શિયાળાના શકિતવર્ધક આમળા, શિંગોડા, જામફળ વગેરેનું આગમન તો ઘણા દિવસો પહેલા થઈ ગયું પણ મનને લોભવતા ખાટા મીઠા ચણીયા બોર પણ બજારમાં આવી ગયા છે. આયુર્વેદમાં પણ ચણીયા બોરનું ખાસ્સુ મહત્વ છે. આ બોર ખાનારો એક શોખીન વર્ગ છે. આ વર્ષે વરસાદ સારો પડયો હોવાથી ચણીયા બોરનો ફાલ સારો હશે પ્રારંભ આવક ઓછી છે પણ બજારમાં હજુ કવોલિટી સભર ચણીયા બોર આવશે.