Abtak Media Google News

મેષ રાશીફળ – કામને આપેલાં સમયે પૂર્ણ કરવાની કોશિશ કરવી આજનો દિવસ કામકાજ માટે શ્રેષ્ઠ છે. તમારૂ ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. એવી કોઈ જાણકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય. પરિવારનો પુરો સહયોગ મળશે. કાર્યસ્થળ પર ધીમી પ્રગતિ તણાવનું કારણ બની શકે છે. લોકોની દખલ-અંદાજી જીવનસાથી સાથેના સંબંધમાં પરેશાની ઉભી કરી શકે છે. લાંબા સમયના થાક અને તણાવમાંથી આરામ મળશે.

વૃષભ રાશીફળ – આજે તમે જીવનસાથીને ખુશ કરી દેશો તેવો માહોલ રહેશે. ઉતાવળમાં રોકાણ ન કરવું, તમામ બાજુ સમજ્યા વગર રોકાણ કરશો તો નુકશાન થશે તેથી સમજી વિચારીને તમારા સ્વભાવમાં સંયમ અને અનુશાસન બંને લાવવાની જરૂર છે. પરિસ્થિતિ ઉપર કાબૂ કરવાની કોશિશ આજે સફળ રહેશે. મોટાભાગના કામ તમારા મનમાં હશે. આજે ફોન પર વઘધારે સમય વિતાવશો તો કોઈ મોટી ભૂલ તમારાથી થઈ શકે છે. અપરિચિત લોકો સાથે ઓળખ બનાવવાથી ફાયદો થશે અને તમે પ્રગતિના પંથે આગળ વધશો.

મિથુન રાશીફળ – તમારો દાનવીર જેવો વ્યવહાર તમારા માટે આશિર્વાદ સિદ્ધ થશે. કેમ કે, તે તમને શંકા, લાલચ અને આશક્તિ જેવી ખરાબીઓથી બચાવશે. લોકોની ભાવના સમજો છો, પરંતુ ખર્ચ કરવાથી બચવું. બધાને તમારી મહેફીલમાં આમંત્રણ આપો, કેમ કે, આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે. પગારમાં વધારો અથવા વધારાનું ધન મળતા તમારા ઉત્સાહમાં વધારો થશે. વિદેશ સાથે જોડાયેલાં વેપારમાં વૃદ્ધિ થશે. પાર્ટનર્સની વચ્ચે નાની-નાની મુશ્કેલીઓ વધશે.

કર્ક રાશીફળ – આજના દિવસ દરમિયાન ભરપૂર ઉત્સાહ ફાયદાકારક દિવસ તરફ તમને લઈ જશે. જીવનસાથી સાથે વાતચીત કરી મસ્તીભરી યોજના બનાવો. આશાવાદી બનો, તમારો વિશ્વાસ અને ઈચ્છાઓ પ્રગતીના નવા દરવાજા ખોલશે. જિંદગીને સારી રીતે જીવવા માટે પોતાની મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખો. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. કેટલોક સમય પોતાના આનંદ માટે વિતાવી શકો છો. આજે જીવનનો આનંદ લેવામાં સફળ રહેશો. આજે નોકરી માટે બાયોડેટા મોકલવો અથવા ઈન્ટરવ્યી માટે સારો દિવસ છે.

સિંહ રાશીફળ – બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે મુશ્કેલીભર્યો છે. આજે નિરાશાજનક અથવા શરમજનક પરિસ્થિતિમાં પડી શકો છો, પરંતુ વધારે ચિંતા ન કરવી સકારાત્મક બની તેમાંથી શીખ લેવી. આજે આર્થિક ફાયદો થઈ શકે છે. આજે જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

કન્યા રાશીફળ – કામ સાથે જોડાયેલી સમસ્યાઓને તમે પોતાના પોઝિટવ આત્મવિશ્વાસથી સરળતાથી માત આપી શકશો. આજે તમારા પરિવાર માટે પોતાની ખુશીઓનું બલીદાન આપશો, પરંતુ બદલામાં કોઈ આશા ન રાખવી. આજે લોકો તમારી સલાહ તુરંત માની લેશે. આજનો દિવસ તણાવ ભર્યો છે. આજે એવી યોજનામાં રોકાણ કરવામાં બે વખત વિચારવું, જે તમારી સામે આજે આવે. સંબંધીઓનો સહયોગ મલશે. જીવનસાથી અને પારીવારીક સભ્યોના કારણે દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે.

તુલા રાશીફળ – આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. આજે તમામ કામ ફટાફટ પૂર્ણ થશે. રોકાણ માટેની જે યોજનાઓ વિશે તમે વિચારી રહ્યા છઓ, તેના પર વિચાર જરૂર કરવો, સાથે વિશેષજ્ઞની સલાહ પણ લેવી તરૂરી. પરિવાર સાથે વધારે આશા ન રાખવી. આજે કરવામાં આવેલું રોકાણફાયદાકારક રહેશે, ભાગીદારના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર આંકડાકીય માહિતીમાં સાવધાની રાખવી.

વૃશ્ચિક રાશીફળ – કામ અને પરિવારિક સમસ્યાને કારણે માનસિક તણાવ રહી શકે છે તણાવથી તબીયત પર અસર ખરાબ પડી શકે છે. આજે ખોટા ખર્ચા કરવાથી બચવું. આર્થિક સમસ્યાઓ પાર્ટનર્સ વચ્ચે તણાવ પેદા કરી શકે છે. આજે બાળકોને સમય આપવો, તેના માટે પ્લાનિંગ જરૂર કરવું. વ્યાપારીઓએ લેવડ-દેવડમાં ભાવનાઓ પર કાબુ રાખવો. આજના દિવસે શરૂ કરેલું કામ સંતોષકારક પૂર્ણ થશે. જીવનસાથીના કારણે નામને પણ તમારે બહાર જવું પડી શકે છે.

ધન રાશીફળ – કાર્યસ્થળ પર આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. કેટલીક વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે અને તમને કામમાં અવ્વલ રાખશે તમારા સારા કાર્યથી તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.આજે તમને અનેક નવી આર્થિય યોજનાઓ જોવા મળશે. નિર્ણય કરતા પહેલા તેના સારા-ખોટા તમામ પાસા પર સાવધાનીથી અભ્યાસ કરી લેવો. પરિવાર સાથે ખરાબ વર્તન-વ્યવહાર ન કરો, નહીં તો શાંતી ભંગ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે.

મકર રાશીફળ – લોકોને ઝડપી ઓળખવાની ક્ષમતા તમને પ્રગતી અપાવી શકે છે. જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.આ સમય તમામ નિરાશા દુર કરવાનો સમય છે. જીવનસાથી સાથે પણ ખાસ દિવસ રહેશે. આજે તબીયતની ચિંતા કરવાની જરૂરત નથી. આજે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થઈ શકે છે. પ્રેમનું ભૂત તમારા માથા પર ચઢવા તૈયાર થશે, સાવધાની રાખવી. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પ્રતી મળી શકે છે.

કુંભ રાશીફળ – આજે તંદુરસ્તી માટે કાળજી લેવાનો સારો દિવસ છે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજીથી આર્થિક પરિસ્થિતિ સારી રહી શકે છે. જ્યારે રોકાણ કરવાની વાત હોય તો, જાતે નિર્ણય લેવો. ઓફિસમાં કે કાર્યસ્થળ પર આજે લાભ થાય કોઇ અન્યને મળેલી સફળતા તમારી અસફળતા નથી અને તમને મળેલી સફળતાને કોઇની સફળતા સાથે તુલના કરવા યોગ્ય નથી. પોતાની વસ્તુઓનું ધ્યાન ન રાખ્યું તો ચોરી થવાની સંભાવના છે. આજે પરિવાર સાથે વધારે સમય વિતાવવાથી ઘરનુંવાતાવરણ બગડી શકે છે.

મીન રાશીફળ – આ પરેશાનીઓને કાયમી દૂર કરવા માટેનો આજનો દિવસ સારો છે. આજે તમે હરવા-ફરવાના અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આ પ્રકારનું વર્તન રાખ્યું તો પછતાવવું પડશે. કોઈ પણ વિવાદને વધારે વિવાદાસ્પદ બનાવવાથી દુર રહી, શાંતીથી અન્ય માર્ગ શોધી વિવાદ ખતમ કરવો. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. નાના-નાના ઝગડા જીવનસાથી સાથે સંબંધમાં ખટાશ પેદા કરી શકે છે, કોઈની વાતમાં આવી ઘરમાં કંકાસ ન કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.