોકશાહી વિરુદ્ધમાં દુકાનદારોનો સત્યનો અવાજ દબાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તેઓએ જણાવ્યું કે આ વખતે ગુજરાતનો દુકાનદાર મક્કમ છે અને આગામી તહેવારમાં અધિકારીઓ ગમે તેટલા ધમ પછાડા કરે  પરંતુ લોકો જથ્થાથી વંચિત રહેવાના છે અને એની તમામ જવાબદારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની રહેશે આમ ખરેખર દુકાનદારો  નજીવા કમિશનમાં ખૂબ જ પરેશાન છે. જે મિનિમમ 20,000ની વાત છે એમાં પણ  દુકાનદારે પોતાની દુકાને કામ કરતા તોલાખ અને કોમ્પ્યુટર ઓપરેટરને પગાર વધતા દુકાન ભાડું લાઈટ બિલ નેટ જેવા અનેક ખર્ચાઓ ચૂકવવાના છે ત્યારે સરકારનું ખરેખર તો આ જનકલ્યાણકારી યોજનામાં કામ કરતા તમામ દુકાનદારો પોષણક્ષમ બને અને લાભાર્થીઓને તેમને મળવાપાત્ર તમામ જથ્થો સમયસર મળે એ માટે જરૂરી તમામ માગણીઓ પ્રત્યે સકારાત્મકતા રાખી દુકાનદારોને પણ સુરક્ષા આપવી જોઈએ. તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.